PGVCLના બીલ ફોન પે (Phone Pe) ની મદદથી કઈ રીતે ભરવા – PGVCL Bill Pay using Phone Pe 2024

તમે તમારા PGVCL (પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ના બીલ ઓનલાઈન ફોને પે (Phone Pe) ની મદદથી ભરાવા માંગો છો ? PGVCL Bill Pay using Phone Pe આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે Phone Pe ની મદદથી તમારું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું અને ચેક કરવું.

હવે તમારે તમારું બીલ ચેક કરવા માટે કોઈ પણ વેબસાઈટની જરૂર નહી પડે કેમકે તમારા બીલની રકમ Phone Pe ની અંદર જ બતાવશે અને તમારું બીલ ભરવા માટે ઓફિસે જવાની પણ જરૂર નથી.

તમારા બીલની રકમ Phone Pe ની મદદથી ચેક અને ભરવા માટેની સરળ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે.

ટૂંકમાં માહિતી – PGVCL Bill Pay using Phone Pe

  • પહેલા Phone Pe એપ ઓપન કરો.
  • હવે પેમેન્ટ કેટેગરીમાં જઈને Electricity (વીજળી) ઓપ્સન ઉપર ક્લીક કરો.
  • હવે ઉપર આપેલ ચર્ચ બોક્ષમાં PGVCL લખો અને તેમાંથી PGVCL Paschim Gujarat Vij ઓપ્સન પસંદ કરો.
  • હવે ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરી CONFIRM બટન પર ક્લીક કરો.
  • હવે ગ્રાહકનું નામ, બીલની રકમ, બીલની તારીખ, બીલ ભરવાની છેલ્લી તારીખ બતાવશે.
  • હવે બીલ ભરવા માટે PROCEED TO PAY બટન પર ક્લીક કરો.
  • હવે તમારો UPI પીન દાખલ કરો એટલે તમારું બીલ ભરાય જશે.

ફોન પે (Phone Pe) ની મદદથી PGVCLના બીલ કઈ રીતે ભરવા ? – PGVCL Bill Pay using Phone Pe

  • પહેલા તમારે Phone Pe એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે અને તમારું બેંક એકાઉન્ટ તેમાં લીંક કરો. હવે Phone Pe એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલ છે.

Download Phone Pe App

  • પહેલા Phone Pe એપ ઓપન કરીને તેમાં નીચે જશો એટલે પેમેન્ટ કેટેગરીમાં નીચે મુજબનું Electricity (વીજળી) ઓપ્સન બતાવશે તેના ઉપર ક્લીક કરો.
PGVCL Bill Pay using Phone Pe
  • પછી ઉપર આપેલ ચર્ચ બોક્ષમાં PGVCL લખો એટલે તમને નીચે મુજબ દેખાશે. તેમાંથી PGVCL Paschim Gujarat Vij ઓપ્સન પસંદ કરો.
PGVCL Bill Pay using Phone Pe
  • હવે તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે તેમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને CONFIRM બટન પર ક્લીક કરો.
PGVCL Bill Pay using Phone Pe
  • હવે નીચે મુંજબ સ્ક્રીનમાં તમને તમારા બીલની વીગતો બતાવાશે. જેમાં ગ્રાહકનું નામ, બીલની રકમ, બીલની તારીખ, બીલની છેલ્લી તારીખ બતાવાશે. હવે બીલ ભરવા માટે નીચે આપેલ PROCEED TO PAY બટન પર ક્લીક કરો.
PGVCL Bill Pay using Phone Pe
  • હવે નીચે મુજબ ડાયલોગ દેખાશે તેમાં તમને તમારી રકમ દેખાશે અને નીચે આપલે લિસ્ટમાંથી તમારી બેંક પસંદ કરી અને Pay બટન પર ક્લીક કરી તમારો UPI પીન દાખલ કરો એટલે તમારું બીલ ભરાય જશે.
  • તમે તમારું બીલ ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડ, નેટ બેન્કિંગથી પણ ભરી શકશો. જેના માટેના ઓપ્સન પણ ફોન પે માં આપેલ છે.
PGVCL Bill Pay using Phone Pe
  • હવે પછીની સ્ક્રીનમાં તમને તમારા ભરેલા બીલની રસીદ અને વીગત જોવા મળશે. જેમાં UPI transaction ID, Phone Pe transaction ID વગેરે જોવા મળશે.
PGVCL Bill Pay using Phone Pe

તમારી ભરેલી રકમ જોવા માટે તમે PGVCL Bill Check એપનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમને તમારા બીલની રકમ અને છેલ્લે ભરેલી રકમ બતાવશે અથવા નીચે આપેલ આર્ટીકલ વાંચો જેમાં તમારા છેલ્લે ભરેલા 5 બીલની રકમ ચેક કરો.

PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ફોને પે (Phone Pe) દ્વારા બીલ ભરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. Phone Pe ની મદદથી બીલ કઈ રીતે ભરવું ?

– પહેલા Phone Pe એપ ઓપન કરો > પેમેન્ટ કેટેગરીમાં જઈને Electricity (વીજળી) ઓપ્સન સિલેક્ટ કરો પછી તમારો ગ્રાહક નંબર દાખલ કરો > હવે તમારા બીલની રકમ બતાવશે > નીચે આપેલ PROCEED TO PAY બટન પર ક્લીક કરો એટલે તમારો UPI પીન દાખલ કરી ને તમારું બીલ ભરાય જશે.

2. Phone Pe ની મદદથી ભરેલ બીલ મારા ખાતામાં કેટલા દિવસમાં બતાવશે ?

– ઓનલાઈન ભરેલી રકમ તમારા PGVCLના એકાઉન્ટમાં અપડેટ થવામાં 2-3 દિવસ લાગી શકે છે એની ખાસ નોધ લેવી.

3. જો મારું બીલ Phone Pe દ્વારા ભરવામાં નિષ્ફળ(Fail) જાય તો શું થશે?

– જો તમારું બીલ ભરવામાં નિષ્ફળ(Fail) જાય તો, Phone Pe સામાન્ય રીતે થોડા દિવસોમાં (૨-૩ દિવસમાં) તમારા બેંક એકાઉન્ટમાં રકમ રિફંડ કરે છે.

અન્ય પોસ્ટ:

ગુગલ પે (Google Pay) ની મદદથી PGVCLના બીલની રકમ ચેક અને ભરતા શીખો

PGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

PGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment