⚡નવા વીજ કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ એટલે શું? | What is Test Report? | Test Report Complete Guide

જો તમે નવું લાઈટ કનેક્શન લેવા માંગો છો તો “Test Report” વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

ટેસ્ટ રિપોર્ટ એટલે એક પ્રકારનું ઈલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ
જે દર્શાવે છે કે તમારા ઘર, દુકાન અથવા જ્યાં કનેક્શન લેવાનું છે ત્યાં વાયરિંગ સેફ અને યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.

👉 સરળ ભાષામાં:
તમારી ઈલેક્ટ્રિક લાઈન સુરક્ષિત છે કે નહીં તેનો પુરાવો એટલે ટેસ્ટ રિપોર્ટ.

❗શું ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે? | Test Report for New Connection

હા, નવા લાઈટ કનેક્શન માટે ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે.

જો તમે નવા મીટર માટે અરજી કરો છો તો:
👉 ટેસ્ટ રિપોર્ટ વિના તમારી અરજી આગળ વધતી નથી.

👉 કારણ:
ઈલેક્ટ્રિસિટી કંપની (GEB) માટે સુરક્ષા સૌથી મહત્વની છે 🔒

📍 ટેસ્ટ રિપોર્ટ ક્યાંથી મળશે? | Test Report Gujarati

👉 ટેસ્ટ રિપોર્ટ તમને મળશે:

  • તમારી ઓફીસથી મળશે.
  • તમે ઓનલાઈન અરજી કરી હોય તેમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો.

👷 ટેસ્ટ રિપોર્ટ કોણ ભરે? | Electrical Contractor Test Report

ટેસ્ટ રિપોર્ટ કોઈપણ વ્યક્તિ ભરી શકતો નથી ❌

👉 તે ફક્ત નીચેના લોકો જ ભરી શકે:

  • લાયસન્સ ધરાવતા ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર – (LEC — Licensed Electrical Contractor)
  • Electrical Inspector (EI) – (ઔદ્યોગિક અથવા મોટા લોડ (HT / EHT) ના કિસ્સામાં)
  • સર્ટિફાઈડ વાયરમેન (મર્યાદિત) – (ખૂબ નાના ઘરેલુ કનેક્શન (250V, ઓછો લોડ) ના કિસ્સામાં Wireman ભરી શકે)

👉 કારણ કે આ એક સેફ્ટી સંબંધિત ડોક્યુમેન્ટ છે ✔️

💰 ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ કેટલો હોય છે? | Test Report Charges Gujarat

ટેસ્ટ રિપોર્ટ માટેનો ચાર્જ GEB કે સરકાર દ્વારા નક્કી કરેલ નથી. તમે જેની પાસે ટેસ્ટ રિપોર્ટ ભરવો તે કોન્ટ્રાક્ટર ખુદ ચાર્જ નક્કી કરે. કોઈ ફિક્સ સરકારી ફી નથી.

👉 ચાર્જ depend કરે છે:

  • લોડ (kW)
  • પ્રોપર્ટીની સાઈઝ
  • કોન્ટ્રાક્ટર
કનેક્શન / મકાન પ્રકારઅંદાજિત ચાર્જ
નાનું ઘર (1–2 BHK, ઓછો લોડ)₹200 – ₹500
મોટું ઘર / ફ્લેટ (3 BHK+)₹500 – ₹1,000
દુકાન / ઓફિસ₹500 – ₹1,500
ઔદ્યોગિક / ઓઇલ એન્જિન₹1,000 – ₹3,000+
  • ઉપર આપેલ ચાર્જ અંદાજિત ચાર્જ છે. મૂળ ચાર્જ તમે જેની પાસે ટેસ્ટ રિપોર્ટ ભરવો તે ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર કહશે.

⚠️ મહત્ત્વની સલાહ: LEC ને પહેલેથી ચાર્જ પૂછો. અને 2-3 LEC સાથે ભાવ જાણ્યા બાદ નિર્ણય કરો.

📲 👉 મારો YouTube વિડિયો જરૂર જુઓ

વધુ સરળ રીતે સમજવા માટે મારો સંપૂર્ણ વિડિયો જુઓ 👇
🎥 Test Report Full Explained in Gujarati

Test Report

🔄 ટેસ્ટ રિપોર્ટ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ | Test Report Step-by-Step

1️⃣ લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર/વાયરમેનને સંપર્ક કરો.
2️⃣ વાયરિંગનું ઇન્સ્પેક્શન કરાવો.
3️⃣ ટેસ્ટ રિપોર્ટ ફોર્મ ભરાવો.
4️⃣ GEB ઓફિસમાં સબમિટ કરો.
5️⃣ પછી તમારું કનેક્શન પ્રોસેસ થશે.

🎯 નિષ્કર્ષ (Conclusion)

ટેસ્ટ રિપોર્ટ એ માત્ર એક ફોર્મ નથી —
પણ તે તમારી અને તમારા પરિવારની સેફ્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે

જો તમે નવું કનેક્શન લેવા જઈ રહ્યા છો, તો આ પ્રોસેસ સમજવી જરૂરી છે.

FAQ

1. ટેસ્ટ રિપોર્ટ શું છે?

– ટેસ્ટ રિપોર્ટ એટલે એક પ્રકારનું ઈલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ.

2. ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે?

– હા, નવા કનેક્શન માટે ફરજિયાત છે.

3. ટેસ્ટ રિપોર્ટ કોણ ભરે?

– લાયસન્સ ધરાવતા ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર

અન્ય પોસ્ટ:

નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ

નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

1 Month Bill vs 2 Month Bill — બે મહિનાના બીલમાં શું ગ્રાહકને ઊંચો સ્લેબ લાગે છે? હકીકત શું છે?

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment