UGVCLમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવો – UGVCL Complaint Online

શું તમારા ઘરે લાઈટ નથી ? તમારી સર્વિસમાં પ્રોબ્લેમ છે ? આવી ઘણી બધી પાવર અને લાઈન બાબત ફરિયાદ માટે હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. UGVCL Complaint Online દ્વારા હવે તમે તમારી ફરિયાદ ઓનલાઈન નોધાવી શકશો.

હવે તમારે UGVCLમાં કોઈ પણ ફોલ્ટ થાય તો તમે ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશો જે ડાયરેક્ટ કોર્પોરેટ ઓફીસ ખાતે નોધાશે એટલે એનું નિવારણ પણ ચચોટ અને જલ્દી આવશે.

ફરિયાદ તમે ચેટબોટની મદદથી નોંધાવી શકશો જ્યાં તમારે માત્ર તમારો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને નોધાવી શકશો. જેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલી છે.

ટૂંકમાં માહિતી – UGVCL Complaint Online

  • સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જાવ.
  • પછી નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો.
  • ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી Register Power Supply Complain પર ક્લીક કરો.
  • તમારી Discom એટલે કે કંપની UGVCL સિલેક્ટ કરો.
  • તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
  • હવે તમારી ફરિયાદ (Complain) નોંધાય જશે અને ફરિયાદ નંબર આવશે જે તમે નોધી રાખો.

UGVCLના ટોલ ફ્રી નંબર – UGVCL Toll Free Number

  • નીચે આપેલા બે નંબર UGVCLના ટોલ ફ્રી નંબર જેના ઉપર ફોન કરીને તમે તમારી ફરિયાદ નોધાવી શકશો.
    • 19121
    • 1800 233 155335

UGVCLમાં ઓનલાઈન ફરિયાદ નોધાવો – UGVCL Complaint Online

  • ચેટબોટની મદદથી ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે તમારે સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જવું પડશે.

વેબસાઈટની લીંક : ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • ઉપરની લીંક પર જશો એટલે ઈ-વિદ્યુત સેવાનું પેજ ખુલશે તેમાંથી તમારે જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરવાનું રહેશે.
UGVCL Complaint Online
  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે તમારે Register Power Supply Complain પર ક્લીક કરો.
UGVCL Complaint Online
  • હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની UGVCL સિલેક્ટ કરવાની રહેશે.
UGVCL Complaint Online
  • હવે ત્યાર બાદ ચેટબોટમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
UGVCL Complaint Online
  • ગ્રાહક નંબર દાખલ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
UGVCL Complaint Online
  • હવે થોડો સમય લોડીંગ થયા બાદ તમારી ફરિયાદ નોંધાય જશે અને નીચે મુજન તમારો ફરિયાદ (Complain) નંબર આવશે જે તમે નોધી રાખો કેમકે તમારા ફરિયાદનું સ્ટેટસ (Status) જાણવા માટે તમારે ફરિયાદ નંબરની જરૂર પડશે.
UGVCL Complaint Online

UGVCL ફરિયાદની સ્થિતિ જાણો – UGVCL Complaint Status

ઉપર મુજબ ફરિયાદ નોધાવી લીધા બાદ હવે તમારે જાણવું હોય કે તમારી ફરિયાદની સ્થિતિ શું છે તે જાણવા માટે તમારે તમારા ફરિયાદ નંબરની જરૂર પડશે જે તમેને ઉપર મુજબ બતાવ્યા હશે.

  • હવે ફરીથી GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જઈને ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે તમારે Complain Status પર ક્લીક કરો.
UGVCL Complaint Online
  • હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની UGVCL સિલેક્ટ કરવાની રહેશે.
UGVCL Complaint Online
  • હવે ત્યાર બાદ ચેટબોટમાં તમારો ફરિયાદ નંબર (Complain Number) દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
UGVCL Complaint Online
  • હવે નીચે મુજબ ડાયલોગની અંદર તમારી ફરિયાદની સ્થિતિ બતાવશે. જેમાં ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, ફરિયાદ નંબર, ફરિયાદ ટાઈપ, ફરિયાદની સ્થિતિ બતાવશે.
UGVCL Complaint Online
  • હવે જ્યારે પણ તમારી ફરિયાદનું નિવારણ આવશે એટલે UGVCL દ્વારા તમને નીચે મુજબ મેસેજ મોકલીને જણાવવામાં આવશે.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – UGVCLમાં ઓનલાઈન ફરિયાદ કઈ રીતે નોંધાવવી ?

ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જાવ > ચેટબોટ ઉપર ક્લીક કરો > Register Power Supply Complain > તમારી કંપની સિલેક્ટ કરો > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો >તમારો મોબાઈલ નંબર દાખલ કરો એટલે તમારી ફરિયાદ નોંધાય જશે.

પ્રશ્ન ૨ – શું ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે કોઈ ચાર્જ લાગે ?

ના, UGVCLમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે કોઈ ફી લાગતી નથી. તે તમામ ગ્રાહકોને આપવામાં આવતી મફત સેવા છે.

પ્રશ્ન ૩ – શું હું ઓફિસ સમય બાદ પણ ફરિયાદ નોંધાવી શકું ?

હા, તમે UGVCLના ઓફિસ સમયની બહાર પણ 24/7 ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. તમારી સુવિધા માટે ઓનલાઈન સિસ્ટમ ઉપલબ્ધ છે.

અન્ય પોસ્ટ:

ચેટબોટની મદદથી UGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

UGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

UGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ કઈ રીતે કરવું

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment