શું તમે UGVCLના ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી કરાવવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ? UGVCL Name Change Documents for Agriculture (AG) આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે.
Index of UGVCL Name Change Documents for Agriculture (AG)
ખેતીવાડી બીલમાં નામ ક્યારે બદલવું પડે ?
- જો તમે જમીન વેચાતી લીધી હોય અને તેમાં જુના માલિકનું નામ આવતું હોય ત્યારે.
- જમીન વારસાઈમાં આવેલ હોય ત્યારે જુના નામ માંથી તમારા નામે કરવા.
- ઉપર મુજબના બે મુખ્ય કિસ્સામાં અથવા બીજા કોઈ કારણો સર નામ બદલવાની જરૂર પડે.
ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ – UGVCL Name Change Documents for Agriculture (AG)
ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.
– જમીન વેચાણથી લીધેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે
1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે
2. છેલ્લા લાઈટ બીલની નકલ
3. નવા ૭-૧૨, ૮-અ અને ૬-નંબર હક્ક પત્ર (ઉતરોતર નોંધ)
4. ૧૬-નંબર પાણી પત્રનો દાખલો (મંત્રી પાસેથી)
5. વેચાણ દસ્તાવેજની નકલ
6. જુના ગ્રાહકની ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
7. જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોની રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
8. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
– જમીન વારસાઈમાં આવેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે
1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે
2. છેલ્લા લાઈટ બીલની નકલ
3. નવા ૭-૧૨, ૮-અ અને ૬-નંબર હક્ક પત્ર (ઉતરોતર નોંધ)
4. ૧૬-નંબર પાણી પત્રનો દાખલો (મંત્રી પાસેથી)
5. મૂળ માલીક અવસાન પામતા વારસાઈમાં નામ બદલી માટે મરણનો દાખલો
6. મૂળ માલીક હયાત હોય તો ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
7. જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોની રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતી
8. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
- સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ
શું તમારે UGVCLના બીલમાં તમારું નામ બદલવું છે ? તમારે બીલમાં નામ બદલવા માટે હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમે બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.
ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લીસ્ટ UGVCLની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.
ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો. ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : શું હું ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી કરી શકું?
– હા, તમે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
પ્રશ્ન ૨ : ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી માટે કેટલો સમય લાગે છે?
– ખેતીવાડી કનેક્શનમાં નામ બદલીનો સમય તમારી ઓફિસ મુજબ અલગ અલગ સમય લાગે છે.
પણ અંદાજે એક મહિના જેવો સમય લાગે છે.
અન્ય પોસ્ટ:
UGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ
UGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ
UGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો
UGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો