પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઈન એપ્લીકેશન – PM Surya Ghara Yojana Apply Online

PM Surya Ghara Yojana Apply Online – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં તમારું રજીસ્ટ્રેશન કરી લીધા પછી આગળ તમારી એપ્લીકેશન કઈ રીતે કરવી તે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.

જો પહેલા તમે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરેલું તો તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન

ટૂંકમાં માહિતી – PM Surya Ghara Yojana Apply Online

  • પહેલા નેશનલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી લોગીન કરો.
  • લોગીન થયા પછી ગ્રાહકની વિગત જેવી કે ગ્રાહકનું નામ, સરનામું, કેટેગરી, ગામ/શહેર વગેરે દાખલ કરો.
  • પછી તમારી ડીવીઝન ઓફીસ, સબ ડીવીઝન ઓફીસ અને લોડ દાખલ કરો.
  • પછી તમારે કેટલા કિલોવોટ (KW) નું સોલાર લગાડવું તેની વિગત દાખલ કરો.
  • વિગતવાર માહિતી માટે નીચે આપેલ પૂરી માહિતી વાંચો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે ? – What is PM Surya Ghar Yojana ?

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ્ય દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે. આ યોજનામાં સરકાર પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં સબસીડી, જરૂરી દસ્તાવેજ, 1 KW સોલર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની ગણતરી, સોલર રૂફટોપ માન્ય એજન્સીઓની યાદી, સોલર રૂફટોપ કેપીસીટી કેલ્ક્યુલેટર વગેરે માહિતીની પૂરી જાણકારી વાચવા નીચે આપેલ લીંક પર કલીક કરો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના વિશે પૂરી જાણકારી વાંચો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઈન એપ્લીકેશન – PM Surya Ghara Yojana Apply Online

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે લોગીન કરવું પડશે. લોગીન કરવા માટે પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન

  • સૌથી પહેલા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ અને તેમાંથી Apply For Rooftop Solar બટન ઉપર કલીક કરો અને પછી નીચે મુજબ પેજ ખુલશે તેમાંથી લોગીન ઉપર કલીક કરો અથવા નીચેની લીંક પર કલીક કરો.

લોગીન કરવા માટેની લીંક

  • ઉપરની લીંક પર ક્લીક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને Next બટન પર કલીક કરો પછી મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો અને લોગીન થઈ જશે.
PM Surya Ghara Yojana Apply Online
  • લોગીન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે તેમાં તમે સોલાર લગાડવા માટે અરજી કરી છે અને તમને સબસીડી સોલારનું કામ પૂર્ણ થયા બાદ જ મળશે એવી માહિતી આપેલ હશે.
  • હવે સોલાર માટેની અરજી કરવા માટે Proceed બટન પર કલીક કરો.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે ગ્રાહકની વિગત ભરવી પડશે. જેમાં નીચે મુજબની વિગતો દાખલ કરવાની થશે.
  • Details of Applicant (ગ્રાહકની વિગત)
  • Electricity Distribution Company Details (તમારી વીજ વિતરણ કંપનીની)
  • Contact Details (તમારી કોન્ટેક્ટ ડીટેલ)
  • Solar Rooftop Details (રુફટોપ વિશે માહિતી)
  • Details of Applicant (ગ્રાહકની વિગત) જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે.
  • Name as per Electricity Bill : તમારા બીલમાં આપેલ નામ દાખલ કરો
  • Category of Applicant : તમારી કેટેગરી દાખલ કરો જેવી કે (SC, ST, OBC etc)
  • Address of Premises for Installation : તમારું સરનામું દાખલ કરો
  • Address Line2 : તમારું સરનામું દાખલ કરો
  • Village : તમારા ગામ અથવા શહેરનું નામ
  • City : તમારા ગામ અથવા શહેરનું નામ
  • District : તમારો જીલ્લો જે પહેલેથી જ આપેલ હશે
  • State : તમારૂ રાજ્ય જે પહેલાથી જ આપેલ હશે
  • PIN Code : તમારા એરીયાનો પીન કોડ દાખલ કરો
PM Surya Ghara Yojana Apply Online
  • Electricity Distribution Company Details (તમારી વીજ વિતરણ કંપનીની) જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે.
  • જેમાં તમારે તમારું ડીવીઝન ઓફીસ અને સબ ડીવીઝન ઓફીસ અને તમારો લોડ દાખલ કરો.
  • Contact Details (તમારી કોન્ટેક્ટ ડીટેલ) જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે.
  • કોન્ટેક્ટ ડીટેલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ જ હશે. જો તમારે ચેન્જ કરવા હોય તો Edit બટન પર કલીક કરો અને ચેન્જ કરો.
  • Solar Rooftop Details (રુફટોપ વિશે માહિતી) જેમાં તમારે નીચે મુજબ વિગત દાખલ કરવાની રહેશે.
  • Category : જેમાં તમારે તમારા બીલની કેટેગરી સીલેક્ટ કરવાની રહેશે. જેમાં ઘર માટે હોય એટલે Residential આવશે.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે નીચે જશો એટલે નીચે મુજબ ત્રણ વિગત દાખલ કરવાની રહેશે.
  • Proposed Solar plant Capacity (in kW) : તમારે કેટલા કિલોવોટનો (KW) નો પ્લાન બેસાડવો છે તે દાખલ કરો.
  • Capacity of Solar plant if any existing installed (in kW) : જો તમારે પહેલાથી જ સોલાર પ્લાન્ટ બેસાડેલ હોય તો તે કેટલા KW નો સે તે ડીટેલ દાખલ કરો. સોલાર પ્લાન્ટ બેસાડેલ ન હોય તો ખાલી રાખો.
  • Latitude/Longitude : બાજુમાં આપેલ મેપમાં તમારા ઘરનું લોકેશન અથવા તમારા એરિયાનું લોકેશન સીલેક્ટ કરો એટલે એ પ્રમાણે Latitude/Longitude બાજુમાં આવી જશે.
  • ઉપર મુજબ બધી વિગત દાખલ કરી લીધા પછી નીચે આપલે Save & Next બટન ઉપર કલીક કરો.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી ભરેલી બધીજ વિગતો બતાવશે.
  • હવે તમારે અહી તમારા બીલની કોપી અપલોડ કરવી પડશે. બીલ અપલોડ કરવા માટે Choose file બટન ઉપર ક્લીક કરો અને તમારું બીલ સીલેક્ટ કરો અને પછી બાજુમાં આપેલ Upload બટન ઉપર ક્લીક કરો.
  • બીલની કોપી .jpg, .jpeg અથવા .pdf ફોરમેટમાં હોવી જોઈએ.
  • હવે બીલ અપલોડ કરી લીધા પછી બધી વિગતો વાંચી અને Final Submission બટન ઉપર ક્લીક કરો.
PM Surya Ghara Yojana Apply Online

UGVCLના બીલની કોપી ડાઉનલોડ કરો

PGVCLના બીલની કોપી ડાઉનલોડ કરો

MGVCLના બીલની કોપી ડાઉનલોડ કરો

DGVCLના બીલની કોપી ડાઉનલોડ કરો

  • હવે નીચે મુજબ પેજમાં બતાવશે કે તમારી એપ્લીકેશન થઈ ગઈ છે અને તમારી બેંકની વિગત દાખલ કરો.
  • બેંકની વિગત દાખલ કરવા માટે Go to Bank Details બટન ઉપર કલીક કરો. જો તમારે બેંકની વિગત અત્યારે ન દાખલ કરવી હોય તો પણ હાલશે અને તમે તમારી બેંકની વિગત પછી પાછળથી પણ દાખલ કરી શકશો.
  • તમારા બીલમાં અને બેંક ખાતામાં નામ એક સરખું હોવું જોઈએ.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે બેંક ડીટેલ દાખલ કરવા માટે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારા બેંકની વિગત દાખલ કરવાની રહેશે.
  • સબસીડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જ જમા થશે અને એ પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી મળશે.
  • Bank Name : તમારી બેંકનું નામ
  • IFSC Code : તમારા બેંકનો IFSC કોડ દાખલ કરો.
  • Account Holder Name : તમારા બેંક ખાતામાં આપેલું નામ દાખલ કરો.
  • Bank Account Number : તમારા ખાતા નંબર દાખલ કરો.
  • Upload Cancelled Cheque / Bank Passbook Copy / Bank E-statement / Group Bank Account : અહી તમારે તમારો કેન્સલ કરેલો ચેક અથવા બેંકની પાસ બુકની કોપી અથવા બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું રહેશે. બાજુમાં આપેલ Choose file ઉપર કલીક કરો અને અપલોડ કરો.
  • ફાઈલનું ફોરમેટ .jpg, .jpeg અથવા .pdf ફોરમેટમાં હોવું જોઈએ.
  • ઉપર મુજબ વિગત દાખલ કરી લીધા પછી Submit to MNRE બટન પર કલીક કરો એટલે તમારી વિગત સેવ થઈ જશે.
PM Surya Ghara Yojana Apply Online
  • ઉપર મુજબ અરજી કર્યા પછી હવે તમારે એપ્લીકેશન થઈ ગઈ છે તેની રસીદ (Acknowledgement) ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ હોમ પેજ ઉપર જશો એટલે ઉપર આપેલ બટન Application Acknowledgement પર ક્લીક કરો એટલે તમારી રસીદ ડાઉનલોડ થઈ જશે.
  • રજીસ્ટ્રેશન થયા પછી જો તમે ઈમેલ દાખલ કરેલ હશે તો રસીદ ઈમેલમાં પણ આવી જશે.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે તમે ડાઉનલોડ કરેલ રસીદમાં તમારા રજીસ્ટ્રેશનની ડીટેલ આપેલ હશે. જેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર, તારીખ અને ટાઈમ, ગ્રાહકનું નામ, તમારો લોડ, સોલાર માટે માંગેલો લોડ વગેરે માહિતી બતાવશે.
PM Surya Ghara Yojana Apply Online
  • હવે ઉપર મુજબ રજીસ્ટ્રેશન કર્યા પછી હવે તમારે તમારી વીજ વિતરણ કંપની તરફથી મંજુરી મળવાની રાહ જોવાની રહેશે જેમાં તમારી વીજ વિતરણ કંપનીમાંથી કોઈપણ સાહેબ આવીને તમારી વિગતો ચેક કરશે અને પછી બધું ઓકે હશે તો તેની મજુરી થોડા દિવસોમાં મળી જશે.
  • તમને મજુરી મળ્યાની માહિતી પણ તમારા ઈમેલમાં મળશે અથવા લોગીન કરશો એટલે હોમ પેજ ઉપર પણ બતાવશે.
  • હવે તમારે તમારા એરિયામાં આવેલ કોઈપણ એજન્સી અથવા વેન્ડરનો કોન્ટેક્ટ કરીને તમારે સોલાર પેનલ લગાડવાની રહેશે અને પછી કામ પૂર્ણ થયા પછી તમારે કામ પૂર્ણ થઈ ગયું છે તેની વિગત અપલોડ કરવાની રહેશે અને પછી સબસીડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઑનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જઈ અને તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો, અને તમારો ગ્રાહક નંબર અને OTP દાખલ કરીને થઈ જશે.

2. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં સબસીડી ક્યારે મળશે ?

– તમારા ઘરે સોલાર રૂફટોપનું કામ પૂર્ણ થયા પછી તેની માહિતી નેશનલ પોર્ટલમાં અપલોડ કર્યા પછી સબસીડી સીધી ગ્રાહકના આપેલ બેંક ખાતામાં જમા થશે.

3. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસીડી મળવા પાત્ર છે ?

– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં 1 થી 2 કિલોવોટ માટે રૂ. 30000 થી 60000 અને 2 થી 3 કિલોવોટ માટે રૂ. 60000 થી 78000 સબસીડી મળવા પાત્ર છે.

અન્ય પોસ્ટ:

પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના વિશે માહિતી

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન

PGVCLને લગતી માહિતી માટે

DGVCLને લગતી માહિતી માટે

MGVCLને લગતી માહિતી માટે

UGVCLને લગતી માહિતી માટે

5/5 - (2 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment