જો તમે તાજેતરમાં મકાન વેચાણથી ખરીદ્યું હોય, મિલ્કત ટ્રાન્સફર થઈ હોય અથવા વારસાગત માલિકી મળી હોય અને લાઈટ બીલમાં નામ બદલવું હોય, તો આ Light Bill Name Change Gujarat આર્ટિકલમાં તમને સંપૂર્ણ માહિતી આપેલ છે.
ગુજરાતમાં વીજ સેવા PGVCL, DGVCL, MGVCL અને UGVCL દ્વારા આપવામાં આવે છે. હવે ગ્રાહકો Light Bill Name Transfer Online પ્રક્રિયા દ્વારા ઘરે બેઠા e-Vidhyut Seva પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
આ આર્ટિકલમાં અમે Electricity Bill Name Change Gujarat Online Process કઈ રીતે કરવી, જરૂરી દસ્તાવેજો અને નામ બદલી માટેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપી છે.
📂 લાઈટ બીલ નામ ટ્રાન્સફર માટે જરૂરી ડોક્યુમેન્ટ
Electricity Bill Name Change Gujarat માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને ગ્રાહકની સહી
- નવા માલિકનું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ)
- જગ્યાની માલિકીનો પુરાવો (વેચાણ દસ્તાવેજ, વેરા પોંચ, પ્રોપર્ટી કાર્ડ, આકારણી પત્ર વગેરે)
- NOC (જુના ગ્રાહકની સંમતી)
- મરણનો દાખલો (જુના ગ્રાહક મરણ પામેલ હોય તો)
દસ્તાવેજો સ્પષ્ટ સ્કેન કરીને અપલોડ કરવાના થશે.
નામ બદલી માટે જરૂરી ડોક્યુમેન્ટનું ફૂલ લીસ્ટ જાણો
PGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ જાણવા અહી કલીક કરો
DGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ જાણવા અહી કલીક કરો
MGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ જાણવા અહી કલીક કરો
UGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ જાણવા અહી કલીક કરો
📌 લાઈટ બીલ નામ ટ્રાન્સફર માટેનો વીડિઓ જુઓ
💻 Light Bill Name Change Gujarat Online કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
Step 1: e-Vidhyut Seva વેબસાઈટ પર જાઓ અને લોગીન કરો.
Step 2: e-Vidhyut Seva પોર્ટલમાં તમારો ગ્રાહક નંબર એડ (લીંક) કરો.
Step 3: LT Change of Name વિકલ્પ પસંદ કરો.
Step 4: Applicant Detail તેમાં નવા ગ્રાહકની વિગત દાખલ કરો.
Step 5: Document Upload જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
Step 6: A1 Form Download તમારું એ-૧ ફોર્મ ડાઉનલોડ કરો.
Step 7: Disclaimer Acceptance & Payment અરજીનું પેમેન્ટ કરો.
Step 8: અરજી સબમિટ કરો.
Application Number દ્વારા Electricity Bill Name Change Application Status તપાસી શકો છો.
⏳ નામ બદલીનો સમય
સામાન્ય રીતે Light Bill Name Transfer Gujarat પ્રક્રિયામાં 4 થી 7 દિવસ સુધીનો સમય લાગે છે. (ડોક્યુમેન્ટ બધા ઓકે હોય તો અથવા વેરિફિકેશન મુજબ સમય બદલાઈ શકે છે.)
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
1. શું લાઈટ બીલમાં નામ બદલવાની ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ છે?
– હા, PGVCL, DGVCL, MGVCL અને UGVCL માટે તમે ઓનલાઇન e-Vidhyut Seva પોર્ટલમાં દ્વારા અરજી કરી શકશો.
2. શું ઓફિસ જવું જરૂરી છે?
– ના, નામ બદલીની અરજી માટે ઓફિસે જવાની જરૂર નથી.
3. અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી?
– Check Application Status દ્વારા તમે તમારી અરજીનું સ્ટેટસ જાણી શકશો.
અન્ય પોસ્ટ:
ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો
લાઈટ બીલમાં સ્પેલિંગ સુધારવા માટેનું ફોર્મ
લાઈટ બીલમાં અટક ઉમેરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો







Mari light bill name change in application Estimate Approval Stage per aavi ne ubhu rahi gayu che. Aagad kevi rite thase automatic ke Manual?