PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો – PGVCL New Connection Application

શું તમે PGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો ? PGVCL New Connection જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવી પડશે.

Read this post in English

તમારે PGVCLના નવા ઘર કનેકશન માટે અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તેના માટેની સરળ માહિતી નીચે મુજબ આપેલી છે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે ઘર કનેક્શન માટે અરજી કઈ રીતે કરવી.

ટૂંકમાં માહિતી – Short Information for PGVCL New Connection

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • હોમ પેજ પરથી New Connection પર ક્લીક કરો.
  • પછી LT New Connection (Load <100KW) પર ક્લીક કરો.
  • પછી ગ્રાહકની વીગત ( ગ્રાહકનું નામ, સરનામું વગેરે ) દાખલ કરો.
  • પછી તમારો લોડ દાખલ કરો.
  • પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે પેયમેન્ટ કરી અને તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે તમારી અરજી CPCમાં કોર્પોરેટ ઓફિસ ખાતે જશે જ્યાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે. પછી તમારી અરજી આગળ વધશે.

રજીસ્ટ્રેસન કરો – Registration on Portal

  • સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. નીચે આપેલી લીંક પરથી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે નીચે આપેલ Signup પર ક્લીક કરો.
pgvcl new connection
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની PGVCL સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેસન થઈ જશે.
pgvcl new connection

લોગીન કરો – Login into Portal

ઉપર મુજબ રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને કંપની PGVCL સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે OTP આવશે તે નાખી ને લોગીન કરો.
pgvcl new connection

નવા કનેક્શનની અરજી – PGVCL New Connection Application

  • લોગીન કર્યા બાદ નીચે મુજબ પેજ ખુલશે તેમાંથી નવા કનેક્શન માટે અરજી કરવા માટે New Connection પર કલીક કરો.
pgvcl new connection
  • હવે નીચે મુજબ પેજમાં બે વિકલ્પ આવશે જેમાં 100KW (LT) સુધીના લોડ માટે અરજી કરવી હોય તો પહેલા વિકલ્પમાંથી અરજી થશે. જયારે 100KW (HT) થી વધારે લોડ માટે અરજી કરવી હોય તો બીજા વિકલ્પમાંથી થશે.
  • આપણે પહેલા વિકલ્પ LT New Connection (Load <100KW) પર ક્લીક કરો.
pgvcl new connection

ગ્રાહકની વિગતો દાખલ કરો – Application Detail

  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે ગ્રાહકની વીગત ભરવાની રહેશે. નીચે મુજબની વીગતો કેવી રીતે ભરવી તે માહિતી નીચે મુજબ આપેલ છે.
pgvcl new connection
  • સૌથી પહેલા Service Request Information માં નીચે મુજબ માહિતી ભરવાની રહેશે.
  • Consumer Type : Individual (આપણે પોતાના ઘર માટે અરજી કરીએ એટલે Individual આવશે.)
  • Category : Residential ( આપણે રહેણાક ઘર માટે અરજી કરીએ એટલે Residential આવશે.)
  • Title : તમારા નામ મુજબ તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવું. (Mr, Miss, Mrs, Dr, વગેરે)
  • Full Name : તમારું આખું નામ અટક સાથે દાખલ કરવું
  • Purpose : Residential (તેમાં ઘર મારે Residential સિલેક્ટ જ હશે.)
  • Area Type : URBAN/RULAR (જો શહેરમાં હોય તો URBAN અને જો ગામડામાં હોય તો RULAR સિલેક્ટ કરો.
  • Land/Property area Location : Gamtal (આમાં આપડે બે વિકલ્પ આપલે છે તેમાંથી આપડે Gamtal સિલેક્ટ કરવું.)
  • હવે Location Details માં તમારા બાજુમાં ઘર હોય અને બીલ આવતું હોય તેનો ગ્રાહક નંબર દાખલ કરો.
  • Nearest Consumer No : બાજુ વારનો ગ્રાહક નંબર
  • હવે Connection Address માં નીચે મુજબ તમારા ઘરનું સરનામું ભરવાનું રહેશે.
  • Address Line 1 : તમારું સરનામું જેવુકે ઘર નંબર વગેરે.
  • Address Line 2 : તમારું સરનામું જેવુકે નજીકનું લોકેસન વગેરે.
  • State : GUJARAT
  • District : તામારો જીલ્લો પસંદ કરો.
  • Taluka : તમારો તાલુકો પસંદ કરો.
  • City/Village : તમારું શહેર અથવા ગામ પસંદ કરો.
  • Pin Code : તમારો પીન કોડ દાખલ કરો.
  • Contact Type : Mobile/Landline માંથી એક સિલેક્ટ કરો.
  • Mobile : તમારો મોબાઈલ નંબર દાખલ કરો જેમાં OTP આવશે.
  • E-Mail Address : તમારું ઈમેલ દાખલ કરો.
  • ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ નીચે Proceed બટન પર ક્લીક કરો.

લોડની વીગત દાખલ કરો – Load Entry

  • હવે નીચે મુજબ પેજમાં સૌથી પહેલા તમારા મોબાઈલ અને ઈમેલમાં આવેલ OTP દાખલ કરો અને Submit OTP પર કલીક કરો.
  • હવે તમારો લોડ દાખલ કરો. લોડ દાખલ કરવા માટે Appliance ના ડ્રોપડાઉનમાંથી OTHERS 3 સિલેક્ટ કરી Quantity માં જેટલા KWનું કનેક્સન લેવું છે તે મુજબ લોડ દાખલ કરો એટલે નીચે તમારો લોડ બતાવશે અને પછી Submit બટન પર ક્લીક કરો. (ઉ.દા. : 1KW માટે 1000, 2KW માટે 2000, 2.5KW માટે 2500 દાખલ કરો)
pgvcl new connection

ડોક્યુમેન્ટ ઉમેરો – Documents Upload

  • હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
pgvcl new connection
  1. Photo Graph : અહિયાં તમારે તમારો પાસપોર્ટ સાઈજનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટાની સાઈજ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ.
  2. Signature : અહિયાં તમારે એક કોળા કાગળમાં તમારી સહી કરી અને ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. તેની સાઈજ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ.
  3. Identity Proof : આની અંદર તમારે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પેન કાર્ડ વગેરે માંથી એક અપલોડ કરો. ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf હોવું જોઈએ.
  4. Proof of ownership/occupancy : આની અંદર તમારે જગ્યાની માલિકીનો હક દર્શાવતું પ્રુફ અપલોડ કરવું પડશે. જેમકે આકારણી પત્ર, વેરા પોંચ, મયુંન્સીપાલ ટેક્ષ રસીદ, વેચાણ દસ્તાવેજ કોપી વગેરે.
  5. Authorization Document : આની અંદર જો તામારે કંપની હોય તો તેનો લેટર અપલોડ કરો.
  6. Other Document : જો કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ જોડવા હોય જેવાકે બાંધકામની મંજુરી વગેરે.
  7. Test Report : જે તમારે કોઈપણ GEB ઓથોરાઈજ કોન્ટ્રાકટર પાસે ભરાવીને અપલોડ કરવાનો રહેશે. જે તમારે પાછળથી અપલોડ કરવાનો રહેશે અથવા રૂબરૂ તમારી ઓફીસે જઈને આપવાનો રહેશે.
  • ઉપર મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.

એ-વન ફોર્મ ડાઉનલોડ – A1 Form Download

  • હવે નીચે મુજબ પેજમાં તમારે નવા કનેક્શન માટે તમારા લોડ પ્રમાણે કેટલા રૂપિયા ભરવા પડશે તે બતાવશે અને પેયમેન્ટ માટેની લીંક આપેલ હશે. તમારો એપ્લિકેશન નંબર અને એ-વન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આવશે. તમારું ફોર્મ ડાઉનલોડ કરવા માટે View Your Application (A1 Form) પર ક્લીક કરો.
pgvcl new connection
  • હવે નીચે મુજબ નવા ટેબમાં તમારું એ-વન ફોર્મ ખુલી જશે તેને ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે તમારું એ-વન ફોર્મ ડાઉનલોડ થઈ જશે.
pgvcl new connection
  • હવે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ પેયમેન્ટ કરવા માટે નીચે મુજબના પેજમાંથી Pay Now બટન પર ક્લીક કરો.
pgvcl new connection

પેયમેન્ટ કરો – Payment

  • હવે નીચે મુજબ પેજમાં અમુક સરતો (Condition) આપેલ હશે તે વાંચી અને નીચે આપેલ ચેક બોક્ષમાં ટીક કરીને Submit બટન પર ક્લીક કરો.
pgvcl new connection
  • હવે નીચે મુજબ પેજમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Submit બટન પર ક્લીક કરો.
pgvcl new connection
  • હવે નીચે મુજબ ગ્રાહકનું નામ અને ભરવા પાત્ર રકમ હેડ વાઈજ બતાવશે અને નીચે આપેલ Pay Now બટન પર ક્લીક કરો.
pgvcl new connection
  • હવે Disclaimer પેજ આવશે તેમાં નીચે આપેલ Continue બટન આપલે હશે તેના ઉપર ક્લીક કરો એટલે નીચે મુજબ પેયમેન્ટ માટેનો ડાયલોગ આવશે. તેમાંથી તમે કોઈપણ પેયમેન્ટ મેથડ સીલેક્ટ કરીને તમારું પેયમેન્ટ કરી શકશો.
pgvcl new connection
  • હવે UPI ઉપર ક્લીક કરીને નીચે મુજબ QR Code આવશે તેને તમારા કોઈપણ પેયમેન્ટ એપમાંથી સ્કેન કરીને પેયમેન્ટ કરો.
pgvcl new connection
  • હવે તમારું પેયમેન્ટ થયા બાદ નીચે મુજબ તમારી પેયમેટની રસીદ ઓપન થશે અને તેને સેવ કરવા માટે નીચે આપેલ Print બટન પર ક્લીક કરો એટલે PDF સેવ થઈ જશે.
pgvcl new connection
  • પેયમેન્ટ થયા પછી તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે અને જો કોઈ ક્વેરી (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
  • જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે દસ્તાવેજને નકારી શકે છે. તે જ દસ્તાવેજ અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવા પડશે.
  • આ રીતે તમારી નવા કનેક્શન માટેની અરજી થઈ જશે જેનું સ્ટેટસ તમે હોમ પેજ ઉપર બતાવશે.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને નવા કનેકશન માટે અરજી કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – PGVCLના નવા કનેક્શન માટે અરજી કઈ રીતે કરવી ?

સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરો પછી New Connection પર જઈ જરૂરી માહિતી જેવીકે તમારું નામ, સરનામું, લોડ, જરૂરી દસ્તાવેજ અને પેયમેન્ટ કરી તમારી અરજી થઈ જશે. જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપર આપેલ છે.

પ્રશ્ન ૨ – PGVCLના નવા ઘર કનેક્શન માટે શુ ચાર્જ છે ?

PGVCLના નવા ઘર કનેક્શનનો ચાર્જ તમારા લોડ ઉપરથી નક્કી થાય છે. 2KW ના કનેક્શન માટે અંદાજે 5000 જેવો ચાર્જ લાગે.

પ્રશ્ન ૩ – PGVCLના નવા ઘર કનેક્શન માટે કયા દસ્તાવેજોની જરૂર પડે ?

– ઓળખ કાર્ડ (રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે), જગ્યાની માલિકી હક (આકારણી પત્ર, વેરા પોંચ, મયુંન્સીપાલ ટેક્ષ રસીદ, વેચાણ દસ્તાવેજ વગેરે), બાજુ વાળાનો ગ્રાહક નંબર, પાસપોર્ટ સાઈજ ફોટો, અને માલિકી હકમાં એક કરતા વધુ નામ હોયતો જેના નામે લેવું છે તેના સિવાય બીજા બધાનું સંમતી પત્ર 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલું.

અન્ય પોસ્ટ:

PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો

PGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

PGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો

ચેટબોટની મદદથી PGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment