શું તમે DGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ? DGVCL New Connection Documents for Resident આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે નવા ઘર કનેક્શન માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં જોશે.
હવે તમારે નવા કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવી પડશે. તમે નવા કનેક્શન માટેની અરજી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
Index of DGVCL New Connection Documents
ગામડામાં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ – DGVCL New Connection Documents for Village
જો તમારે ગામડામાં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.
1. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
2. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)
- રજિસ્ટર્ડ વેચાણ ડીડ
- અનુક્રમણિકા નકલ (આકારણી પત્ર)
- નવીનતમ વેરા રસીદ
- ફાળવણીનો પત્ર
- ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર
3. જો અરજદાર ભાડૂત હોય, તો નોટરાઇઝ્ડ લીઝ ડીડ રૂ. 300/- સ્ટેમ્પ પેપર અથવા ભાડા કરાર.
4. જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો A-1 ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ/સંબંધિત સંસ્થાના સત્તા પત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ.
5. જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો નોટરાઇઝ્ડ અંડર ટેકીંગ રૂ. 300/- સ્ટેમ્પ પેપર ઉપર.
6. બાજુમાં આવતા લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)
શહેર(સીટી)માં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ – DGVCL New Connection Documents for City
જો તમારે શહેર(સીટી)માં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.
1. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
2. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)
- રજિસ્ટર્ડ વેચાણ ડીડ
- નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ/ ટેક્સ રસીદ/પ્રોપર્ટી કાર્ડ
- ફાળવણીનો પત્ર
- માલિક પાસેથી એનઓસી (જો માલિક ન હોય પરંતુ કાયદેસર કબજેદાર)
3. જો અરજદાર ભાડૂત હોય, તો નોટરાઇઝ્ડ લીઝ ડીડ રૂ. 300/- સ્ટેમ્પ પેપર અથવા ભાડા કરાર.
4. જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો A-1 ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ/સંબંધિત સંસ્થાના સત્તા પત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ.
5. જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો નોટરાઇઝ્ડ અંડર ટેકીંગ રૂ. 300/- સ્ટેમ્પ પેપર ઉપર.
6. બાજુમાં આવતા લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)
શું તમારે DGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો ? DGVCLના નવા ઘર કનેક્શન માટે હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમે નવા ઘર કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.
ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લીસ્ટ DGVCLની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.
ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો. ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : DGVCL પાસેથી નવું કનેક્શન મેળવવામાં કેટલો સમય લાગે છે?
– DGVCL તરફથી નવું કનેક્શન મેળવવામાં અંદાજે ૧૫-૨0 દિવસ લાગી શકે જે દરેક ઓફિસ મુજબ અલગ અલગ સમય લાગે.
પ્રશ્ન ૨ : શું હું નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકું?
– હા, તમારે ફરજીયાત DGVCLના નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી કરવા માટે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
પ્રશ્ન ૩ : હું મારી નવી કનેક્શન એપ્લિકેશનની સ્થિતિ કેવી રીતે ટ્રૅક કરી શકું?
– DGVCLના નવા કનેક્શનની એપ્લિકેશનની સ્થિતિ ટ્રેક કરવા માટે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી Check Application Status પરથી કરી શકશો.
અન્ય પોસ્ટ:
DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો
DGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો
DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો