1 Month Bill vs 2 Month Bill — બે મહિનાના બીલમાં શું ગ્રાહકને ઊંચો સ્લેબ લાગે છે? હકીકત શું છે?

શું તમારા ઘરમાં દર 2 મહિને લાઈટ બીલ આવે છે?

WhatsApp ગ્રૂપ, Facebook, YouTube — દરેક જગ્યાએ મેસેજ અને વિડીઓ Viral છે — “વીજ કંપનીઓ 2 મહિનાનું બીલ આપે એટલે ગ્રાહકોને ઉચો સ્લેબ લાગે અને ગ્રાહકને નુકસાન થાય!”

પણ મિત્રો — આ વાત 100% ખોટી છે.

આ આર્ટિકલમાં આપણે ગણતરીના ના આધારે સાબિત કરીશું — 1 મહિનાનું બીલ આવે કે 2 મહિનાનું — Energy Charge માં ગ્રાહકને ને એક પૈસાનો પણ ફરક નથી.

Social Media શું કહેવામાં આવે છે?

ગુજરાતમાં PGVCL, MGVCL, DGVCL અને UGVCL — ચારેય વીજ કંપનીના ઘણા ગ્રાહકોને bimonthly bill — એટલે કે 2 મહિનામાં એક વખત લાઈટ બીલ આવે છે.

Social media પર આ વાત ફેલાઈ છે:

“જો દર 1 મહિને બીલ આવે — ઓછા યુનિટ, ઓછો સ્લેબ, ઓછો ચાર્જ. પણ 2 મહિને બીલ આવે — યુનિટ ડબલ, ઊંચો સ્લેબ, વધુ ચાર્જ — ગ્રાહકને ને નુકશાન!”

આ લોજીક સાંભળવામાં સાચું લાગે — પણ છે ખોટું.

કારણ? GERC — Gujarat Electricity Regulatory Commission — ના ટેરીફ ઓર્ડર મુજબ, 2 મહિનાના બીલમાં માટે સ્લેબ પણ ડબલ થાય છે.

સ્લેબ શું છે અને કેવી રીતે કામ કરે? | Slab Rate

GERC ગુજરાતની વીજ કંપની માટે ટેરીફ નક્કી કરે છે. ઘર કનેક્શન — RGPU (Residential General Purpose Urban) અને RGPR (Residential General Purpose Rural) — માટે સ્લેબ મુજબ એનર્જી ચાર્જની ગણતરી થાય છે.

Slab system structure:

  • 1 મહીને બીલ → 1 મિહના મુજબ સ્લેબ લાગે
  • 2 મહીને બીલ → સ્લેબ લીમીટ ડબલ થાય — રેત પ્રતિ યુનિટ સરખો

RGPU Slab Rate — 1 Month vs 2 Month

1 Month Bill — Slab Rate Table

સ્લેબયુનિટપ્રતિ યુનિટ રેટ
પ્રથમ0 – 50 યુનિટ₹ 3.05
પછીના51 – 100 યુનિટ₹ 3.50
પછીના101 – 250 યુનિટ₹ 4.15
250 ઉપર251+ યુનિટ₹ 5.20

2 Month Bill — Slab Rate Table

સ્લેબયુનિટપ્રતિ યુનિટ રેટ
પ્રથમ0 – 100 યુનિટ₹ 3.05
પછીના101 – 200 યુનિટ₹ 3.50
પછીના201 – 500 યુનિટ₹ 4.15
250 ઉપર501+ યુનિટ₹ 5.20

ખાસ જુઓ:

  • 50 → 100 (ડબલ)
  • 100 → 200 (ડબલ)
  • 250 → 500 (ડબલ)
  • રેટ પ્રતિ યુનિટ — સરખો.

600 Units and 300 Units Example — Step-by-Step Calculation

ધારો કે એક ગ્રાહકના ઘરમાં 2 મહિનામાં 600 યુનિટનો વપરાશ થયો — એટલે માનીએ કે એક મહીને 300 વપરાશ થયો.

1 Month — 300 Units — Energy Charge Calculation:

સ્લેબયુનિટપ્રતિ યુનિટ રેટરકમ
પ્રથમ 50 યુનિટ50× ₹3.05₹ 152.50
પછીના 50 યુનિટ50× ₹3.50₹ 175.00
પછીના 150 યુનિટ150× ₹4.15₹ 622.50
250 ઉપરના યુનિટ50× ₹5.20₹ 260.00
ટોટલ300 યુનિટ₹ 1,210.00

2 Month — 600 Units — Energy Charge Calculation:

સ્લેબયુનિટપ્રતિ યુનિટ રેટરકમ
પ્રથમ 100 યુનિટ100× ₹3.05₹ 305.00
પછીના 100 યુનિટ100× ₹3.50₹ 350.00
પછીના 300 યુનિટ300× ₹4.15₹ 1,245.00
500 ઉપરના યુનિટ100× ₹5.20₹ 520.00
ટોટલ600 યુનિટ₹ 2,420.00

– હવે 1 મહિનાના એનર્જી ચાર્જને ડબલ કરો એટલે બે મહિનાનો એનર્જી ચાર્જની રકમ આવશે.

1 Month Energy Charge (૧ મહિનાનો એનર્જી ચાર્જ) X 2 = 2 Month Energy Charge (૨ મહિનાનો એનર્જી ચાર્જ)

₹ 1,210 × 2 = ₹ 2,420 = 2 Month Charge

Exact match. Zero difference.

ગ્રાહકને બે મહીને બીલ આવવાના કારણે એક પૈસો પણ વધારાનો ભરવો પડતો નથી.

ખોટી માહિતી ક્યાંથી ફેલાય?

ઘણા લોકો નીચે મુજબની ભૂલ કરે છે:

Wrong Comparison (ખોટો): 600 યુનિટ ઉપર → 1 સ્લેબ મુજબ ગણતરી કરે છે → એટલે ₹250 ઉપર ₹5.20 રેટ → ઊચો સ્લેબ લાગે અને એક મહિના મુજબના 300 યુનિટની ગણતરી સાથે સરખાવે : 300 યુનિટ × 1 સ્લેબ મુજબ ગણતરી → નીચો સ્લેબ

Right Comparison (સાચો): 600 યુનિટ ઉપર → 2 મહિનાના સ્લેબ મુજબ ગણતરી થાય → એટલે ₹500 ઉપર ₹5.20 રેટ લાગે.

ખોટા સ્લેબ મુજબ ગણતરી = ખોટુ બીલ = ખોટી માહિતી.

બીલમાં હમેશા GEB સાચા સ્લેબ મુજબ જ ગણતરી થાય છે.

1 Month Bill vs 2 Month Billવિડીઓ જુઓ

જો આ જાણકારી ઉપયોગી લાગી, તો GEBGuru YouTube Channel Subscribe કરો — GEB ને લગતા updates સૌ પ્રથમ ત્યાં આવે છે.

👍 Like | 🔔 Subscribe | 🤝 Share with friends

અન્ય પોસ્ટ:

સોલાર કનેકશનમાં બીલની ગણતરી કઈ રીતે થાય ?

🔋 સોલાર કનેકશનમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ રીડિંગ કઈ રીતે ચેક કરવા?

📌લાઈટ બિલ નામ બદલવાની ઓનલાઇન પ્રક્રિયા | PGVCL, DGVCL, MGVCL, UGVCL

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment