ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતર માટે નવું ખેતીવાડી વીજ કનેક્શન (Agriculture Connection) લેવા માંગતા હો, તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ખેતીવાડી કનેક્શનનો ખર્ચ કેટલો થાય છે?
આ આર્ટીકલમાં આપણે Agriculture Connection Cost, Registration Fee, FQ Charges, Test Report Fee અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વિશે જાણીશું.
નવા ખેતીવાડી કનેક્શન માટે સૌથી પહેલા શું કરવું? | Agriculture Connection Process
નવું ખેતીવાડી કનેક્શન મેળવવા માટે સૌપ્રથમ અરજી (Application) કરવાની રહે છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. અરજી સ્વીકાર્યા બાદ Registration Fee ભરવાની રહે છે.
રજીસ્ટ્રેશન ચાર્જ | Registration Charge
નવા Agriculture Connection માટે અરજી કર્યા બાદ ₹200 Registration Fee ભરવાની રહે છે. આ ફી ભર્યા પછી વીજ કંપની દ્વારા તમારી અરજીની પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે.
રજીસ્ટ્રેશન ચાર્જ – ₹ 200
FQ (Firm Quotation) શું છે?
રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી વીજ કંપની દ્વારા Firm Quotation (FQ) જનરેટ કરવામાં આવે છે. FQ એ કનેક્શન માટે ભરવાની મુખ્ય રકમ છે. આ રકમ તમારા લોડ (HP – Horse Power) મુજબ અલગ અલગ હોય છે.
FQ ચાર્જ | Agriculture Connection FQ Charges
નીચે કેટલાક સામાન્ય HP માટેના FQ ચાર્જ દર્શાવવામાં આવ્યા છે:
| લોડ (HP -Horse Power) | FQ Charges (રૂ.) |
|---|---|
| 5 HP | ₹ 7635 |
| 7.5 HP | ₹ 8053 |
| 10 HP | ₹ 14320 |
| 12.5 HP | ₹ 14825 |
| 15 HP | ₹ 15330 |
| 17.5 HP | ₹ 24835 |
| 20 HP | ₹ 25340 |
| 25 HP | ₹ 26350 |
નોંધ: ઉપર આપેલ FQ ની રકમ હાલના રેટ મુજબ છે. જેમાં અમુક ટાઈમે વીજ કંપની દ્વારા ફેરફાર થઈ શકે છે. અરજી સમયે જનરેટ થયેલી FQ ની રકમ મુજબ ચુકવણી કરવી.
ટેસ્ટ રીપોર્ટ ચાર્જ | Test Report Charge
ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરતી વખતે માત્ર ₹20 Test Report Fee ભરવાની રહે છે. ટેસ્ટ રિપોર્ટ મંજૂર થયા પછી આગળની ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
ટેસ્ટ રિપોર્ટ ચાર્જ – ₹ 20
ખેતીવાડી કનેક્શન માટે કુલ કેટલો ખર્ચ થાય?
નવા Agriculture Connection માટે મુખ્ય ખર્ચ નીચે મુજબ હોય છે:
1. Registration Fee – ₹200
2. FQ Charges
લોડ (HP) મુજબ અલગ અલગ
- 5 HP – ₹7635
- 7.5 HP – ₹8053
- 10 HP – ₹14320
- 12.5 HP – ₹14825
3. Test Report Fee – ₹20
નવા ખેતીવાડી કનેક્શનનો ખર્ચ માટેનો વિડીઓ જુઓ
નિષ્કર્ષ
નવા Agriculture Connection માટે સૌથી પહેલા અરજી કરવાની રહે છે. ત્યારબાદ ₹200 Registration Fee ભરવાની રહે છે. પછી HP મુજબ FQ Charges ભરવાના રહે છે અને અંતે Government Approved Contractor દ્વારા Test Report બનાવી ₹20 Test Report Fee ભરવાની રહે છે.
ખેડૂત મિત્રો, તમને ખેતીવાડી કનેક્શન માટે કઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જરૂર જણાવો.
અન્ય પોસ્ટ:
નવા ખેતીવાડી વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ
⚡નવા વીજ કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ એટલે શું?





