શું તમે UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.)ના ગ્રાહક છો અને તમારું સ્માર્ટ મીટર ઇલેક્ટ્રિસિટી બીલ ઓનલાઇન ડાઉનલોડ કરવા માગો છો? ચિંતા ન કરો — આ આર્ટીકલમાં અમે તમને 2 સૌથી સહેલી રીતો જણાવીશું:
- UGVCL Consumer App વડે
- WhatsApp વડે
Smart Meter આવ્યા બાદ, UGVCL ગ્રાહકો હવે ઓનલાઇન, ઘરે બેઠા, ક્ષણભરમાં પોતાનું વીજળી બીલ ડાઉનલોડ કરી શકે છે. બંને રીતો ફ્રી છે, ઘરેથી થઈ શકે છે અને માત્ર 2 મિનિટ લાગે છે. ચાલો શરૂ કરીએ.
✅ રીત 1: UGVCL Consumer App દ્વારા Bill Download
UGVCL Consumer App Google Play Store પર ઉપલબ્ધ છે. આ official app ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
Step 1 — App Install કરો Google Play Store ખોલો અને "UGVCL Consumer App" શોધો. App Install કરો.
- એપ ડાઉનલોડ કરવા માટેની લીંક : UGVCL Consumer App Download
Step 2 — Register/Login કરો
- App ખોલ્યા પછી “Register” પર ક્લિક કરો.
- Mobile Number અને Consumer Number નાખો.
- OTP verify કરો.
Step 3 — નીચે સ્ક્રોલ કરો જ્યાં તમારા બીલની વિગત બતાવશે.
Step 4 — Download Bill બટન ઉપર કલીક કરો.
Step 5 — બીલની PDF ઓપન થઈ જશે તે સેવ કરો.
💡 GEBGuru Tip: Consumer Number — આ 11 અંકનો નંબર તમારા જૂના Paper Bill ઉપર છાપેલો હોય છે.
✅ રીત 2: WhatsApp દ્વારા UGVCL Bill Download
App install ન કરવી હોય? WhatsApp વડે પણ UGVCL બીલ ડાઉનલોડ થઈ શકે છે — અત્યંત સહેલી રીતે.
Step 1 — UGVCL WhatsApp Number Save કરો UGVCL નો official WhatsApp helpline number save કરો.
UGVCL WhatsApp Number : 📱 98258 19121
Step 2 — WhatsApp ખોલો → Saved number ને message box માં “Hi” ટાઇપ કરીને Send કરો.
Step 3 — તમારી ભાષા પસંદ કરો.
Step 4 — તમારો 11 અંકનો ગ્રાહક નંબર દાખલ કરો.
Step 5 — લીસ્ટ માંથી Last Bill View સીલેક્ટ કરો.
Step 6 — બીલ ડાઉનલોડ માટે લીંક આવશે તેના ઉપર ક્લીક કરો.
Step 7 — બીલની PDF ઓપન થઈ જશે તે સેવ કરો.
💡 GEBGuru Tip: WhatsApp Bill Download ખૂબ ઉપયોગી છે ઘરડા વ્યક્તિઓ, App install ન કરી શકતા ગ્રાહકો અને ઓછી storage ધરાવતા ફોન users માટે.
GEBGuru Video Tutorial
🎬 YouTube Video: UGVCL Smart Meter Bill Download — App + WhatsApp — Step by Step 📺 Channel: GEBGuru — YouTube 🌐 Website: gebguru.in 📧 Help: help.gebguru@gmail.com
નિષ્કર્ષ | Conclusion
UGVCL Smart Meter Bill Download કરવી 2026 માં ખૂબ સહેલી છે. App અથવા WhatsApp — બંને રીત reliable, ફ્રી અને ઘરેથી ઉપયોગ થઈ શકે. ક્ષણભરમાં PDF Bill download કરો.
જો આ જાણકારી ઉપયોગી લાગી, તો GEBGuru YouTube Channel Subscribe કરો — GEB ને લગતા updates સૌ પ્રથમ ત્યાં આવે છે.
👍 Like | 🔔 Subscribe | 🤝 Share with friends





