Smart Meter Rebate – 1 એપ્રિલ 2026 ના નવા ટેરિફ મુજબ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને હવે બે મોટા ફાયદા મળી રહ્યા છે.
✅ બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજળી વાપરવા પર ₹0.60 પ્રતિ યુનિટ TOD Rebate
✅ Prepaid Mode માં Postpaid કરતા ઓછો Energy Charge Rate
આ આર્ટિકલમાં આપણે TOD Rebate, Postpaid અને Prepaid Unit Rates સમજીએ.
TOD Rebate શું છે?
TOD (Time of Day) Rebate એ સ્માર્ટ મીટર ગ્રાહકોને મળતી વિશેષ રાહત છે.
જો તમે બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન વીજળીનો ઉપયોગ કરો છો તો તે સમય દરમિયાન વપરાયેલા દરેક યુનિટ પર ₹0.60 ની રાહત મળે છે.
TOD Rebate નું ઉદાહરણ
માની લો કે એક મહિનામાં કુલ 250 યુનિટ વપરાશ થયો.
તેમાંથી 50 યુનિટનો વપરાશ 11 AM થી 5 PM દરમિયાન થયો.
તો Rebate ની ગણતરી:
50 × ₹0.60 = ₹30
એટલે ગ્રાહકને ₹30 ની સીધી રાહત મળશે.
તેથી Washing Machine, Water Pump, Geyser, Iron જેવા વધુ વીજળી વાપરતા ઉપકરણો દિવસ દરમિયાન ચલાવવાથી વધુ લાભ મળી શકે છે.
Postpaid અને Prepaid Energy Charge Rates
Prepaid Mode માં 3% ઓછો Energy Charge Rate છે Postpaid કરતા.
RGPU ટેરિફ – Postpaid અને Prepaid Energy Charge Rates
| યુનિટ સ્લેબ | Postpaid | Prepaid |
|---|---|---|
| પ્રથમ 50 યુનિટ | ₹3.05 | ₹2.96 |
| પછીના 50 યુનિટ | ₹3.50 | ₹3.40 |
| પછીના 150 યુનિટ | ₹4.15 | ₹4.03 |
| 250 થી ઉપર | ₹5.20 | ₹5.04 |
RGPR ટેરિફ – Postpaid અને Prepaid Energy Charge Rates
| યુનિટ સ્લેબ | Postpaid | Prepaid |
| પ્રથમ 50 યુનિટ | ₹2.65 | ₹2.57 |
| પછીના 50 યુનિટ | ₹3.10 | ₹3.01 |
| પછીના 150 યુનિટ | ₹3.75 | ₹3.64 |
| 250 થી ઉપર | ₹4.90 | ₹4.75 |
Prepaid Mode ના મુખ્ય ફાયદા
✅ ઓછો Energy Charge Rate
✅ વધુ વીજળી વપરાશમાં વધુ બચત
✅ Online Recharge ની સુવિધા
✅ Energy Consumption પર વધુ નિયંત્રણ
✅ TOD Rebate નો વધારાનો લાભ
સ્માર્ટ મીટર ગ્રાહકો માટે Prepaid Mode અને TOD Rebate બંને મોટી બચત આપી શકે છે.
જો તમે Prepaid Mode નો ઉપયોગ કરો છો અને 11 AM થી 5 PM દરમિયાન વધુ વપરાશ કરો છો તો વીજળીના બિલમાં સારી એવી રાહત મેળવી શકો છો.
તેથી Smart Meter ધરાવતા ગ્રાહકોએ Prepaid Mode અને TOD Rebate નો લાભ જરૂર લેવો જોઈએ.
TOD Rebate અને Prepaid Mode માં 3% સુધી બચતનો વિડીઓ જુઓ 👇👇
અન્ય પોસ્ટ:
યુનિટ એટલે શું? | યુનિટ (kWh) કેવી રીતે ગણાય છે?
નવા વીજ કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ એટલે શું?
નવા ખેતીવાડી વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ





