તમારા લાઈટ બિલમાં (Electricity Bill) ક્યારેય L, F અથવા C Status લખેલું આવ્યું છે?
જો હા, તો તમને પણ પ્રશ્ન થયો હશે કે Light Bill Status માં L Status એટલે શું? F Status કેમ આવે છે? C Status ક્યારે આવે છે? અને આ ત્રણેય પ્રકારના બિલ કેવી રીતે બનાવવામાં આવે છે?
ઘણા ગ્રાહકોને લાઈટ બિલમાં આવતા આ Status વિશે સંપૂર્ણ માહિતી હોતી નથી. ખાસ કરીને PGVCL, DGVCL, MGVCL અને UGVCLના ગ્રાહકોને બિલમાં L, F અથવા C Status જોવા મળે ત્યારે બિલના Reading અને Units વિશે પ્રશ્નો થાય છે.
L Status એટલે શું?
L Status એટલે લોક બીલ (Lock Bill)
જ્યારે મીટર રીડર તમારું લાઈટ બિલ બનાવવા માટે આવે છે, ત્યારે તેને મીટરનું વાસ્તવિક રીડીંગ લેવું જરૂરી હોય છે.
પરંતુ જો તે સમયે:
- ઘર બંધ હોય,
- દુકાન બંધ હોય,
- મીટરવાળી જગ્યા બંધ હોય,
- અથવા કોઈ કારણસર મીટર જોઈ શકાય નહીં,
તો મીટર રીડર વાસ્તવિક Meter Reading લઈ શકતો નથી.
આવા કિસ્સામાં L Status એટલે લોક બિલ આપવામાં આવે છે.
Lock Bill કેવી રીતે બને છે?
જ્યારે મીટરનું Actual Reading મળી શકતું નથી ત્યારે અગાઉના વપરાશના આધારે એવરેજ (Average Unit Bill) મુજબ બિલ આપવામાં આવે છે.
એટલે લોક બીલમાં તમને એવરેજ યુનિટના આધારે બિલ આપે છે.
અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે.
ઘણા ગ્રાહકો કહે છે:
“મારું બિલ 120 યુનિટનું આવ્યું છે, પરંતુ Current Reading અને Previous Reading તો સરખા જ છે. તો 120 યુનિટ કેવી રીતે આવ્યા?”
આ પ્રશ્ન ખૂબ સામાન્ય છે.
Current Reading અને Previous Reading સરખા કેમ હોય છે?
જ્યારે મીટર રીડર તમારા મીટર સુધી પહોંચી શક્યો નથી અથવા મીટર જોઈ શક્યો નથી, ત્યારે Actual Current Reading લેવામાં આવ્યું નથી.
એટલા માટે બિલમાં Actual Reading મુજબ યુનિટની ગણતરી કરવામાં આવતી નથી.
તેના બદલે લાગુ પડતી બિલિંગ પ્રક્રિયા મુજબ Average બિલના આધારે Provisional Bill આપવામાં આવે છે.
પછી Actual Reading મળે ત્યારે શું થાય?
હવે માનો કે આવતી વખતે મીટર રીડર તમારા મીટર સુધી પહોંચી શકે છે.
ત્યારે તમારા મીટરનું Actual Reading લેવામાં આવે છે.
હવે વાસ્તવિક Reading પ્રમાણે તમારા વપરાશના યુનિટની ગણતરી કરવામાં આવે છે.
આ દરમિયાન અગાઉ આપવામાં આવેલ લોક બિલને Provisional Bill તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ Actual Reading આધારે બનતા બિલમાં તેનો જરૂરી Adjustment કરવામાં આવે છે.
એટલે Lock Bill આવ્યું હોય ત્યારે તરત એવું માનવું નહીં કે તમારા યુનિટ ખોટી રીતે ગણવામાં આવ્યા છે.
F Status એટલે શું?
F Status એટલે ફોલ્ટી બિલ (Faulty Bill)
જ્યારે તમારા વીજ મીટરમાં કોઈ ખામી હોય અને તેના કારણે યોગ્ય Meter Reading મેળવી શકાતું ન હોય, ત્યારે Faulty Statusનું બિલ આપવામાં આવી શકે છે.
ઉદાહરણ તરીકે:
- મીટરની ડિસ્પ્લે બંધ હોય
- મીટરમાં રીડીંગ સરખા દેખાતા ન હોય
- મીટર યોગ્ય રીતે કામ ન કરતું હોય
- મીટરમાં અન્ય કોઈ ટેક્નિકલ ખામી હોય
આવા કિસ્સામાં Actual Reading મેળવવામાં મુશ્કેલી પડે છે એટલે ફોલ્ટીનું બિલ આપવામાં આવે છે.
Faulty Meterનું બિલ કેવી રીતે બને છે?
જો મીટર Faulty હોય અને વાસ્તવિક રીડીંગ મેળવી શકાતું ન હોય, તો બિલિંગ માટે અગાઉના વપરાશના આધારે એવરેજ (Average Unit Bill) આપવામાં આવે છે.
એટલે Faulty Billમાં પણ ગ્રાહકને Average Units પ્રમાણે બિલ આપવામાં આવે છે.
F Statusનું બિલ કેટલા સમય સુધી આવે છે?
જો મીટર Faulty છે અને સમસ્યા દૂર કરવામાં આવી નથી, તો જ્યાં સુધી મીટરની સમસ્યાનું નિરાકરણ અથવા મીટર બદલવામાં નહી આવે ત્યાં સુધી Faulty નું બિલ ચાલુ રહી શકે છે.
જો તમારા લાઈટ બિલમાં વારંવાર F Status આવી રહ્યું હોય, તો તેને અવગણવાને બદલે મીટરની તપાસ અને જરૂરી કાર્યવાહી માટે વીજ કંપનીમાં અરજી/ફરિયાદ કરવી યોગ્ય છે.
મીટર ખરાબ હોય તો શું કરવું?
જો તમને લાગે કે તમારું મીટર ખરાબ છે, Display બંધ છે અથવા Reading દેખાતું નથી, તો મીટર બદલવા માટેની પ્રક્રિયા વિશે માહિતી મેળવીને જરૂરી અરજી કરી શકો છો.
અમારી YouTube ચેનલ GEB Guru પર મીટર બદલવાની પ્રક્રિયા અંગેનો વિડિયો બનાવેલ છે જેની લિક નીચે આપેલ છે.
👉 Meter Change Process Video: મીટર ખરાબ થઈ ગયું છે? મીટર બદલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા
👉 મીટર બદલવાનું ફોર્મ ડાઉનલોડ કરો: મીટર બદલવા માટેની અરજી કરો
C Status એટલે શું?
C Status એટલે મીટર ચેન્જ (Meter Change)
જ્યારે જૂનું મીટર કાઢીને નવું મીટર લગાવવામાં આવે છે, ત્યારબાદ આવતા બિલમાં C Status જોવા મળી શકે છે.
આવા બિલમાં મીટર બદલવાની ઘટનાને ધ્યાનમાં રાખીને જૂના અને નવા મીટરની Readingનો હિસાબ કરવામાં આવે છે.
C Statusનું બિલ કેવી રીતે બને છે?
મીટર બદલવામાં આવે ત્યારે સામાન્ય રીતે બે Reading મહત્વની બને છે:
1. જૂના મીટરનું Last Reading
જૂનું મીટર કાઢવામાં આવે ત્યારે તેનું છેલ્લું Reading નોંધવામાં આવે છે.
2. નવા મીટરનું Reading
નવું મીટર લગાવ્યા પછી નવા મીટરમાં જે Reading થાય છે તે પણ બિલિંગમાં ધ્યાનમાં લેવામાં આવે છે.
આ બંને સમયગાળાના વપરાશને ધ્યાનમાં રાખીને બિલ તૈયાર કરવામાં આવે છે.
એટલે C Statusનું બિલ જોઈને માત્ર નવા મીટરના Reading પરથી આખા બિલનો અંદાજ લગાવવો યોગ્ય નથી.
Light Bill Status નિષ્કર્ષ
હવે જ્યારે તમારા Electricity Bill અથવા Light Billમાં L, F અથવા C Status દેખાય, ત્યારે તેનો અર્થ સમજવો સરળ રહેશે.
L Status – લોક બિલ (Lock Bill)
F Status – ફોલ્ટી બિલ (Faulty Bill)
C Status – મીટર ચેન્જ (Meter Change Bill)
આ ત્રણેય Status અલગ અલગ પરિસ્થિતિમાં બિલિંગ સાથે જોડાયેલા છે.
જો તમારા PGVCL, DGVCL, MGVCL અથવા UGVCL Billમાં L, F અથવા C Status અંગે કોઈ પ્રશ્ન તો નીચે Commentમાં પૂછો.
આવી જ ઉપયોગી માહિતી માટે GEB Guruને Follow અને Subscribe કરો.
Lock, Faulty અને Meter Change બિલ બાબતનો માટેનો વિડીઓ જુઓ
અન્ય પોસ્ટ:
શહેરમાં નવું ઘરનું લાઈટ કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે?
નવા ખેતીવાડી કનેક્શનનો ખર્ચ કેટલો થાય?
નવા ખેતીવાડી વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ





