PGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ – PGVCL New Connection Documents for Agriculture (AG)

શું તમે PGVCLનું નવું કનેક્શન ખેતીવાડી માટે લેવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ? PGVCL New Connection Documents for Agriculture (AG) આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે નવા ખેતીવાડી કનેક્શન માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે.

Read this post in English

તમારે નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે તમારી ઓફિસે જઈને અરજી કરવી પડશે. ખેતીવાડી માટે હાલ ઓનલાઈન અરજી સ્વીકારવામાં નથી આવતી. જો તમારે નવા ઘર કનેક્શન માટેની અરજી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.

ખેતીવાડીમાં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ – PGVCL New Connection Documents for Agriculture (AG)

જો તમારે ખેતીવાડીમાં નવું કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.

1. અરજી ફોર્મ (A-1 ફોર્મ) અરજદારની સહી તથા ફોટા સાથે

2. નવા ૭-૧૨, ૮-અ અને ૬-નંબર હક્ક પત્ર (ઉતરોતર નોંધ)

2. ૧૬-નંબર પાણી પત્રનો દાખલો (મંત્રી પાસેથી)

3. જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો બાકીના ભાગીદારોનું નોટરાઇઝ્ડ સંમતિ પત્ર રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.

4. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી ઓળખ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
  • સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ

5. બાજુમાં આવતા ખેતીવાડી લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)

6. ૭-૧૨ ના દાખલામાં સંયુક્ત ભાગીદારી વાળા કુવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર.

PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લીસ્ટ PGVCLની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.

ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો. ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : શું હું નવા ખેતીવાડી કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકું?

ના, ખેતીવાડી માટે હાલ ઓનલાઈન અરજી સ્વીકારવામાં નથી આવતી. નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે તમારી ઓફિસે જઈને અરજી કરવી પડશે.

પ્રશ્ન ૨ : PGVCL પાસેથી નવું ખેતીવાડી કનેક્શન મેળવવામાં કેટલો સમય લાગે છે?

– નવા ખેતીવાડી કનેક્શનમાં સમય તમારી ઓફિસ મુજબ અલગ અલગ સમય લાગે કેમકે ખેતીવાડી કનેક્શનમાં અરજી મુજબ પ્રાથમિકતા (priority) જાળવવામાં આવે છે.

અન્ય પોસ્ટ:

PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ

PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

PGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

PGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

PGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment