શું તમારા ઘરમાં દર 2 મહિને લાઈટ બીલ આવે છે?
WhatsApp ગ્રૂપ, Facebook, YouTube — દરેક જગ્યાએ મેસેજ અને વિડીઓ Viral છે — “વીજ કંપનીઓ 2 મહિનાનું બીલ આપે એટલે ગ્રાહકોને ઉચો સ્લેબ લાગે અને ગ્રાહકને નુકસાન થાય!”
પણ મિત્રો — આ વાત 100% ખોટી છે.
આ આર્ટિકલમાં આપણે ગણતરીના ના આધારે સાબિત કરીશું — 1 મહિનાનું બીલ આવે કે 2 મહિનાનું — Energy Charge માં ગ્રાહકને ને એક પૈસાનો પણ ફરક નથી.
Social Media શું કહેવામાં આવે છે?
ગુજરાતમાં PGVCL, MGVCL, DGVCL અને UGVCL — ચારેય વીજ કંપનીના ઘણા ગ્રાહકોને bimonthly bill — એટલે કે 2 મહિનામાં એક વખત લાઈટ બીલ આવે છે.
Social media પર આ વાત ફેલાઈ છે:
“જો દર 1 મહિને બીલ આવે — ઓછા યુનિટ, ઓછો સ્લેબ, ઓછો ચાર્જ. પણ 2 મહિને બીલ આવે — યુનિટ ડબલ, ઊંચો સ્લેબ, વધુ ચાર્જ — ગ્રાહકને ને નુકશાન!”
આ લોજીક સાંભળવામાં સાચું લાગે — પણ છે ખોટું.
કારણ? GERC — Gujarat Electricity Regulatory Commission — ના ટેરીફ ઓર્ડર મુજબ, 2 મહિનાના બીલમાં માટે સ્લેબ પણ ડબલ થાય છે.
સ્લેબ શું છે અને કેવી રીતે કામ કરે? | Slab Rate
GERC ગુજરાતની વીજ કંપની માટે ટેરીફ નક્કી કરે છે. ઘર કનેક્શન — RGPU (Residential General Purpose Urban) અને RGPR (Residential General Purpose Rural) — માટે સ્લેબ મુજબ એનર્જી ચાર્જની ગણતરી થાય છે.
Slab system structure:
- 1 મહીને બીલ → 1 મિહના મુજબ સ્લેબ લાગે
- 2 મહીને બીલ → સ્લેબ લીમીટ ડબલ થાય — રેત પ્રતિ યુનિટ સરખો
RGPU Slab Rate — 1 Month vs 2 Month
1 Month Bill — Slab Rate Table
| સ્લેબ | યુનિટ | પ્રતિ યુનિટ રેટ |
|---|---|---|
| પ્રથમ | 0 – 50 યુનિટ | ₹ 3.05 |
| પછીના | 51 – 100 યુનિટ | ₹ 3.50 |
| પછીના | 101 – 250 યુનિટ | ₹ 4.15 |
| 250 ઉપર | 251+ યુનિટ | ₹ 5.20 |
2 Month Bill — Slab Rate Table
| સ્લેબ | યુનિટ | પ્રતિ યુનિટ રેટ |
|---|---|---|
| પ્રથમ | 0 – 100 યુનિટ | ₹ 3.05 |
| પછીના | 101 – 200 યુનિટ | ₹ 3.50 |
| પછીના | 201 – 500 યુનિટ | ₹ 4.15 |
| 250 ઉપર | 501+ યુનિટ | ₹ 5.20 |
ખાસ જુઓ:
- 50 → 100 (ડબલ)
- 100 → 200 (ડબલ)
- 250 → 500 (ડબલ)
- રેટ પ્રતિ યુનિટ — સરખો.
600 Units and 300 Units Example — Step-by-Step Calculation
ધારો કે એક ગ્રાહકના ઘરમાં 2 મહિનામાં 600 યુનિટનો વપરાશ થયો — એટલે માનીએ કે એક મહીને 300 વપરાશ થયો.
1 Month — 300 Units — Energy Charge Calculation:
| સ્લેબ | યુનિટ | પ્રતિ યુનિટ રેટ | રકમ |
|---|---|---|---|
| પ્રથમ 50 યુનિટ | 50 | × ₹3.05 | ₹ 152.50 |
| પછીના 50 યુનિટ | 50 | × ₹3.50 | ₹ 175.00 |
| પછીના 150 યુનિટ | 150 | × ₹4.15 | ₹ 622.50 |
| 250 ઉપરના યુનિટ | 50 | × ₹5.20 | ₹ 260.00 |
| ટોટલ | 300 યુનિટ | ₹ 1,210.00 |
2 Month — 600 Units — Energy Charge Calculation:
| સ્લેબ | યુનિટ | પ્રતિ યુનિટ રેટ | રકમ |
|---|---|---|---|
| પ્રથમ 100 યુનિટ | 100 | × ₹3.05 | ₹ 305.00 |
| પછીના 100 યુનિટ | 100 | × ₹3.50 | ₹ 350.00 |
| પછીના 300 યુનિટ | 300 | × ₹4.15 | ₹ 1,245.00 |
| 500 ઉપરના યુનિટ | 100 | × ₹5.20 | ₹ 520.00 |
| ટોટલ | 600 યુનિટ | ₹ 2,420.00 |
– હવે 1 મહિનાના એનર્જી ચાર્જને ડબલ કરો એટલે બે મહિનાનો એનર્જી ચાર્જની રકમ આવશે.
1 Month Energy Charge (૧ મહિનાનો એનર્જી ચાર્જ) X 2 = 2 Month Energy Charge (૨ મહિનાનો એનર્જી ચાર્જ)
₹ 1,210 × 2 = ₹ 2,420 = 2 Month Charge
Exact match. Zero difference.
ગ્રાહકને બે મહીને બીલ આવવાના કારણે એક પૈસો પણ વધારાનો ભરવો પડતો નથી.
ખોટી માહિતી ક્યાંથી ફેલાય?
ઘણા લોકો નીચે મુજબની ભૂલ કરે છે:
Wrong Comparison (ખોટો): 600 યુનિટ ઉપર → 1 સ્લેબ મુજબ ગણતરી કરે છે → એટલે ₹250 ઉપર ₹5.20 રેટ → ઊચો સ્લેબ લાગે અને એક મહિના મુજબના 300 યુનિટની ગણતરી સાથે સરખાવે : 300 યુનિટ × 1 સ્લેબ મુજબ ગણતરી → નીચો સ્લેબ
Right Comparison (સાચો): 600 યુનિટ ઉપર → 2 મહિનાના સ્લેબ મુજબ ગણતરી થાય → એટલે ₹500 ઉપર ₹5.20 રેટ લાગે.
ખોટા સ્લેબ મુજબ ગણતરી = ખોટુ બીલ = ખોટી માહિતી.
બીલમાં હમેશા GEB સાચા સ્લેબ મુજબ જ ગણતરી થાય છે.
1 Month Bill vs 2 Month Bill – વિડીઓ જુઓ
જો આ જાણકારી ઉપયોગી લાગી, તો GEBGuru YouTube Channel Subscribe કરો — GEB ને લગતા updates સૌ પ્રથમ ત્યાં આવે છે.
👍 Like | 🔔 Subscribe | 🤝 Share with friends
અન્ય પોસ્ટ:
સોલાર કનેકશનમાં બીલની ગણતરી કઈ રીતે થાય ?
🔋 સોલાર કનેકશનમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ રીડિંગ કઈ રીતે ચેક કરવા?
📌લાઈટ બિલ નામ બદલવાની ઓનલાઇન પ્રક્રિયા | PGVCL, DGVCL, MGVCL, UGVCL





