7/12 માં એકથી વધુ ભાગીદારો હોય તો ખેતીવાડી વીજ કનેક્શન કેવી રીતે લેવું? | Agriculture Connection Self Declaration Form

શું તમે નવું ખેતીવાડી વીજ કનેક્શન (New Agriculture Connection) લેવા માંગો છો, પરંતુ તમારી 7/12માં એક કરતાં વધુ ભાગીદારોના નામ હોવાથી ચિંતા કરો છો કે બધા ભાગીદારોની સંમતિ લેવી પડશે?

તો તમારા માટે મહત્વની માહિતી છે.

7/12માં સંયુક્ત જમીન હોય તો શું કરવું?

જો 7/12માં 2, 3 કે 4 ભાગીદારોના નામ હોય અને તેમાંથી કોઈ એક વ્યક્તિના નામે નવું ખેતીવાડી કનેક્શન લેવાનું હોય, તો અગાઉ અન્ય ભાગીદારોની રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરેલી સંમતિ લેવાની જરૂર પડતી હતી.

પરંતુ GUVNLના નવા સર્ક્યુલર મુજબ હવે અન્ય ભાગીદારોની સંમતિ (Consent/Sammati Patra) આપવાની જરૂર નથી.

હવે Self Declaration (સેલ્ફ ડીકલેરેશન) આપવાનું રહેશે

હવે જેના નામે ખેતીવાડી કનેક્શન લેવાનું છે, તે ગ્રાહકે રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર Self Declaration આપવાનું રહેશે. GEBGuru પર આ Self Declaration Form અને ભરેલું Example Form પણ ઉપલબ્ધ છે.

📄 Self Declaration Form Download | સેલ્ફ ડીકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરો

તમે Self Declaration Form અને તેનો Example Form અહીંથી મેળવી શકો છો:

Self Declaration Form Download કરો

આ જ પેજ પર સંબંધિત GUVNL Circular પણ આપવામાં આવેલ છે.

🎥 Self Declaration Form કેવી રીતે ભરવું?

Self Declaration Form શું છે, તેમાં કઈ માહિતી ભરવાની છે અને ફોર્મ કેવી રીતે તૈયાર કરવું તે સમજવા માટે અમારી YouTube પરનો વિડિયો જુઓ.

YouTube Video:

વિડિયોમાં Form ભરવાની પ્રક્રિયા સરળ રીતે સમજાવવામાં આવી છે.

નોંધ: વીજ કનેક્શન માટે અરજી કરતા પહેલાં સંબંધિત વીજ કંપની/કચેરીમાં લાગુ પડતા વર્તમાન નિયમો અને દસ્તાવેજોની ખાતરી કરી લેવી.

PGVCL, DGVCL, MGVCL અને UGVCL સંબંધિત નવી માહિતી માટે GEBGuru.in સાથે જોડાયેલા રહો.

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ

જીઈબીને લગતા વીડિઓ જોવા માટે અહીં ક્લિક કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment