શું તમે તમારું PGVCLના HT બીલની રકમ ચેક અને ડાઉનલોડ કરવા માંગો છો એ પણ ચેટબોટની મદદથી ? PGVCL HT Bill View using Chatbot બીલ ચેક અને ડાઉનલોડ કરવા માટેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે તે વાંચો.
લોગીન કે રજીસ્ટ્રેસન કર્યા વગર બીલ ચેક અને ડાઉનલોડ કરી શકશો. હવે તમારું બીલ ચેક કરવા માટે GUVNL દ્વારા એક નવી મેથડ ચેટબોટ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે તમારું બીલ માત્ર ગ્રાહક નંબર દાખલ કરીને જ જાણી અને ડાઉનલોડ પણ કરી શકશો.
ચેટબોટની મદદથી HTના બીલ કઈ રીતે ચેક અને ડાઉનલોડ કરવા તેના માટેની માહિતી નીચે મુજબ છે.
PGVCL HT Bill View using Chatbot
ટૂંકમાં માહિતી – PGVCL HT Bill View
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ ઓપન કરો.
- પછી જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો.
- પછી HTના બીલની રકમ ચેક કરવા માટે View Last Bill અને બીલ ડાઉનલોડ કરવા માટે Download Latest Bill પર ક્લીક કરો.
- હવે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરો.
- હવે તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
- હવે તમારા છેલ્લે બનેલા બીલની માહિતી બતાવશે.
- HTના બીલની ડાઉનલોડ કરવા માટે આપેલ લીંક click here પર ક્લીક કરો એટલે બીલ ખુલી જશે.
PGVCLના HT બીલની રકમ ચેક કરો – PGVCL HT Bill View using Chatbot
- ચેટબોટની મદદથી HTના બીલ ચેક કરવા માટે સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જવું પડશે.
વેબસાઈટની લીંક : ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva
- ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવાનું પેજ ખુલશે તેમાંથી તમારે જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરવાનું રહેશે.
- ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી HTના બીલની રકમ ચેક કરવા માટે તમારે View Last Bill પર ક્લીક કરો.
- હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરવાની રહેશે.
- હવે પછી ચેટબોટમાં તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ તમારા છેલ્લે બનેલા બીલની માહિતી ખુલી જશે.
- ગ્રાહકનું નામ (Consumer Name)
- છેલ્લા બીલની રકમ (Last Bill Amount)
- ભરવા માટેની છેલ્લી તારીખ (Pay Due Date)
- બીલનો સમય ગાળો (Bill Duration)
- તમારી ઓફિસનું નામ (Subdivision Name)
હવે HTનું બીલ ભરવા માટે બીલની માહિતીમાં એક લીંક આપેલ હશે Bill Payment એ લીંક ઉપર ક્લીક કરશો એટલે Quick Payment Portal ખુલશે જેની મદદથી તમે તમારું HTનું બીલ ઓનલાઈન ભરી શકશો.
Quick Payment Portal ની મદદથી બીલ કઈ રીતે ભરવું તેના માટેની માહિતી જાણવા નીચે આપેલ લીંક પર કલીક કરો.
PGVCLના HTના બીલ ડાઉનલોડ કરો – PGVCL HT Bill Download using ChatBot
- હવે બીલ ડાઉનલોડ કરવા માટે ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો પછી નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી HTનું બીલ ડાઉનલોડ કરવા માટે તમારે Download Latest Bill પર ક્લીક કરો.
- હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરવાની રહેશે.
- હવે પછી ચેટબોટમાં તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ ચેટબોટ તમને HT બીલ ડાઉનલોડ કરવા માટેની એક લીંક આપશે. નીચે મુજબ મેસેજમાં Click here ની લીક પર ક્લીક કરો.
- હવે જો તમે મોબાઈલમાંથી ઉપર મુજબની લીંક પર કલીક કરશો એટલે બીલની PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે.
- હવે જો તમે કમ્પ્યુટરમાંથી ઉપર મુજબની લીંક પર કલીક કરશો એટલે નીચે મુજબ બીલ નવા ટેબમાં ખુલશે. હવે બીલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે બીલની PDF ફાઇલ તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને HTના બીલ ચેક અથવા ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ – PGVCLનું HTનું લાઈટ બીલ કેવી રીતે ચેક કરવું ?
– ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > View Last Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની માહિતી બતાવશે.
પ્રશ્ન ૨ – PGVCLનું HTનું લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
– ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > Download Latest Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની લીંક આપશે તેના પર કલીક કરીને બીલ ડાઉનલોડ કરી શકશો.
અન્ય પોસ્ટ:
PGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કરો
PGVCLના HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો
PGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ
PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ