DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો 2024 – DGVCL Name Transfer or Change Application Online

DGVCL Name Transfer Application: DGVCLમાં નામ બદલીની અરજી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો. નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે.

Read this post in English

બીલમાં નામ બદલવાની ક્યારે જરૂર પડે?

  • તમે મકાન વેચાતું લીધું છે તેમાં જુના મકાન માલિકનું નામ આવતું હોય ત્યારે.
  • મકાન વારસાઈમાં આવેલ હોય ત્યારે જુના નામ માંથી તમારા નામે કરવા.
  • ઉપર મુજબના બે મુખ્ય કિસ્સામાં અથવા બીજા કોઈ કારણો સર નામ બદલવાની જરૂર પડે.

ટૂંકમાં માહિતી

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
  • હોમ પેજ પરથી LT Name Change પર ક્લીક કરો.
  • પછી નવા ગ્રાહકની વીગત ( ગ્રાહકનું નામ) દાખલ કરો.
  • પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે પેમેન્ટ કરી અને તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે તમારી અરજી CPCમાં કોર્પોરેટ ઓફિસ ખાતે જશે જ્યાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે. પછી તમારી અરજી આગળ વધશે.

રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal

સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે જે પણ બીલમાં નામ બદલી કરવાની છે તેનો ગ્રાહક નંબર એડ કરવા પડશે. અહીં તમે એક કરતા વધુ ગ્રાહક નંબર એડ કરી શકશો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી? – DGVCL Name Transfer Application

– ઉપર મુજબ ગ્રાહક નંબર એડ કર્યા પછી હોમ પેજ પર જઈને ડાબી બાજુ આપેલ LT Name Change પર ક્લીક કરો જે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.

DGVCL Name Transfer Application

– હવે નીચે મુજબ પેજમાં તમારા જેટલા ગ્રાહક નંબર એડ કરેલ હશે તે ડ્રોપ-ડાઉન મેનુમાં બતાવશે. તેમાંથી જે ગ્રાહક નંબરમાં નામ બદલવું છે તે સિલેક્ટ કરીને નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.

Name Transfer Application DGVCL

નવા ગ્રાહકની વિગતો દાખલ કરો – Applicant Detail

– હવે નીચે મુજબ પેજમાં જુના ગ્રાહકની વીગતો બતાવશે જેવી કે જુના ગ્રાહકનું નામ, કેટેગરી, લોડ વગેરે માહિતી બતાવશે.

– હવે નીચે આપેલ પેજમાં તમારે નવા ગ્રાહકની વીગત ભરવાની રહેશે. નીચે મુજબની વીગતો કેવી રીતે ભરવી તે માહિતી નીચે મુજબ આપેલ છે.

DGVCL Name Transfer Application
Nameજેમાં નવા ગ્રાહકનું નામ દાખલ કરો.
Reasonજેમાં તમારે નામ બદલાનાનું કારણ સિલેક્ટ કરવાનું રહેશે. (તેમાં તમે Other સિલેક્ટ કરો)
Security Depositજેમાં બે ઓપ્સન આપેલ છે.
  1. Entire amount to be paid by consumer: પૂરે પૂરી નવી સિક્યુરીટી ડીપોજીટ નવા ગ્રાહક દ્વારા ભરવી
  2. Difference amount to be paid by consumer: ડીફરન્ટની રકમ નવા ગ્રાહક દ્વારા ભરવી (જેમાં જુના ગ્રાહકની સિક્યુરીટી ડીપોજીટ સાથે એડજસ્ટ કરવામાં આવશે અને એ પ્રમાણે નવી ડીપોજીટ ભરવાની થશે)
  • Security Deposit માં તમે જો મકાન વેચાતું લીધેલું છે તો પહેલુ ઓપ્સન Entire amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જુના ગ્રાહકને તેની ડીપોજીટ પરત જોઈતી હોય તો તે તેના માટેની અરજી કરીને પરત મેળવી શકશે.
  • Security Deposit માં જો મકાન વારસાઈમાં આવેલ છે તો બીજું ઓપ્સન Difference amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જૂની ડીપોજીટ સાથે એડજસ્ટ કરીને ડીફરન્ટની રકમ ભરવી પડશે.
  • Old Security Deposit Amount Already Paid by consumer : આની અંદર જૂની ભરેલી ડીપોજીટની રકમ બતાવશે.
  • ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ નીચે Submit બટન પર ક્લીક કરો.

ડોક્યુમેન્ટ ઉમેરો – Documents Upload

– હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

DGVCL Name Change
Photo Graphઅહિયાં તમારે નવા ગ્રાહકનો પાસપોર્ટ સાઈજનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટાની સાઈઝ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ.
Signatureઅહિયાં તમારે એક કોળા કાગળમાં નવા ગ્રાહકની સહી કરી અને ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. તેની સાઈઝ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ.
Identity Proofઆની અંદર તમારે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પેન કાર્ડ વગેરે માંથી એક અપલોડ કરો. ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf હોવું જોઈએ.
Ownership Proofઆની અંદર તમારે જગ્યાની માલિકીનો હક દર્શાવતું પ્રુફ અપલોડ કરવું પડશે. જેમકે આકારણી પત્ર, વેરા પોંચ, મયુંન્સીપાલ ટેક્ષ રસીદ, વેચાણ દસ્તાવેજ કોપી વગેરે.
Original receipt for payment of Security depositઆની અંદર જો તમારી જૂની ડીપોજીટ ભરેલ રકમની પોંચ હોય તો તે અપલોડ કરો અથવા નહી કરો તો પણ ચાલશે.
Consent of Partner on Rs. 300 Stamp (Duly notarized) if property is jointly ownedજો મકાન એક કરતા વધારે ખાતેદારના નામે હોય તો જેના નામે કરવાનું હોય તેના સિવાય બીજા બધાનું રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવેલ સંમતિ પત્ર.
  • ઉપર મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.

એ-વન ફોર્મ ડાઉનલોડ – A1 Form Download

– હવે નીચે મુજબ પેજમાં તમારે કેટલા રૂપિયા ભરવા પડશે તે બતાવશે અને પેમેન્ટ માટેની લીંક આપેલ હશે. તમારો એપ્લિકેશન નંબર અને એ-વન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આવશે. તમારું ફોર્મ ડાઉનલોડ કરવા માટે View Your Application (A1 Form) પર ક્લીક કરો.

DGVCL Name Transfer Application

– હવે નીચે મુજબ નવા ટેબમાં તમારું એ-વન ફોર્મ ખુલી જશે તેને ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે તમારું એ-વન ફોર્મ ડાઉનલોડ થઈ જશે.

DGVCL Name Change Online

– હવે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ પેમેન્ટ કરવા માટે નીચે મુજબના પેજમાંથી Pay Now બટન પર ક્લીક કરો.

DGVCL Name Transfer online

પેમેન્ટ કરો – Payment

– હવે નીચે મુજબ પેજમાં અમુક સરતો (Condition) આપેલ હશે તે વાંચી અને નીચે આપેલ ચેક બોક્ષમાં ટીક કરીને Submit બટન પર ક્લીક કરો.

DGVCL Name Transfer

– હવે નીચે મુજબ પેજમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Submit બટન પર ક્લીક કરો.

DGVCL Name Transfer

– હવે નીચે મુજબ ગ્રાહકનું નામ અને ભરવા પાત્ર રકમ હેડ વાઈજ બતાવશે અને નીચે આપેલ Pay Now બટન પર ક્લીક કરો.

DGVCL Name Transfer

– હવે Disclaimer પેજ આવશે તેમાં નીચે આપેલ Continue બટન આપલે હશે તેના ઉપર ક્લીક કરો એટલે નીચે મુજબ પેમેન્ટ માટેનો ડાયલોગ આવશે. તેમાંથી તમે કોઈપણ પેમેન્ટ મેથડ સીલેક્ટ કરીને તમારું પેમેન્ટ કરી શકશો.

DGVCL Name Transfer

– હવે UPI ઉપર ક્લીક કરીને નીચે મુજબ QR Code આવશે તેને તમારા કોઈપણ પેમેન્ટ એપમાંથી સ્કેન કરીને પેમેન્ટ કરો.

DGVCL Name Transfer

– હવે તમારું પેમેન્ટ થયા બાદ નીચે મુજબ તમારી પેમેન્ટની રસીદ ઓપન થશે અને તેને સેવ કરવા માટે નીચે આપેલ Print બટન પર ક્લીક કરો એટલે PDF સેવ થઈ જશે. નીચે આપેલ રસીદ ખાલી ઉદાહરણ તરીકે આપેલ છે.

DGVCL Name Transfer
  • પેમેન્ટ થયા પછી તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે અને જો કોઈ ક્વેરી (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
  • જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે દસ્તાવેજને નકારી શકે છે. તે જ દસ્તાવેજ અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવા પડશે.
  • આ રીતે તમારી નામ બદલીની અરજી થઈ જશે જેનું સ્ટેટસ Check Application Status ઉપર જઈ ને ચેક કરી શકશો.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને નામ બદલીની અરજી કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. DGVCLના બીલમાં નામ બદલીની અરજી કેવી કરવી?

– DGVCLના બીલમાં નામ બદલીની અરજી તમે ઓનલાઈન ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.

2. જો મારી નામ બદલીની અરજીમાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો શું કરવું?

જો તમારી અરજીમાં પ્રોબ્લેમ આવે છે, તો DGVCL સામાન્ય રીતે કારણ આપશે. અને જો જરૂરી દસ્તાવેજ ફરીથી અપલોડ કરવાના થાય તો તમે ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરીને કરી શકોશો.

3. શું હું મારી અરજીનું સ્ટેટસ ટ્રૅક કરી શકું?

હા, તમે ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ તેમાંથી Check Application Status માં જઈને તમારી નામ બદલીની અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો.

4. નામ બદલવાની અરજી કર્યા પછી નામ બદલવામાં કેટલો સમય લાગે છે?

નામ બદલવાની અરજી કર્યા પછી નામ બદલવામાં સામાન્ય રીતે એકથી બે મહિના જેવો સમય લાગી શકે છે.

join WhatsApp group

અન્ય પોસ્ટ:

DGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

DGVCLમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવો

DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

DGVCLના બીલનું ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

24 thoughts on “DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો 2024 – DGVCL Name Transfer or Change Application Online”

  1. Me 24 november e arji kari che maru online status accepted che me payment je diffrence ma hato e karelo ne manage account ma bhi maru change thayelu name batave che to have light bill ma name change thayne kyare aawse kemke office bahu dur che ghare thi ne hamna amuk reason thi atli dur javay ewu bhi nathi to office jaya vager thase ke ni plz ans me.

    Reply
  2. HI BHAI ME TAMARI WEBSITE JOI BV MAST CHHE MARE TAMARA JEVI WEBSITE BANAVI CHHE PLEASE KAI CONTACT MADI SAKE KE KYATHI WEBSITE BANAVI?

    Reply
  3. Father na death Thai gya baad , son nu name add karva mate grampanchayat vera pavti chali jse … ownership ma

    Reply
    • આ બધી માહિતીનો મુસદ્દો તૈયાર કરવા બદલ આભાર, તેનાથી મને મારા ઘર માટે નામમાં ફેરફાર જાતે ભરવાનો વિશ્વાસ મળ્યો. મેં બતાવ્યા પ્રમાણે બધું કર્યું, મેં ચુકવણી કરી. પેમેન્ટ કર્યા પછી, મને પેમેન્ટ કન્ફર્મેશન પેજ મળ્યું. પરંતુ જ્યારે હું “check application status” પર જાઉં છું ત્યારે મને કોઈ એપ્લિકેશન પ્રગતિમાં દેખાતી નથી, તો શું હું મારી અરજીના પ્રતિબિંબ માટે થોડા દિવસો રાહ જોઉં? મારી પાસે ચુકવણીની કન્ફર્મેશન છે

      Reply
      • આભાર. જો તમે પેમેન્ટ કરી દીધું હશે તો Check Application Status ની અંદર બતાવે તમાર એપ નંબર સાથે.

        Reply
  4. Society name ma spelling mistake che to te kevi rite sudharo karvo. Orchid fantasia ni jagya ye ORCHID FANTACICE LAKHELU VE CHE

    Reply
  5. Consent of old consumer for SD Transfer on Rs. 300 Stamp (Duly notarized)for 3 Phase consumers for other than residential category and without stamp for 1 Phase consumers
    aa ma su uplod karvnu ne aa farajiyat aave che

    Reply
    • જેમાં જુના ગ્રાહકની ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવેલ સંમતિ પત્ર કે જેમા જૂની ડીપોજીટ નવા ગ્રાહકમાં ટ્રાન્સફર કરે તો જુના ગ્રાહકને વાંધો નથી એવી સંમતિ પત્ર.

      Reply
  6. plz tell me, ownership proof ma 1 karata vadhare name hoy to darek nu name add karavu pade ke khali ek nu j??
    and jo 1 karata vadhare name hoy to “Consent of Partner on Rs. 300 Stamp (Duly notarized) if property is jointly owned” ma je stamp add karavu pade te mateno sample hoy to aapjo plz.

    Reply
    • Ownership proof માં જો એક કરતા વધારે નામ હોય તો જેના નામે કરવાનું છે તેના છીવાય જેટલા નામ છે તે બધાના નામ એડ કરવા પડે અને તેના માટે તમે વકીલને કહો એટલે કરી દેશે તેની પાસે ફોરમેટ હોય જ નોતટરીનું.

      Reply
  7. Badha documents upload karya baad niche mujab no message aave chhe ane aagad application nathi jati.
    “Contact Nearest SubDivision… Your application can not process”

    What to do next..?

    Reply

Leave a comment