શું તમે તમારું UGVCLનું બીલ ઓનલાઈન ભરવા માંગો છો ? જો તમારે જાણવું હોય કે UGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું તો (UGVCL Online Bill Payment) આ માહિતી પૂરી વાચો.
Index of UGVCL Online Bill Payment
ટૂંકમાં માહિતી – UGVCL Online Bill Payment
- પહેલા Quick Payment Portal વેબસાઈટ ઉપર જાઓ.
- તેમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરી ચર્ચ બટન ક્લિક કરો.
- હવે તમારા બીલની વિગતો બતાવશે તેમાં તમારે રકમ, ઈમેલ, મોબાઈલ નંબર અને પેમેન્ટ મેથડ સિલેક્ટ કરીને નીચે આપેલ બટન પર ક્લીક કરો.
- હવે તમારી સામે ઘણા બધા ઓપ્સન ખુલશે નેટ બેન્કિંગ, ડેબીટ/ક્રેડીટ કાર્ડ, વોલેટ, UPI વગેરે જેમાંથી એક સિલેક્ટ કરી ને બીલનું પેમેન્ટ કરો એટલે બીલ ભરાય જશે.
UGVCLનું બીલ ઓનલાઈન કેવી રીતે ભરવુ ? – How to make UGVCL Online Bill Payment ?
ઉત્તર ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બીલ ભરવા માટે તમારે ઓફિસે જવાની જરૂર નથી હવે તમે ઘરે બેઠા જ બીલની રકમ ભરી શકશો.
બીલ ભરવા માટે ઘણા બધા ઓપ્સન આપેલા છે પણ તેમાંથી અમે તમને આજે Quick Payment Portal વિષે જણાવીશું. Quick Payment Portal જે UGVCL, PGVCL, DGVCL અને MGVCL ચારેય કંપની માટેની ઓફીસીઅલ વેબસાઈટ છે. જેની મદદથી તમે તમારું બીલ ઓનલાઈન ભરી શકશો.
ઓનલાઈન બીલ ભરવા માટે નીચે આપેલ માહીત મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલે તમારું બીલ ભરાય જશે.
- પહેલા બીલ પેમેન્ટ માટેની ઓફીસીઅલ વેબસાઈટ Quick Payment Portal પર જાઓ એટલે નીચે મુજબ પેજ ઓપન થાશે. તેમાંથી UGVCL સિલેક્ટ કરો.
- હવે નીચે મુજબ સ્ક્રીન ખુલશે તેમાં પહેલા બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર અને બીજા બોક્ષમાં વચ્ચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને પછી Check Consumer No બટન પર ક્લિક કરો.
- હવે નીચે મુજબ સ્ક્રીનમાં તમારી બીલની માહીત બતાવશે.
- ગ્રાહકનું નામ (Consumer Number)
- ગ્રાહક નંબર (Consumer No)
- છેલ્લ ભરેલી રકમ અને તારીખ (Last Paid Details)
- બીલની રકમ (Bill Amount)
- બીલની તારીખ (Bill Date)
- ભરવા પાત્ર રકમ (Amount to Pay)
- હવે નીચે આપેલ બોક્ષમાં તમારી રકમ આપેલ જ હશે અને હવે તમારે ઈમેઈલ અને મોબાઈલ નંબર દાખલ કરીને PayTm સિલેક્ટ કરીને Payment via Paytm પર ક્લીક કરો.
- નોંધ :- ભરવા પાત્ર રકમ (Amount to Pay) તમારે બદલવી હોય તો બદલાવી શકો અથવા તો જે છે તે જ રાખીને બીલ ભરી શકો.
- હવે નીચે મુજબ સ્ક્રીનમાં તમને QR કોડ દેખાશે જેને તમે તમારા કોયપણ એપ માંથી જેવી કે ગુગલ પે (Google Pay, ફોન પે (Phone Pay), પેટીએમ (Paytm), ભીમ (BHIM) વગેરે માંથી સ્કેન કરીને પેમેન્ટ કરો એટલે બીલ ભરાય જશે.
- UPI સિવાય પણ તમે તમારા ક્રેડીટ/ડેબીટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકશો.
- બીલ ભરાય ગયા પછી નીચે મુજબ તમારી બીલ રીસીપ્ટ (રસીદ) દેખાશે તેનો સ્ક્રીન શોટ પાડી લ્યો અથવા નીચે આપેલ Print બટન ઉપર ક્લીક કરો અને PDF તરીકે સેવ કરવા માટેનો ઓપ્સન આવશે.
- Print બટન પર ક્લીક કર્યા પછી નીચે મુજબ સ્ક્રીન ખુલશે જેમાં તમારે Save as PDF સિલેક્ટ કરી ને પછી નીચે આપેલ Save બટન પર ક્લીક કરો એટલે PDF તમારા મોબાઈલ/કમપ્યુટરમાં સેવ થય જશે.
ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે સરળ રીતે બીલ ભરાય જશે.
ખાસ નોંધ : બીલની ભરેલી રકમ તમારા UGVCLના એકાઉન્ટમાં અપડેટ થવામાં 2 થી 3 દિવસ લાગી શકે છે એની ખાસ નોધ લેવી.
કેટલી રીતે UGVCLનું બીલ ઓનલાઈન ભરી શકીએ – How many ways to Pay UGVCL Bill Online
બીલ ભરવા માટે ઘણી બધી ચુકવણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તમે વિવિધ UGVCL બીલ ચૂકવવાની પદ્ધતિઓમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
- ડેબિટ કાર્ડ
- ક્રેડીટ કાર્ડ
- UPI અને વૉલેટ
- નેટ બેન્કિંગ
UGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ? – How to Download/Check UGVCL Bill ?
નીચે આપેલ લીંક પર જય ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલે તમારું બીલ ડાઉનલોડ અથવા બીલની રકમ ચેક કરી શકશો.
UGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરવા અહી ક્લીક કરો
UGVCL બીલ પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે તપાસવું – How To Check UGVCL Bill Payment Status
- UGVCL Online Bill Payment Status બીલ પેમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે પહેલા Quick Payment Portal પર જાઓ. તેમાં નીચે Check Paytm Transcation Status બટન પર ક્લીક કરો.
- હવે તમારી કંપની UGVCL સિલેક્ટ કરશો એટલે નીચે મુજબ સ્ક્રીન ખુલશે તેમાં તમારો ઓર્ડર આઈડી નંબર દાખલ કરો જે તમારી બીલ ભરેલ રીસીપ્ટ(રસીદ)માં હોય છે તે દાખલ કરીને પછી Submit બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ સ્ક્રીનમાં તમારા પેમેન્ટનું સ્ટેટસ બતાવશે. જેમાં ટ્રાન્જેકસન તારીખ, ઓર્ડર આઈડી, ટ્રાન્જેકસન આઈડી, બેંક ટ્રાન્જેકસન આઈડી, પેમેન્ટ સ્ટેટસ, ગેટવે નામ વગેરે બતાવશે.
ઉપર મુજબ માહિતી વાંચીને જો તમને બીલ ભરવામાં કોય પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે નીચે કોમેન્ટમાં અમને જણાવી શકશો. અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : UGVCLનું બીલ ઓનલાઈન કઈ રીતે ભરવું ?
– UGVCLનું બીલ ભરવા માટે ઘણી બધી રીતો છે જેવી કે ગુગલ પે, ફોન પે, પેટીએમ વગેરે પણ ઉપર આપેલ માહિતીમાં કંપનીની ઓફિસિલ વેબ સાઈટઉપરથી બીલ કઈ રીતે ભરવું તેની માહિતી આપેલ છે.
પ્રશ્ન ૨ : UGVCLનું બીલ ઓનલાઈન ભર્યા પછી એની રસીદ કેવી રીતે ડાઉનલોડ કરવી ?
– ઉપર માહિતીમાં જણાવેલ છે તે મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો એટલે બીલ ભરાયા પછી રસીદ બતાવશે જેને તમારે પ્રિન્ટ અથવા સ્ક્રીન શોટ પાડવાનો રહેશે.
પ્રશ્ન ૩ : UGVCLનું બીલ ઓનલાઈન ભર્યા પછી કેટલા દિવસમાં અપડેટ થાય ?
– UGVCLનું બીલ તમે કોઈપણ રીતે ભરો એટલે તેને તમારા એકાઉન્ટમાં અપડેટ થતા 2 થી 3 દિવસ લાગે.
અન્ય પોસ્ટ:
UGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી
UGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો
UGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા ચાર્જ લાગે છે
ઓનલાઇન બિલ ભર્યાં પછી
ટ્રાન્ઝેક્શન not successful
આવે chhe
જો પેમેન્ટ successful થયું હશે તો અપડેટ થવામાં 2-3 દિવસ લાગે અને જો પેમેન્ટ fail થયું હશે તો પૈસા પાછા તમારા ખાતામાં આવી જશે.
76351003482
બીલ ભર્યા ની રિસિપ્ટ કેવી રીતે જોવી
રીસીપ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપલે લીંક ઉપર કલીક કરો એટલે માહિતી મળી જશે.
PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો 2024 – PGVCL Bill Payment Receipt Download