DGVCLના ઘર બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો – DGVCL Load Extension Online Application

શું તમે તમારા DGVCLના ઘર બીલમાં લોડ વધારો કરવા માંગો છો ? DGVCL Load Extension Online Application આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે DGVCLના ઘર બીલમાં લોડ વધારા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી.

લોડ વધારા માટેની અરજી ઓનલાઈન GUVNLના પોર્ટલ ઈ-વિદ્યુત સેવા પરથી કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી DGVCL Load Extension Online Application કઈ રીતે કરવી તેના માટેની માહિતી નીચે મુજબ છે.

ટૂંકમાં માહિતી – DGVCL Load Extension Online Application

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
  • પછી LT Load Extension જઈ ને તમારો ગ્રાહક નંબર સિલેક્ટ કરો.
  • હવે તમારા નવા લોડની વિગત દાખલ કરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને પછી Procced બટન પર ક્લીક કરો.
  • વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.

રજીસ્ટ્રેસન કરો – Registration on Portal

DGVCLના ઘર બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરવા માટે સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો.

  • રજીસ્ટ્રેસન કરવા માટે સૌથી પહેલા નીચે આપેલી લીંક પરથી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • હવે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે નીચે આપેલ Signup પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની DGVCL સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેસન થઈ જશે.
DGVCL Load Extension Online Application

લોગીન કરો – Login into Portal

હવે રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને કંપની DGVCL સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે OTP આવશે તે નાખી ને લોગીન કરો.
DGVCL Load Extension Online Application

લોગીન થયા બાદ હવે તમારે DGVCLના ગ્રાહક નંબર લીંક (એડ) કરવા પડશે. અહી તમારે જે પણ બીલમાં લોડ વધારો કરવો છે તે ગ્રાહક નંબર એડ કરવો પડશે અને તમે એક કરતા વધારે ગ્રાહક નંબર એડ કરી શકશો. તમારે જેટલા બીલ આવતા હોય એટલા બધા ગ્રાહક નંબર એડ કરી શકશો.

  • લોગીન થયા બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે Manage Account પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે નીચે મુજબ પેજમાં તમારે ગ્રાહક નંબર એડ કરવા માટે Add LT Account બટન પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારો ગ્રાહક નંબર (Consumer No), છેલ્લા બનેલા બીલની તારીખ (Bill Date) અને બીલમાં આપેલા છેલ્લા રીડીંગ (Past Reading) દાખલ કરવાના રહેશે.
DGVCL Load Extension Online Application
  • હવે બીલની તારીખ અને બીલના છેલ્લા રીડીંગ માટે તમારે તમારું બીલ ચેક કરવું પડશે. જો તમારી પાસે બીલનો હોય તો તમે નીચે આપેલી લીંક પરથી બીલની માહીતી ચેક કરી શકશો અને નીચે ફોટામાં આપેલ માહિતી મુજબ દાખલ કરો.

DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

DGVCL Load Extension Online Application

DGVCLના ઘર બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો – DGVCL Load Extension Online Application

હવે ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ પેજમાં બતાવશે. જો નીચે મુજબ લીસ્ટ ન બતાવે તો હોમ પેજ પર જઈને પછી Manage Account પર ક્લીક કરશો એટલે બતાવશે.

  • હવે લોડ વધારાની અરજી કરવા માટે ડાબી બાજુ આપેલ લીસ્ટમાંથી LT Load Extension પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર ડ્રોપડાઉન લીસ્ટમાં બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરમાં લોડ વધારા માટેની અરજી કરવી હોય તે ગ્રાહક નંબર સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકની વિગતો જેમાં ગ્રાહકનું નામ, કેટેગરી, હાલનો લોડ વગેરે માહિતી બતાવશે. હવે તમારે કેટલો લોડ વધારો કરવો છે તેની માહિતી ભરવી પડશે.
  • New Load : આની અંદર ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી OTHERS 3 સીલેક્ટ કરો અને પછી Quantity માં જેટલા લોડનું કનેક્શન કરવું હોય તે દાખલ કરો.
  • જો તમારું કનેક્શન 0.5 KW નું હોય અને તમે 2 KW નું કરવા માંગતા હોય તો Quantity માં 2000 દાખલ કરો એટલે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.
  • 3 KW નું કરવું હોય તો 3000 દાખલ કરો આજ રીતે જેટલા લોડનું કરવું હોય તે લોડ Quantity માં દાખલ કરો.
  • Documents : ડોક્યુમેન્ટમાં તમારે જેના નામનું બીલ હોય તેનું આધાર કાર્ડ અને તેની સહી અપલોડ કરવાની રહેશે.
  • ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf અને સહી કરેલ ફોટાની સાઈજ 20kb ની અંદર અને .jpeg ફોરમેટમાં હોવો જોઈએ.
  • હવે નીચે Load Calculation માં તમારા લોડની ગણતરી બતાવશે જેમાં તમારો હાલનો લોડ, કેટલાનો વધારો કરવો છે તે લોડ અને નવો લોડ બતાવશે.
  • હવે ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ Procced બટન પર ક્લીક કરો.
DGVCL Load Extension Online Application
  • હવે Procced બટન પર ક્લીક કર્યા પછી એક ડાયલોગ બોક્ષ આવશે જેમાં તમે દાખલ કરેલ લોડની માહિતી આપેલ હશે જે નીચે ફોટામાં આપેલ છે. તેમાંથી તમારે OK બટન ઉપર ક્લીક કરવાનું રહેશે.
DGVCL Load Extension Online Application
  • ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમારી લોડ વધારા માટેની અરજી થઈ જશે અને તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે અને જો કોઈ ક્વેરી (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
  • જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે દસ્તાવેજને નકારી શકે છે. તે જ દસ્તાવેજ અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવા પડશે.
  • આ રીતે તમારી નામ બદલીની અરજી થઈ જશે જેનું સ્ટેટસ Check Application Status ઉપર જઈ ને ચેક કરી શકશો.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને લોડ વધારાની અરજી ઓનલાઈન કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. DGVCLના બીલમાં લોડ વધારા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

– લોડ વધારા માટે ઓનલાઈન કરવા સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરો પછી LT Load Extension પર જઈ જરૂરી માહિતી જેવીકે લોડ, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને તમારી અરજી થઈ જશે. જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપર આપેલ છે.

2. જો મારી લોડ વધારાની અરજી નકારવામાં આવે તો શું કરવું ?

– જો તમારી લોડ વધારાની અરજી નકારવામાં આવે છે, તો DGVCL સામાન્ય રીતે કારણ આપશે. અને જો જરૂરી દસ્તાવેજ ફરીથી અપલોડ કરવાના થાય તો તમે ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરીને કરી શકોશો.

3. શું હું મારી લોડ વધારાની અરજીનું સ્ટેટસ ટ્રૅક કરી શકું ?

– હા, તમે ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ તેમાંથી Check Application Status જઈને તમારી લોડ વધારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો.

અન્ય પોસ્ટ:

DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

DGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

DGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment