ગુજરાત સોલાર સબસિડી 2026 – ઘર પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો? તો ગુજરાત સરકારની વધારાની સોલાર સબસિડી વિશેની આ માહિતી તમારા માટે ઉપયોગી છે.
કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ ઘરેલુ વીજ ગ્રાહકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે સબસિડીની સુવિધા મળે છે અને હવે ગુજરાત સરકારે પણ આ યોજના હેઠળ વધારાની રાજ્ય સબસિડી જાહેર કરી છે.
આ આર્ટિકલમાં આપણે જાણીશું કે ગુજરાત સોલાર સબસિડી યોજના 2026 હેઠળ કોને લાભ મળી શકે છે, 1 kW અને 2 kW સોલાર સિસ્ટમ માટે કેટલા રૂપિયા ભરવાના રહેશે, સબસિડીની ગણતરી કેવી રીતે થાય છે, કઈ શરતો લાગુ પડે છે અને અરજી કેવી રીતે કરવી.
ગુજરાત સરકારની નવી સોલાર સબસિડી યોજના 2026 શું છે?
કેબિનેટ નિર્ણય: 21 October 2026
યોજના: PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના અંતર્ગત
મુખ્ય માહિતી
- ₹5,400: 1 કિલોવોટ માટે સામાન્ય/OBC વર્ગના પરિવારનો ફાળો.
- ₹2.700: 1 કિલોવોટ માટે SC/ST વર્ગના પરિવારનો ફાળો.
- 10% / 5%: સામાન્ય/OBC / SC-ST પરિવારે ભરવા પાત્ર.
3 લાખ+: પરિવારોને લાભનો અંદાજ (₹1,000 કરોડ).
આ યોજના શું છે?
કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનામાં ઘરની છત પર સોલાર લગાવવા માટે પહેલેથી સબસિડી મળે છે. હવે 21 ઓક્ટોબર 2026ની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારે તેના ઉપર ગુજરાત સરકારની વધારાની સબસિડીની જાહેરાત કરી છે.
એટલે હવે કેન્દ્ર સરકાર + રાજ્ય સરકાર બંનેની સહાય મળીને, તમારે બેન્ચમાર્ક ખર્ચનો ખૂબ નાનો હિસ્સો જ ભરવાનો રહે છે.
કોને લાભ મળશે?
આ યોજનાનો લાભ નીચે મુજબના ગ્રાહકોને મળશે:
- ઘરેલુ (રહેણાંક) વીજ ગ્રાહકો, જેમનું વીજ જોડાણ ગુજરાતની વીજ કંપનીમાં છે: DGVCL, MGVCL, PGVCL, UGVCL અથવા Torrent Power.
- પોતાના ઘરની છત પર 2 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારો. સરકારી જાહેરનામા મુજબ મર્યાદા 2.18 kWp છે.
- સામાન્ય/OBC વર્ગ: બેન્ચમાર્ક ખર્ચના ફક્ત 10% રકમ ભરવાની રહેશે.
- SC/ST વર્ગ: બેન્ચમાર્ક ખર્ચના ફક્ત 5% રકમ ભરવાની રહેશે.
બેન્ચમાર્ક ખર્ચ એટલે શું?
બેન્ચમાર્ક ખર્ચ એટલે સરકારે સોલાર સિસ્ટમ માટે નક્કી કરેલો પ્રમાણભૂત ખર્ચ. સબસિડીની ગણતરી આ ખર્ચ પરથી થાય છે.
| સોલાર સિસ્ટમ | બેન્ચમાર્ક ખર્ચ |
| 1 કિલોવોટ | ₹54,000 |
| 2 કિલોવોટ | ₹1,07,200 |
સબસીડીની પૂરી ગણતરી: કોણ કેટલા આપશે?
નીચેના ટેબલમાં બેન્ચમાર્ક ખર્ચ, કેન્દ્ર સરકારની સહાય, ગુજરાત સરકારની વધારાની સહાય અને ગ્રાહકે ચૂકવવાની રકમ દર્શાવવામાં આવી છે.
| સિસ્ટમ | બેન્ચમાર્ક ખર્ચ | કેન્દ્ર સરકારની સહાય | ગુજરાત સરકારની સહાય (સામાન્ય) | ગુજરાત સરકારની સહાય (SC/ST) | ગ્રાહકનો ફાળો (સામાન્ય 10%) | ગ્રાહકનો ફાળો (SC/ST 5%) |
| 1 કિલોવોટ | ₹54,000 | ₹32,400 | ₹16,200 | ₹18,900 | ₹5,400 | ₹2,700 |
| 2 કિલોવોટ | ₹1,07,200 | ₹62,880* | ₹33,600 | ₹38,960 | ₹10,720 | ₹5,360 |
મહત્વની નોંધ:
પેનલના કદ મુજબ “1 કિલોવોટ” અને “2 કિલોવોટ”ની સિસ્ટમ સામાન્ય રીતે આશરે 1.08 અને 2.16 kWની હોય છે, એટલે આંકડા પૂર્ણ સંખ્યામાં નથી.
સામાન્ય વર્ગ માટે ગ્રાહકનો ફાળો
| સોલાર સિસ્ટમ | ભરવા પાત્ર રકમ |
| 1 કિલોવોટ | ₹5,400 |
| 2 કિલોવોટ | ₹10,720 |
SC/ST વર્ગ માટે ગ્રાહકનો ફાળો
| સોલાર સિસ્ટમ | ભરવા પાત્ર રકમ |
| 1 કિલોવોટ | ₹2,700 |
| 2 કિલોવોટ | ₹5,360 |
ગણતરી સરળ રીતે સમજો
1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે:
બેન્ચમાર્ક ખર્ચ ₹54,000 − કેન્દ્રની સહાય ₹32,400 − ગુજરાત સરકારની સહાય ₹16,200 = તમારે આપવાના ₹5,400.
એટલે ગ્રાહકે બેન્ચમાર્ક ખર્ચના 10% ચૂકવવાના રહેશે.
ખાસ ધ્યાન રાખો: અસલી ખર્ચ
₹54,000 અને ₹1,07,200 એ સરકારે નક્કી કરેલો બેન્ચમાર્ક ખર્ચ છે.
અસલી ખર્ચ તમે કેવું સ્ટ્રક્ચર બનાવો છો (ઊંચું સ્ટ્રક્ચર, વધુ મજબૂત ફ્રેમ વગેરે) અને કયા વેન્ડર પાસે સિસ્ટમ લગાવો છો, એના પર આધાર રાખશે.
પરંતુ સબસિડી તો બેન્ચમાર્ક ખર્ચ પ્રમાણે જ મળશે.
એટલે જો વેન્ડરનો ભાવ બેન્ચમાર્ક કરતાં વધારે હોય, તો વધારાની રકમ તમારે જ ભરવી પડશે.
સૂચન: વેન્ડર પાસેથી કુલ ભાવ અને તમારે આપવાની રકમ લેખિતમાં લો.
મહત્વની શરતો
- સરકારી જાહેરનામા મુજબ, વધારાની સબસિડી 22 ઓક્ટોબર 2026 કે પછી ચાલુ થયેલી સિસ્ટમ પર જ મળશે.
- સબસિડી લીધા પછી 3 વર્ષ સુધી તમે વધારાની સોલાર ક્ષમતા ઉમેરી નહીં શકો.
- જો ઘરે પહેલેથી નાની સિસ્ટમ હોય, તો કુલ ક્ષમતા મર્યાદા (2.18 kWp)ની અંદર રહે ત્યાં સુધી વધારાની સિસ્ટમ પર લાભ લઈ શકાય.
- સિસ્ટમ નોંધાયેલા (Registered) વેન્ડર પાસેથી જ લગાવવી.
અરજી કેવી રીતે કરવી? — Step by Step
Step 1: પોર્ટલ પર Registration
PM સૂર્ય ઘર સત્તાવાર પોર્ટલ ખોલો.
રાજ્ય (Gujarat), તમારી વીજ કંપની (DISCOM), વીજ બિલ પરનો Consumer Number, મોબાઈલ નંબર અને Email નાખીને Registration કરો.
Step 2: Login કરી Rooftop Solar માટે અરજી
Consumer Number અને મોબાઈલ નંબરથી Login કરો અને Rooftop Solarનું અરજી ફોર્મ ભરો.
Step 3: વીજ કંપનીની મંજૂરી (Feasibility Approval)
તમારી વીજ કંપની અરજી તપાસીને મંજૂરી આપે છે. મંજૂરી મળ્યા પછી જ આગળ વધો.
Step 4: નોંધાયેલા Vendor પાસેથી સિસ્ટમ લગાવો
Portal પરના Registered Vendorમાંથી પસંદ કરો.
ભાવ, Structure, Panel અને Inverterની વિગતો લેખિતમાં લો.
Step 5: Plant Details સબમિટ કરો અને Net Meter માટે અરજી
Installation પછી Portal પર સિસ્ટમની વિગતો નાખો અને Net Meter માટે અરજી કરો.
Step 6: Inspection અને Commissioning
Net Meter લાગ્યા પછી વીજ કંપની Inspection કરે છે અને Portal પર Commissioning Certificate બને છે.
Step 7: Bank વિગતો આપો અને સબસિડી મેળવો
Portal પર Bank Accountની વિગતો અને Cancelled Cheque સબમિટ કરો.
કેન્દ્રની સબસિડી સીધી તમારા Bank Accountમાં આવે છે.
જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો પડશે:
- નવું લાઈટ બિલ (Consumer Number).
- આધાર કાર્ડ / ઓળખપત્ર.
- બેંક ખાતાની વિગતો.
- આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર.
- પોર્ટલ પર માંગ્યા મુજબના અન્ય દસ્તાવેજો.
સોલારના ફાયદા
- લાઈટ બિલમાં મોટી બચત.
- ઘરે જ પોતાની વીજળી.
- નેટ મીટરીંગથી વધારાની વીજળી ગ્રીડમાં મોકલી શકાય અને નિયમ મુજબ લાભ મેળવી શકાય.
- પ્રદૂષણમાં ઘટાડો અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન.
ટૂંકમાં યાદ રાખો
- ફક્ત ઘરેલુ વીજ ગ્રાહકોને લાભ, 2 કિલોવોટ સુધી.
- સામાન્ય/OBC વર્ગ: બેન્ચમાર્ક ખર્ચના 10%.
- SC/ST વર્ગ: બેન્ચમાર્ક ખર્ચના 5%.
- 22 ઓક્ટોબર 2026 કે પછી ચાલુ થયેલી સિસ્ટમ માટે વધારાની સબસિડી.
- સબસિડી લીધા પછી 3 વર્ષ સુધી સોલાર ક્ષમતા વધારી નહીં શકાય.
- અરજી સત્તાવાર પોર્ટલ પરથી કરો અને Registered વેન્ડર પાસેથી જ સિસ્ટમ લગાવો.
વધુ ઉપયોગી માહિતી માટે
Instagram, Facebook અને YouTube પર GEB Guru ને ફોલો કરો.
Instagram: GEB Guru
Facebook: GEB Guru
YouTube: GEB Guru





