શું તમે નવું ખેતીવાડી વીજળી કનેક્શન લેવા માંગો છો? ઘણા ખેડૂત ભાઈઓ Google પર new agriculture electricity connection Gujarat, GEB new connection process અને agriculture connection documents Gujarat જેવી વાત ચર્ચ કરે છે — પણ સાચી અને સરળ માહિતી મળતી નથી.
આ આર્ટીકલમાં તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL — ચારેય GEB કંપની માટે — નવા ખેતીવાડી કનેક્શનની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ, સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ — જેથી ઓફિસના ધક્કા ઓછા થાય અને કામ ઝડપથી થઈ શકે.
શું ઓનલાઇન અરજી થઈ શકે? | Online Process Available?
ઘણા ખેડૂત ભાઈઓ પૂછે છે — શું ખેતીવાડી agriculture connection online apply થઈ શકે? તો જણાવી દઈએ કે હાલ Gujarat માં ખેતીવાડી વીજ કનેક્શન માટે કોઈ online process ઉપલબ્ધ નથી. PGVCL, MGVCL, DGVCL અને UGVCL — ચારેય વિતરણ કંપનીમાં agriculture new connection offline process જ છે.
તમારે રૂબરૂ — તમારા વિસ્તારની Sub Division Office પર જઈ અરજી કરવાની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ | Required Documents for Agriculture Connection
ઓફિસ જતાં પહેલાં નીચે આપેલ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. એક પણ document ખૂટે તો અરજી અટકી જાય અને ફરી ઓફિસ આવવું પડે.
1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે
2. નવા ૭-૧૨, ૮-અ અને ૬-નંબર હક્ક પત્ર (ઉતરોતર નોંધ)
3. ૧૬-નંબર પાણી પત્રનો દાખલો (મંત્રી પાસેથી)
4. જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોનું નોટરાઇઝ્ડ સંમતિ પત્ર રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર અથવા સેલ્ફ ડિકલેરેશન આપવાનું રહેશે.
5. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
6. બાજુમાં આવતા ખેતીવાડી લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)
7. ૭-૧૨ ના દાખલામાં સંયુક્ત ભાગીદારી વાળા કુવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર.
વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ | New Agriculture Electricity Connection Gujarat
સ્ટેપ 1- A1 Form ભરો
ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા પછી, તમારા વિસ્તારની GEB Sub Division Office પર જાઓ. ત્યાં જઈ A1 Form ભરો.
- અરજદારનું પૂરું નામ, સરનામું અને મોબાઇલ નંબર
- 7/12 સર્વે નંબર અને ગામ
- લોડ (Load – HP) ની વિગત
ફોર્મ ભર્યા પછી તૈયાર કરેલ તમામ ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડો અને ઓફિસના કર્મચારીને સોંપો.
સ્ટેપ 2- Registration Charge ભરો
ફોર્મ અને ડોક્યુમેન્ટ ચેક થઈ ગયા પછી, ઓફિસ રજીસ્ટ્રેસન ચાર્જ ભરવા જણાવશે. જેમાં તમારે રજીસ્ટ્રેસન ચાર્જના રૂ. 200 ભરવા પડશે.
નોંધ: રજીસ્ટ્રેસન ચાર્જની રસીદ ચાસવીને રાખજો જે તમેન આગળની પ્રોસેસમાં ઉપયોગી થશે.
સ્ટેપ 3- સાઈટ સર્વે | GEB Site Survey
રજીસ્ટ્રેસન ચાર્જ ભર્યા પછી, GEB ના અધિકારીઓ site survey — સ્થળ-તપાસ — માટે તમારા ખેતરે આવશે.
આ સર્વેમાં નીચેની બાબત નક્કી થાય છે:
- ખેતર ક્યાં આવ્યું છે
- નજીકમાં વીજ-લાઇન ક્યાં છે
- Pole અને Transformer ક્યાં નાખવાં પડશે
- કુલ ખર્ચ કેટલો આવશે
ટીપ: સ્થળ-તપાસ માટે ખેતરે આવે ત્યારે ખુદ હાજર રહો — ઘણો ફાયદો થાય છે.
સ્ટેપ 4- FQ (Firm Quotation) ભરો
સર્વે પૂર્ણ થઈ ગયા પછી, GEB ઓફીસ Firm Quotation — FQ — તૈયાર કરે છે.
FQ એ વીજ જોડાણ આપવા માટે થનારા સંપૂર્ણ ખર્ચ — total cost estimate — આ FQ ની રકમ ઓફિસ તમને જણાવશે અને ભરવી ફરજિયાત છે.
FQ ભર્યા પછી GEB office — Transformer, Pole અને Electric line — install કરવાની કામગીરી શરૂ કરે છે.
ટીપ: FQ પેમેન્ટની રસીદ ચાસવીને રાખજો.
સ્ટેપ 5- Test Report ભરો
લાઈનનું કામ પૂર્ણ થઈ ગયા પછી લાઈસન્સ ધરાવતા કોઈપણ ઈલેક્ટ્રીકલ કોન્ટ્રકટર પાસે Test Report ભરાવવો પડશે અને તમારી ઓફિસે જમા કરાવવો પડશે.
અંતિમ સ્ટેપ — Meter Install અને કનેક્શન ચાલુ!
Test Report ભર્યા પછી ઓફીસ દ્વારા તમારું મીટર લગાડવામાં આવશે. અને તમારું નવું ખેતીવાડી વીજ કનેક્શન ચાલુ થઈ જશે! 🎉
વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસનો વિડીઓ જુઓ
નિષ્કર્ષ | Conclusion
નવું agriculture electricity connection મેળવવું અઘરું નથી — બસ step by step process follow કરો, જરૂરી documents તૈયાર રાખો અને ઓફિસ સાથે સારો સહકાર રાખો.
GEBGuru હંમેશા GEB ને લગતી સાચી અને સરળ માહિતી ગુજરાતીમાં આપે છે.
કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરો અને YouTube પર GEBGuru ને Subscribe કરો!
FAQ
1. શું ખેતીવાડી કનેક્શન ઓનલાઈન અરજી થઈ શકે?
– ના, હાલ કોઈ ઓનલાઈન પોર્સેસ નથી. ઓફીસ પર રૂબરૂ જઈને જ અરજી કરવાની રહેશે.
2. FQ એટલે શું?
– FQ એટલે Firm Quotation — FQ એ વીજ જોડાણ આપવા માટે થનારા સંપૂર્ણ ખર્ચ — total cost estimate.
3. જો જમીન ભાગિયામાં હોય?
– જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોનું નોટરાઇઝ્ડ સંમતિ પત્ર રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર અથવા સેલ્ફ ડિકલેરેશન આપવાનું રહેશે.
અન્ય પોસ્ટ:
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરો
1 Month Bill vs 2 Month Bill — બે મહિનાના બીલમાં શું ગ્રાહકને ઊંચો સ્લેબ લાગે છે? હકીકત શું છે?





