ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે એક જ સર્વે નંબરમાં કેટલા ખેતીવાડી વીજ કનેકશન મળી શકે? અને જો એક જ સર્વે નંબરમાં બીજું ખેતીવાડી કનેકશન લેવું હોય તો શું કરવું?
એક સર્વે નંબરમાં બીજું કનેકશન ક્યારે મળી શકે? – Second Agriculture Connection
સામાન્ય રીતે એક સર્વે નંબરમાં એક ખેતીવાડી વીજ કનેકશન આપવામાં આવે છે.
પરંતુ જો એક જ સર્વે નંબરમાં જમીન 20 વિઘાથી વધુ અથવા 8 એકરથી વધુ હોય, તો લાગુ પડતા નિયમો અને શરતો મુજબ બીજું ખેતીવાડીનું વીજ કનેકશન મળી શકે છે.
⚠️ માત્ર જમીનનું ક્ષેત્રફળ વધારે હોવાથી કનેકશન આપમેળે મંજૂર થતું નથી. જરૂરી દસ્તાવેજો, વીજ કંપનીના લાગુ નિયમો અને ટેક્નિકલ યોગ્યતા મુજબ અંતિમ મંજૂરી આપવામાં આવે છે.
ખેડૂતો માટે મહત્વની વાત
જો તમે એક જ સર્વે નંબરમાં બીજું Agriculture Electricity Connection / Khetiwadi Connection લેવા માંગતા હો, તો તમારી જમીનનું ક્ષેત્રફળ અને લાગુ પડતી શરતો તપાસવી જરૂરી છે.
તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો.
PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત નવી માહિતી માટે GEBGuru ને Follow કરો.
અન્ય પોસ્ટ:
7/12 માં એકથી વધુ ભાગીદારો હોય તો ખેતીવાડી વીજ કનેક્શન કેવી રીતે લેવું?
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો





