PGVCL Bill Payment Receipt Download: PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો. બીલની રસીદ (રીસીપ્ટ) તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.
ટૂંકમાં માહિતી – PGVCL Bill Payment Receipt Download
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
- રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
- પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
- પછી પેયમેન્ટ હિસ્ટરીમાં જય ને તમારો ગ્રાહક નંબર અને સમયગાળો સિલેક્ટ કરો.
- હવે તમારા દ્વારા ભરવામાં આવેલ બધી બીલની રસીદ બતાવશે.
- હવે બીલની રસીદ ડાઉનલોડ કરવા માટે રસીદ નંબર પર ક્લિક કરો એટલે બીલ રસીદ ડાઉનલોડ થય જશે.
- વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.
વિડીઓ જુઓ – PGVCL Bill Payment Receipt Download Video
રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal
સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે તમારા PGVCLના ગ્રાહક નંબર એડ કરવા પડશે.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો
PGVCLના બીલની રસીદ કઈ રીતે ડાઉનલોડ કરવી? – How to Download PGVCL Bill Payment Receipt?
ઉપર મુજબ ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે આપેલ ફોટા મુજબ બતાવશે. જો નીચે મુજબ લીસ્ટ ન બતાવે તો હોમ પેજ પર જઈને પછી Manage Account પર ક્લીક કરશો એટલે બતાવશે.
- હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે જુના બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Payment History પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરની રસીદ ડાઉનલોડ કરવી હોય તેના ગ્રાહક નંબર અને જે તારીખથી રસીદ જોવી હોય તે તારીખ અને હાલની તારીખ સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ રસીદ નંબર (Receipt no), ભરેલ બીલની તારીખ (Collection Date), ભરેલ રકમ (Transaction Amount), ભરેલ મોડ (Mode of Payment) વગેરે માહિતી જોવા મળશે.
- હવે તમારે જે પણ રસીદ ડાઉનલોડ કરવી હોય એના રસીદ નંબર (Receipt no) પર ક્લીક કરો એટલે રસીદ ખુલશે તેમાંથી Print બટન પર ક્લીક કરો એટલે ડાઉનલોડનું ઓપ્સન આવશે.
- હવે Print પર ક્લીક આપ્યા પછી સેવ કરવા માટે કમ્પ્યુટરમાં નીચે મુજબ ઓપ્સન આવશે તેમાંથી તમારે Save as PDF સીલેક્ટ કરીને નીચે આપલે Save બટન પર કલીક કરવાનું રહેશે.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ભરેલ બીલની રસીદ ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. શું હું અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકું?
– હા, તમે અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકો છો. બીલની રસીદ તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.
2. મારા ભરેલ બીલને મારા ખાતામાં અપડેટ થતાં કેટલો ટાઈમ લાગે ?
– જો તમે બીલ ઓનલાઈન ભરો છો તો તેને અપડેટ થવામાં 2 થી 3 દિવસનો સમય લાગે એ પછી તે તમારા ખાતામાં બતાવશે.
3. શું ડાઉનલોડ કરેલી રસીદ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકાર્ય છે?
– હા, પીજીવીસીએલ ઓનલાઈન પોર્ટલ પરથી તમે જે રસીદ ડાઉનલોડ કરો છો તે એક માન્ય દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમારા રેકોર્ડ અથવા અન્ય કોઈપણ જરૂરી હેતુ માટે થઈ શકે છે.
અન્ય પોસ્ટ:
PGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી
PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
PGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો
ગુગલ પે ની મદદથી PGVCLના બીલની રકમ જોવા
I thank you for taking this much hard work for putting your knowledge before the consumers of PGVCL. However, I would like to put an important query before you. Downloading payment receipt is definitely done with your guidance. The very important point is that it is not in its regular official format. Simply acknowledgement is not sufficient to prove that an acknowledgement is a valid payment receipt. To that extent PGVCL is lagging behind in computerized records. What is your opinion?
Thank you for Appreciating my work.. Yes i know that this is Payment Acknowledgement but it is valid proof of your payment because of it’s from official site. if you make payment from official website https://mpay.guvnl.in/paytm/QuickPay.php then there is option to download your Payment receipt after payment successful.