સોલાર કનેકશનમાં બીલની ગણતરી કઈ રીતે થાય ? | Solar Bill Calculation Gujarat

Solar Bill Calculation Gujarat – ગુજરાતમાં અત્યારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Yojana) હેઠળ ઘરે-ઘરે સોલાર પેનલ લાગી રહી છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે, “સોલાર લગાવ્યા પછી બિલ કેવી રીતે આવશે?” અને “યુનિટની ગણતરી કેવી રીતે થશે?”

આ Blog Post માં PGVCL, MGVCL, DGVCL અને UGVCL — ચારેય GEB Company ના Solar Net Metering Bill ની ગણતરી સ્ટેપ-બાય-સ્ટેપ, સરળ Gujarati ભાષામાં સ્પષ્ટ કરવામાં આવી છે.

📌 સોલાર મીટરમાં મુખ્ય 3 રીડિંગ | Solar Meter Reading

1. ઈમ્પોર્ટ રીડિંગ (Import Unit)

  • ગ્રીડ (GEB) માંથી તમારા ઘર અથવા ધંધામાં આવેલ યુનીટ. એટલે કે ગ્રાહકે GEB Company પાસેથી વાપરેલ યુનીટને Import Units કહેવાય.

2. એક્સપોર્ટ રીડિંગ (Export Unit)

  • તમારા સોલાર પેનલ માંથી ગ્રીડ (GEB) ને પાછી મોકલાયેલ યુનીટ. Solar System જ્યારે ઘરની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરે ત્યારે વધારાના યુનીટ ગ્રીડમાં જાય તે Export Units કહેવાય.

3. જનરેશન રીડિંગ (Generation Unit)

  • સોલાર પેનલ દ્વારા બનેલી કુલ વીજળી.

સોલાર બીલની ગણતરી કઈ રીતે થાય ? | Solar Bill Calculation Gujarat

સોલર પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી GEB કંપની બાયડાયરેક્શનલ મીટર ફીટ કરે છે. આ મીટર ગ્રાહક ગ્રીડમાંથી ઈલેક્ટ્રીસીટી (Import) અને સોલાર પેનલ ગ્રીડને વીજળી આપે છે (Export) — બંને અલગ અલગ રેકોર્ડ કરે છે.

ગુજરાત GERC રેગ્યુલેશન મુજબ નેટ યુનીટ ઉપર સામાન્ય ટેરિફ સ્લેબ મુજબનું બિલ ગણાય. જો એક્સપોર્ટ રીડિંગ ઈમ્પોર્ટ રીડિંગ કરતાં વધુ, તો વધારાના યુનીટ ઉપર ગ્રાહાકને પર યુનીટ ભાવ મુજબ જમા મળે તેના બીલમાં. અને જો ઈમ્પોર્ટ રીડિંગ એક્સપોર્ટ રીડિંગ કરતા વધુ હોય તો ઈમ્પોર્ટ રીડિંગએક્સપોર્ટ રીડિંગ કરતા જે યુનીટ વધે તેના ઉપર બીલ ભરવું પડે.

સોલાર બિલ ગણતરીનું મુખ્ય ફોર્મ્યુલા છે 👇

👉 નેટ યુનીટ = ઈમ્પોર્ટ રીડિંગએક્સપોર્ટ રીડિંગ

🧮 પહેલું Example સમજીએ:

  • ઈમ્પોર્ટ રીડિંગ = 300
  • એક્સપોર્ટ રીડિંગ = 180

👉 નેટ યુનીટ : 300 – 180 = 120 યુનિટ

➡️ એટલે અહી તમારે માત્ર 120 યુનીટનું જ બીલ ભરવું પડશે અહીં કે 300 યુનીટનું. અહી તમારા એક્સપોર્ટ રીડિંગ તમને બાદ મળશે.

🧮 બીજું Example સમજીએ:

  • ઈમ્પોર્ટ રીડિંગ = 100
  • એક્સપોર્ટ રીડિંગ = 250

👉 નેટ યુનીટ : 100 – 250 = -150 યુનિટ

➡️ અહી તમારા એક્સપોર્ટ રીડિંગ ઈમ્પોર્ટ રીડિંગ કરતા વધારે છે એટલા માટે વધારાના યુનીટ પર તમને રૂ. 2.25 પ્રતિ યુનીટ લેખે તમારા બીલમાં જમા મળશે.

150 X 2.25 = 337.50 (જમા રકમ)

સોલાર બીલની ગણતરી માટેનો વીડિઓ જુઓ | Solar Bill Calculation Gujarat Video

📊 મહત્વની વાત (Important Points)

✔️ દર મહિને Import અને Export લખી રાખો
✔️ બીલ આવ્યા પછી ચેક કરો
✔️ શંકા હોય તો DISCOM ઓફિસમાં પૂછો

અન્ય પોસ્ટ:

સોલાર કનેકશનમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ રીડિંગ કઈ રીતે ચેક કરવા?

Light Bill Name Change Gujarat | લાઈટ બિલ નામ બદલવાની ઓનલાઇન પ્રક્રિયા

ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો

લાઈટ બીલમાં સ્પેલિંગ સુધારવા માટેનું ફોર્મ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment