શહેરમાં નવું ઘરનું લાઈટ કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે? | RGPU New Residential Connection Charges

શું તમે શહેર વિસ્તારમાં (RGPU) નવું ઘર બનાવ્યું છે અથવા નવું મકાન ખરીદ્યું છે અને હવે નવું વીજ કનેક્શન (New Residential Electricity Connection) લેવા માંગો છો?

તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે નવું ઘરનું લાઈટ કનેક્શન લેવામાં કેટલો ખર્ચ થાય?

આ આર્ટીકલમાં તમને PGVCL, DGVCL, MGVCL અને UGVCL માટે શહેર વિસ્તાર (RGPU) ના Single Phase Residential New Connection Charges, ઓનલાઈન અરજી પ્રક્રિયા અને Test Report વિશે સંપૂર્ણ માહિતી મળશે.

નવા ઘરનું વીજ કનેક્શન કેવી રીતે મેળવવું? – New Residential Electricity Connection Process

નવું Residential Connection મેળવવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી પડે છે.

Step 1 : E-Vidyut Seva Portal પર ઓનલાઈન અરજી કરો

સૌપ્રથમ E-Vidyut Seva Portal પર જઈને નવા ઘર કનેક્શન માટે ઓનલાઈન અરજી કરો.

અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે.

Step 2 : ઓનલાઈન ક્વોટેશન અને પેમેન્ટ

ગ્રાહકની વિગત દાખલ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી વીજ કંપની દ્વારા તમારું ઓનલાઈન Quotation જનરેટ કરવામાં આવશે. ત્યારબાદ તમારે દર્શાવેલ ચાર્જ મુજબ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.

RGPU નવા ઘરના કનેક્શનના ચાર્જ (Single Phase) – RGPU New Residential Connection Charges

નીચે શહેર વિસ્તાર (RGPU) માટે નવા Residential Single Phase Connection ના ચાર્જ દર્શાવ્યા છે.

લોડ (Load)નવા કનેક્શનનો ખર્ચ (RGPU – શહેર વિસ્તાર)
0.5 KW₹ 3952
1 KW₹ 4317
1.5 KW₹ 4719
2 KW₹ 5122
3 KW₹ 9027
4 KW₹ 9953
5 KW₹ 10947
6 KW₹ 11873

નોંધ: જેમ જેમ લોડ વધે છે તેમ નવા કનેક્શનના ચાર્જ પણ વધતા જાય છે.

ટેસ્ટ રીપોર્ટ – Test Report

ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ ચેક થશે અને બધું બરાબર હશે તો પછી સર્વે કરવામાં આવશે. પછી તમારે Government Approved Electrical Contractor દ્વારા તમારા ઘરની ઇલેક્ટ્રિકલ વાયરિંગનું નિરીક્ષણ કરાવી Test Report ભરાવવાનો રહેશે.

આ Test Report વીજ કંપનીમાં સબમિટ કર્યા પછી જ આગળની પ્રક્રિયા શરૂ થાય છે.

⚠️ મહત્વપૂર્ણ: Test Report માત્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત Electrical Contractor પાસેથી જ ભરાવવો.

શહેરના નવા ઘર કનેક્શનનો ખર્ચ માટેનો વિડીઓ જુઓ

નિષ્કર્ષ

જો તમે શહેર વિસ્તારમાં નવું ઘર બનાવી રહ્યા છો અથવા નવું મકાન ખરીદ્યું છે, તો નવા વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રક્રિયા જાણવી ખૂબ જ જરૂરી છે.

સૌપ્રથમ E-Vidyut Seva Portal પરથી ઓનલાઈન અરજી કરો, ત્યારબાદ Quotation મુજબ પેમેન્ટ કરો અને Government Approved Electrical Contractor દ્વારા Test Report તૈયાર કરાવી સબમિટ કરો.

યોગ્ય પ્રક્રિયા અનુસરવાથી તમારું નવું વીજ કનેક્શન સરળતાથી મળી શકે છે.

અન્ય પોસ્ટ:

નવા ખેતીવાડી કનેક્શનનો ખર્ચ કેટલો થાય?

નવા ખેતીવાડી વીજ કનેક્શન માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ

⚡નવા વીજ કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ એટલે શું?

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment