ચેટબોટની મદદથી MGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો – MGVCL Bill Check using ChatBot

શું તમે તમારું MGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરવા માંગો છો એ પણ ચેટબોટની મદદથી MGVCL Bill Check and Download using Chatbot કરવા માટેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે તે વાચો.

લોગીન કે રજીસ્ટ્રેસન કર્યા વગર બીલ ડાઉનલોડ અને ચેક કરી શકશો. હવે તમારું બીલ ચેક કરવા માટે GUVNL દ્વારા એક નવી મેથડ ચેટબોટ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે તમારું બીલ માત્ર ગ્રાહક નંબર દાખલ કરીને જ જાણી અને ડાઉનલોડ પણ કરી શકશો.

ચેટબોટની મદદથી બીલ ચેક કઈ રીતે કરવું ? – MGVCL Bill Check using ChatBot

  • ચેટબોટની મદદથી બીલ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જવું પડશે.

વેબસાઈટની લીંક : ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • ઉપરની લીંક પર જશો એટલે ઈ-વિદ્યુત સેવાનું પેજ ખુલશે તેમાંથી તમારે જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરવાનું રહેશે.
MGVCL Bill Check
  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી બીલ ચેક કરવા માટે તમારે View Last Bill પર ક્લીક કરો.
MGVCL Bill Check
  • ત્યાર પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની MGVCL સિલેક્ટ કરવાની રહેશે.
MGVCL Bill Check
  • ત્યાર બાદ ચેટબોટમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
MGVCL Bill Check
  • હવે નીચે મુજબ તમારા બીલની માહિતી ખુલી જશે.
  • ગ્રાહકનું નામ (Consumer Name)
  • છેલ્લા બીલની રકમ (Last Bill Amount)
  • ભરવા માટેની છેલ્લી તારીખ (Pay Due Date)
  • બીલનો સમય ગાળો (Bill Duration)
  • તમારી ઓફિસનું નામ (Subdivision Name)
MGVCL Bill Check

હવે બીલ ભરવા માટે બીલની માહિતીમાં એક લીંક આપેલ હશે Bill Payment એ લીંક ઉપર ક્લીક કરશો એટલે Quick Payment Portal ખુલશે જેની મદદથી તમે તમારું બીલ ઓનલાઈન ભરી શકશો.

Quick Payment Portal ની મદદથી બીલ કઈ રીતે ભરવું તેના માટેની માહિતી જાણવા નીચે આપેલ લીંક પર કલીક કરો.

MGVCL Online Bill Payment – MGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

ચેટબોટની મદદથી બીલ ડાઉનલોડ કઈ રીતે કરવું ? – MGVCL Bill Download using ChatBot

  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી બીલ ડાઉનલોડ કરવા માટે તમારે Download Latest Bill પર ક્લીક કરો.
MGVCL Bill Check
  • ત્યાર પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની MGVCL સિલેક્ટ કરવાની રહેશે.
MGVCL Bill Check
  • ત્યાર બાદ ચેટબોટમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
MGVCL Bill Check
  • હવે નીચે મુજબ ચેટબોટ તમને બીલ ડાઉનલોડ કરવા માટેની એક લીંક આપશે. નીચે મુજબ મેસેજમાં Click here ની લીક પર ક્લીક કરો.
MGVCL Bill Check
  • હવે મોબાઈલમાં નીચે મુજબ પેજ ખુલશે તેમાં બીલ સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
MGVCL Bill Check
  1. ઉપર મુજબ પેજમાં ૩ ડોટ ઉપર ક્લીક કરો.
  2. ૩ ડોટ ઉપર ક્લીક કર્યા બાદ “Save as PDF” પર ક્લીક કરો.
  3. હવે તમારે જે પણ ફાઇલનું નામ અને જે લોકેસન પર સેવ કરવું હોય તે સિલેક્ટ કરીને Save બટન પર ક્લીક કરો.
  • હવે કમ્પ્યુટરમાં નીચે મુજબ પેજ ખુલશે તેમાં બીલ સેવ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
MGVCL Bill Check
  1. ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
  2. નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લિક કરો.
  3. એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
  4. સેવ બટન પર ક્લિક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને બીલ ચેક અથવા ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

MGVCLનું બીલ ચેટબોટની મદદથી ચેક અને ડાઉનલોડ કરો || MGVCL Bill Check & Download using ChatBot

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – MGVCLનું લાઈટ બીલ કેવી રીતે ચેક કરવું ?

ચેટબોટ ઉપર ક્લીક કરો > View Last Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની માહિતી બતાવશે.

પ્રશ્ન ૨ – MGVCLનું લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

ચેટબોટ ઉપર ક્લીક કરો > Download Latest Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની લીંક આપશે તેના પર કલીક કરીને બીલ ડાઉનલોડ કરી શકશો.

અન્ય પોસ્ટ:

MGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

MGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

MGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા ચાર્જ લાગે છે

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment