શું તમે MGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ? MGVCL Name Change Documents for Resident આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે ઘર કનેક્શનમાં નામ બદલી માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે.
Index of MGVCL Name Change Documents for Resident
ઘર બીલમાં નામ ક્યારે બદલવું પડે ?
- જો તમે ઘર વેચાતું લીધું હોય અને તેમાં જુના માલિકનું નામ આવતું હોય ત્યારે.
- ઘર વારસાઈમાં આવેલ હોય ત્યારે જુના નામ માંથી તમારા નામે કરવા.
- ઉપર મુજબના બે મુખ્ય કિસ્સામાં અથવા બીજા કોઈ કારણો સર નામ બદલવાની જરૂર પડે.
ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ – MGVCL Name Change Documents for Resident
ઘર કનેક્શનમાં નામ બદલી માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.
– ઘર/મકાન વેચાણથી લીધેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે
1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે
2. છેલ્લા લાઈટ બીલની નકલ
3. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)
- રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ
- અનુક્રમણિકા નકલ (આકારણી પત્ર)
- નવીનતમ વેરા રસીદ
- નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ/ ટેક્સ રસીદ/પ્રોપર્ટી કાર્ડ
- ફાળવણીનો પત્ર
- ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર
4. જુના ગ્રાહકની ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
5. જો ઘર/મકાન એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોની રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
6. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
– ઘર/મકાન વારસાઈમાં આવેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે
1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે
2. છેલ્લા લાઈટ બીલની નકલ
3. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)
- રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ
- અનુક્રમણિકા નકલ (આકારણી પત્ર)
- નવીનતમ વેરા રસીદ
- નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ/ ટેક્સ રસીદ/પ્રોપર્ટી કાર્ડ
- ફાળવણીનો પત્ર
- ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર
4. મૂળ માલીક અવસાન પામતા વારસાઈમાં નામ બદલી માટે મરણનો દાખલો
5. મૂળ માલીક હયાત હોય તો ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
6. જો ઘર/મકાન એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોની રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
7. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
શું તમારે MGVCLના બીલમાં તમારું નામ બદલવું છે ? તમારે બીલમાં નામ બદલવા માટે હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમે બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.
ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લીસ્ટ MGVCLની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.
ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો. ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : શું હું ઘર કનેક્શનમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી કરી શકું?
– હા, તમે ઘર કનેક્શનમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
પ્રશ્ન ૨ : ઘર કનેક્શનમાં નામ બદલી માટે કેટલો સમય લાગે છે?
– ઘર કનેક્શનમાં નામ બદલીનો સમય તમારી ઓફિસ મુજબ અલગ અલગ સમય લાગે છે.
પણ અંદાજે એક મહિના જેવો સમય લાગે છે.
અન્ય પોસ્ટ:
MGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો
MGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો
MGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ
MGVCLના ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ