શું તમે તમારા DGVCLના બીલની અત્યાર સુધીની ભરેલ રકમ જોવા માંગો છો ? DGVCL Bill Payment History આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે DGVCLના બીલની અત્યાર સુધીની ભરેલ રકમ તારીખ અને રસીદ (રીસીપ્ટ) નંબર સાથે કઈ રીતે ચેક કરવું.
જો તમારે જાણવું હોય કે તમે DGVCLના બીલમાં અત્યાર સુધીમાં તમે કેટલી રકમ અને ક્યારે ક્યારે રકમ ભરી છે. તમે બીલની રકમ ઓનલાઈન ભરી કે કેશમાં ભરી એ પણ બતાવશે અને ભરેલ રકમની રસીદ પણ બતાવશે.
DGVCLના ભરેલા બીલની પેમેન્ટ હિસ્ટ્રી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ચેક કરી શકશો જેની પૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ છે.
Index of DGVCL Bill Payment History
ટૂંકમાં માહિતી – DGVCL Bill Payment History
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
- રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
- પછી તેમાં તમારો ગ્રાહક નબર એડ કરો.
- પછી પેમેન્ટ હિસ્ટ્રીમાં (Payment History) જઈ ને તમારો ગ્રાહક નંબર અને સમયગાળો સીલેક્ટ કરો.
- હવે તમારા દ્વારા ભરવામાં આવેલ બીલની પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે.
- વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરો – Registration on Portal
સૌથી પહેલા તમારે ઈ-વિદ્યુત સેવા પર જઈને જો તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરવું પડશે જેની માહિતી નીચે મુજબ આપેલ છે.
- સૌથી પહેલા નીચે આપેલી લીંક પરથી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ.
- ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે ડાબી બાજુ નીચે આપેલ Signup પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની DGVCL સીલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેસન થઈ જશે.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કરો – Login into Portal
હવે રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.
- હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને કંપની DGVCL સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે OTP આવશે તે નાખી ને લોગીન કરો.
પોર્ટલમાં તમારો ગ્રાહક નંબર એડ કરો – Add Your Consumer Number in Portal
લોગીન કર્યા બાદ હવે તમારે તમારા DGVCLના બીલનો ગ્રાહક નંબર પોર્ટલમાં એડ કરવો પડશે. અહી તમે એક કરતા વધારે ગ્રાહક નંબર પણ એડ કરી શકશો. જેમકે તમારે જેટલા બીલ આવતા હોય એટલા બધા ગ્રાહક નંબર એડ કરી શકશો અને બધા બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી શકશો.
- લોગીન થયા બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે Manage Account પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં ગ્રાહક નંબર એડ કરવા માટે Add LT Account બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારો ગ્રાહક નંબર (Consumer No), છેલ્લા બનેલા બીલની તારીખ (Bill Date) અને બીલમાં આપેલા છેલ્લા રીડીંગ (Past Reading) દાખલ કરવાના રહેશે.
- ઉપર મુજબની માહિતી જેવી કે બીલની તારીખ અને બીલના છેલ્લા રીડીંગ માટે તમારે તમારું બીલ ચેક કરવું પડશે. જો તમારી પાસે બીલનો હોય તો તમે નીચે આપેલી લીંક પરથી બીલની માહીત ચેક કરી શકશો અને નીચે ફોટામાં આપેલ માહિતી મુજબ દાખલ કરો.
DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો – DGVCL Bill Payment History Check
હવે તમારો ગ્રાહક નંબર એડ કર્યા પછી ભરેલા બીલની રકમની હિસ્ટ્રી ચેક કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- હવે ભરેલા બીલની રકમની હિસ્ટ્રી ચેક કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Payment History પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમે એડ કરેલા બધા ગ્રાહક નંબર ડ્રોપ-ડાઉન મેનુમાં બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહકની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી હોય તે ગ્રાહક નંબર સીલેક્ટ કરો અને જે તારીખથી હિસ્ટ્રી જોવી હોય તે તારીખ અને જ્યાં સુધીની હિસ્ટ્રી જોવી હોય તે તારીખ (જેમાં તમે હાલની તારીખ પણ સીલેક્ટ કરી શકો) સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ DGVCLના ભરેલા બીલની રકમની હિસ્ટ્રી તમને બતાવશે. જેમાં તમને જેટલો સમય ગાળો સીલેક્ટ કર્યો હશે એટલા સમયગાળાની પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે.
- જેમાં તમને નીચે મુજબની વિગતો જોવા મળશે જેવી કે રસીદ નંબર (Receipt no), ભરેલ બીલની તારીખ (Collection Date), ભરેલ રકમ (Transaction Amount), ભરેલ મેથડ (Mode of Payment) વગેરે માહિતી જોવા મળશે.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ભરેલા બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી કેવી રીતે ચેક કરવી ?
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરો > લોગીન કરો > Manage Account જઈ ને તમારો ગ્રાહક નંબર એડ કરો > પછી Payment History માં જઈ ને તમે તમારા બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી શકશો. વધુ માહિતી માટે આ માહિતી પૂરી વાચો.
પ્રશ્ન ૨ : ઓનલાઈન ભરેલ બીલને મારા ખાતામાં અપડેટ થતાં કેટલો ટાઈમ લાગે ?
– જો તમે બીલ ઓનલાઈન ભરો છો તો તેને અપડેટ થવામાં 2 થી 3 દિવસ લાગે એ પછી તે તમારા ખાતામાં બતાવશે.
પ્રશ્ન ૩ : શું DGVCLમાં ઓનલાઈન બીલ પેમેન્ટ કરવું સુરક્ષિત છે ?
– હા, DGVCL એન્ક્રિપ્શન અને સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે અને તમારી નાણાકીય માહિતી સુરક્ષિત છે.
અન્ય પોસ્ટ:
DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
DGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
DGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો
DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
DGVCL BILL CALCULATION DETAILS JANI SAKASHE
PLZ ANSWSR
DGVCLના બીલની ગણતરી માટે તમે અમારી એપ Electricity Bill Calculation ડાઉનલોડ કરી શકોશો અને તેમાં તમે માત્ર લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી બીલની ગણતરી કરી શકશો. એપ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.