DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો 2024 – DGVCL Bill Payment Receipt Download

DGVCL Bill Payment Receipt Download: DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો. બીલની રસીદ (રીસીપ્ટ) તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.

Read this post in English

ટૂંકમાં માહિતી – DGVCL Bill Payment Receipt Download

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
  • પછી પેયમેન્ટ હિસ્ટરીમાં જય ને તમારો ગ્રાહક નંબર અને સમયગાળો સિલેક્ટ કરો.
  • હવે તમારા દ્વારા ભરવામાં આવેલ બધી બીલની રસીદ બતાવશે.
  • હવે બીલની રસીદ ડાઉનલોડ કરવા માટે રસીદ નંબર પર ક્લિક કરો એટલે બીલ રસીદ ડાઉનલોડ થય જશે.
  • વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.

વિડીઓ જુઓ – DGVCL Bill Payment Receipt Download Video

રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal

સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે તમારા DGVCLના ગ્રાહક નંબર એડ કરવા પડશે.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

DGVCLના બીલની રસીદ કઈ રીતે ડાઉનલોડ કરવી? – How to Download DGVCL Bill Payment Receipt?

ઉપર મુજબ ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે આપેલ ફોટા મુજબ બતાવશે. જો નીચે મુજબ લીસ્ટ ન બતાવે તો હોમ પેજ પર જઈને પછી Manage Account પર ક્લીક કરશો એટલે બતાવશે.

  • હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે જુના બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Payment History પર ક્લીક કરો.
DGVCL Bill Payment Receipt Download
  • હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરની રસીદ ડાઉનલોડ કરવી હોય તેના ગ્રાહક નંબર અને જે તારીખથી રસીદ જોવી હોય તે તારીખ અને હાલની તારીખ સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
Download DGVCL Bill Payment Receipt
  • હવે નીચે મુજબ રસીદ નંબર (Receipt no), ભરેલ બીલની તારીખ (Collection Date), ભરેલ રકમ (Transaction Amount), ભરેલ મોડ (Mode of Payment) વગેરે માહિતી જોવા મળશે.
  • હવે તમારે જે પણ રસીદ ડાઉનલોડ કરવી હોય એના રસીદ નંબર (Receipt no) પર ક્લીક કરો એટલે રસીદ ખુલશે તેમાંથી Print બટન પર ક્લીક કરો એટલે ડાઉનલોડનું ઓપ્સન આવશે.
DGVCL Bill Payment Receipt
  • હવે Print પર ક્લીક આપ્યા પછી સેવ કરવા માટે કમ્પ્યુટરમાં નીચે મુજબ ઓપ્સન આવશે તેમાંથી તમારે Save as PDF સીલેક્ટ કરીને નીચે આપલે Save બટન પર કલીક કરવાનું રહેશે.
Bill Payment Receipt Download

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ભરેલ બીલની રસીદ ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. શું હું અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકું?

હા, તમે અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકો છો. બીલની રસીદ તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.

2. મારા ભરેલ બીલને મારા ખાતામાં અપડેટ થતાં કેટલો ટાઈમ લાગે ?

જો તમે બીલ ઓનલાઈન ભરો છો તો તેને અપડેટ થવામાં 2 થી 3 દિવસનો સમય લાગે એ પછી તે તમારા ખાતામાં બતાવશે.

3. શું ડાઉનલોડ કરેલી રસીદ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકાર્ય છે?

હા, પીજીવીસીએલ ઓનલાઈન પોર્ટલ પરથી તમે જે રસીદ ડાઉનલોડ કરો છો તે એક માન્ય દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમારા રેકોર્ડ અથવા અન્ય કોઈપણ જરૂરી હેતુ માટે થઈ શકે છે.

અન્ય પોસ્ટ:

DGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

DGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

DGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ગુગલ પે ની મદદથી DGVCLના બીલની રકમ જોવા

DGVCL ઓનલાઈન બીલ પેયમેન્ટ

3/5 - (3 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment