યુનિટ એટલે શું? | યુનિટ (kWh) કેવી રીતે ગણાય છે? | What is Unit? | How Unit is Calculated?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં આવતું વીજળીનું બિલ કેવી રીતે બને છે? તમારા Electricity Meter માં દેખાતા Unit શું હોય છે? અને આખરે આ Unit ની ગણતરી કેવી રીતે થાય છે?

યુનિટ એટલે શું? | What is Unit?

વીજળીમાં “Unit” એ વીજળીના વપરાશનું માપ છે. વીજળીના એક Unit ને ટેકનિકલ ભાષામાં kWh (Kilo-Watt-Hour) કહેવાય છે.

1 Unit = 1 kWh

અર્થાત્:

જો કોઈ ઇલેક્ટ્રિક સાધન 1000 Watt વીજળી 1 કલાક સુધી વાપરે તો તે 1 Unit ગણાય.

ઉદાહરણ તરીકે:

1000 Watt × 1 કલાક = 1 Unit

તેથી તમારા વીજળીના બિલમાં જે Unit દર્શાવવામાં આવે છે તે હકીકતમાં kWh જ હોય છે.

યુનિટ (kWh) ની ગણતરી કેવી રીતે થાય છે? | How Unit is Calculated?

વીજળીનું યુનિટ ગણવા માટે ખૂબ જ સરળ Formula ઉપયોગમાં લેવાય છે.

Unit Calculation Formula

યુનિટ (Unit (kWh)) = વોટ (Watt) × કલાક (Hours) ÷ 1000

અહીં:

  • Watt = સાધનની Power કેપેસીટી
  • Hours = સાધન કેટલા કલાક ચાલ્યું
  • 1000 = Watt ને Kilowatt માં બદલવા માટે

ઉદાહરણથી સમજીએ યુનિટની ગણતરી – Fan નું Example

ચાલો 75 Watt ના પંખા (Ceiling Fan) નું ઉદાહરણ લઈએ. માનો કે 75 Watt નો પંખો 24 કલાક ચાલે છે.

ત્યારે:

Formula — Unit (kWh) = Watt × Hours ÷ 1000

યુનિટ = 75 × 24 ÷ 1000

યુનિટ = 1800 ÷ 1000

યુનિટ = 1.800

અર્થાત્ 75 Watt નો પાંખો 24 કલાકમાં 1.800 યુનિટ વીજળી વાપરે છે.

તમારા Electricity Meter માં આ Unit ઉમેરાતા જાય છે અને પછી તે યુનિટના આધારે વીજળીનું બિલ બનાવવામાં આવે છે.

ઘરમાં ઉપયોગમાં આવતા સામાન્ય ઉપકરણો કેટલા યુનિટ વાપરે છે?

નીચે ઘરમાં ઉપયોગમાં આવતા મુખ્ય ઉપકરણો 1 કલાકમાં અને 24 કલાકમાં કેટલા યુનિટ વાપરે છે તે આપેલ છે.

What is Unit

Unit Calculator નો ઉપયોગ કરો

જો તમે તમારા ઘરના કોઈપણ સાધનનું યુનિટ જાણવા માંગતા હોવ તો અમે GEBGuru પર Free Unit Calculator બનાવ્યો છે.

તેમાં માત્ર:

  1. Watt દાખલ કરો
  2. Hours દાખલ કરો

અને તરત જ Unit (kWh) ની ગણતરી મેળવી શકો છો.

આ Calculator વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રિશિયન, સોલાર યુઝર્સ અને સામાન્ય ગ્રાહકો માટે ખૂબ ઉપયોગી છે.

યુનિટ કેલ્ક્યુલેટર પર જાઓ | Unit Calculator 


યુનિટ (kWh) ની ગણતરી કેવી રીતે થાય છે તેનો વિડીઓ જુઓ 👇👇

What is Unit Video

અન્ય પોસ્ટ:

⚡નવા વીજ કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ એટલે શું?

1 Month Bill vs 2 Month Bill — બે મહિનાના બીલમાં શું ગ્રાહકને ઊંચો સ્લેબ લાગે છે? હકીકત શું છે?

નવા ખેતીવાડી વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment