શું તમે PGVCLનું બીલ જોવા અથવાતો PDF કોપી ડાઉનલોડ કરવા માંગો છો ? PGVCL Bill View આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે PGVCLનું બીલ કઈ રીતે જોવું અને PDF કોપીમાં ડાઉનલોડ કરવું.
હવે તમારે PGVCLના બીલ ઓનલાઈન જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે એક સરળ રીત નીચે મુજબ આપેલી છે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે બીલ કઈ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવું.
PGVCL Bill View
ટુંકમાં માહિતી – Short Information to PGVCL Bill View
- પહેલા PGVCL ની વેબસાઈટ જાઓ.
- તેમાંથી Consumer Bill View પર જાઓ.
- હવે તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરીને ચર્ચ બટન પર ક્લીક કરો.
- હવે તમારા બીલની માહિતી બતાવશે જેવીકે બીલની રકમ, બીલની તારીખ, છેલ્લે ભરેલ રકમ વગેરે.
- હવે તમારું બીલ ડાઉનલોડ કરવા માટે Download eBill બટન પર ક્લીક કરો.
PGVCLનું બીલ જાણો – PGVCL Bill View
- PGVCLનું બીલ જોવા માટે પહેલા PGVCLની વેબસાઈટ www.pgvcl.com પર જાઓ.
- હવે ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે તેમાંથી Consumer Bill View પેજ પર જાઓ. નીચે આપેલ ફોટામાં બતાવેલ લીંક પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને પછી (“હું રોબોટ નથી”/ “I’m not a robot”) ચેકબોક્સ પર ક્લિક કરો અને ચર્ચ બટનને ક્લિક કરો.
- હવે નીચે મુજબ તમે તમારા છેલ્લા બનેલા બીલની વિગતો જોઈ શકો છો. અહીં, તમે તમારી છેલ્લી ભરેલી રકમ વિશેની માહિતી પણ જોઈ શકો છો.
- ગ્રાહકનું નામ (Consumers Name)
- ગ્રાહકનું સરનામું (Consumers Address)
- બીલની તારીખ (Bill Date)
- બીલની છેલ્લી તારીખ (Due Date)
- બીલની રકમ (Bill Amount)
- છેલ્લે ભરેલી રકમ (Paid Amount)
- ભરેલ રકમની તારીખ (Payment Date)
બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ? (How to Download PGVCL Bill ?)
- બીલ ડાઉનલોડ કરવા માટે ઉપર મુજબ સ્ટેપ ફોલો કર્યા પછી નીચે મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી Download eBill પર ક્લીક કરો.
- હવે મોબાઈલમાં નીચે મુજબ પેજ ખુલશે તેમાં બીલ સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- ઉપર મુજબ પેજમાં ૩ ડોટ ઉપર ક્લીક કરો.
- ૩ ડોટ ઉપર ક્લીક કર્યા બાદ “Save as PDF” પર ક્લીક કરો.
- હવે તમારે જે પણ ફાઇલનું નામ અને જે લોકેસન પર સેવ કરવું હોય તે સિલેક્ટ કરીને Save બટન પર ક્લીક કરો.
- હવે કમ્પ્યુટરમાં નીચે મુજબ પેજ ખુલશે તેમાં બીલ સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
- નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લિક કરો.
- એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
- સેવ બટન પર ક્લિક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.
બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ? (How to Pay PGVCL Bill Online ?)
તમારું બીલ ઓનલાઈન ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- હવે નીચે મુજબ બીલ માહિતી પેજ પર તમારા બીલનો QR Code આપેલ હશે તે કોડ તમારા મોબાઈલમાં સ્કેન કરી અથવાતો નીચે આપેલ Click or Scan QR Code બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારા બીલની માહિતી આપેલ હશે તેમાં તમારે ઈમેઈલ અને મોબાઈલ નંબર નાખીને બીલ ભરી શકાશો.
- જો નીચે મુજબ પેજ પરથી બીલ કઈ રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરીને પૂરી માહિતી વાંચો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : PGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે જોવું ?
– પહેલા PGVCL વેબસાઈટ પર જાઓ > Consumer Bill View પર જાઓ > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો > ચર્ચ બટન પર કલીક કરો એટલે બીલ બતાવશે.
પ્રશ્ન ૨ : PGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ?
– ઉપર મુજબ બીલની માહિતી ખુલશે તેમાંથી QR કોડ આપેલ હશે તેના પર ક્લીક કરો અને પછી એક પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને બીલ ભરી શકશો.
પ્રશ્ન ૩ : PGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ?
– PGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહીતી આપલે છે. – PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
અન્ય પોસ્ટ:
ચેટબોટની મદદથી PGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો
April 2023 nu bill kevi rite kadhavu
તમારા જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે આપલે લીંક પરથી માહિતી વાંચો જેમાં તમે તમારા છેલ્લા એક વર્ષના બીલ ડાઉનલોડ અથવા જોઈ શકશો.
PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો – PGVCL Old Bill Download