MGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો 2024 – MGVCL Name Change Online Application in Agriculture(AG)

MGVCL Name Change Online: ખેતીવાડી બીલમાં નામ બદલીની માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે. MGVCL Name Change માટેની અરજી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકશો.

Read this post in English

ખેતીવાડી બીલમાં નામ બદલવાની ક્યારે જરૂર પડે?

  • જો તમે જમીન વેચાતી લીધી હોય અને જુના માલિકના નામે બીલ આવતું હોય ત્યારે.
  • જો જમીન વારસાઈમાં આવેલ હોય ત્યારે જુના નામ માંથી નવા નામે કરવા.
  • ઉપર મુજબના બે મુખ્ય કારણ હોય શકે અથવા બીજા કોઈ કારણો સર નામ બદલવાની જરૂર પડે.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal

MGVCL Name Change Online: ખેતીવાડી બીલમાં નામ બદલી કરવા માટે સૌથી પહેલા તમારે ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન કરવું પડશે અને જે પણ બીલમાં નામ બદલી કરવાની છે તેનો ગ્રાહક નંબર પોર્ટલમાં એડ કરવો પડશે.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપેલી લીંક પરથી માહિતી વાંચો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી કઈ રીતે કરવી? – MGVCL Name Change Online Application in Agriculture(AG)

– ઉપર મુજબ લીંક પરથી માહિતી વાંચી અને રજીસ્ટ્રેસન અને ગ્રાહક નંબર એડ કર્યા પછી લોગીન કરો એટલે નીચે મુજબ હોમ પેજ આવશે.

– હવે હોમ પેજમાંથી ડાબી બાજુ આપેલ LT Name Change પર ક્લીક કરો જે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.

mgvcl name change online

– હવે નીચે મુજબ પેજમાં તમારા જેટલા ગ્રાહક નંબર એડ કરેલ હશે તે ડ્રોપ-ડાઉન લીસ્ટમાં બતાવશે. તેમાંથી જે ખેતીવાડીના ગ્રાહક નંબરમાં નામ બદલવાનું છે તે સિલેક્ટ કરીને નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.

mgvcl name change online application

નવા ગ્રાહકની વિગતો દાખલ કરો – Applicant Detail

– હવે નીચે મુજબ પેજમાં જુના ગ્રાહકની વીગતો બતાવશે જેવી કે જુના ગ્રાહકનું નામ, કેટેગરી, લોડ વગેરે માહિતી બતાવશે.

– હવે નીચે આપેલ પેજમાં તમારે નવા ગ્રાહકની વીગત ભરવાની રહેશે. હવે નવા ગ્રાહકની વિગત કઈ રીતે ભરવી તેની માહિતી નીચે મુજબ આપેલ છે.

mgvcl name change online
Nameનવા ગ્રાહકનું નામ દાખલ કરો.
Reasonતમારે નામ બદલાનાનું કારણ સિલેક્ટ કરવાનું રહેશે. (તેમાં તમે Other સિલેક્ટ કરો)
Security Depositઆની અંદર બે ઓપ્સન આપેલ છે જેની વિગત નીચે આપેલ છે.
  1. Entire amount to be paid by consumer: પૂરે પૂરી નવી સિક્યુરીટી ડીપોજીટ નવા ગ્રાહક દ્વારા ભરવી
  2. Difference amount to be paid by consumer: ડીફરન્ટની રકમ નવા ગ્રાહક દ્વારા ભરવી (જેમાં જુના ગ્રાહકની સિક્યુરીટી ડીપોજીટ સાથે એડજસ્ટ કરવામાં આવશે અને એ પ્રમાણે નવી ડીપોજીટ ભરવાની થશે)
  • Security Deposit માં તમે જો જમીન વેચાતી લીધેલ હોય તો પહેલુ ઓપ્સન Entire amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જુના ગ્રાહકને તેની ડીપોજીટ પરત જોઈતી હોય તો તે તેના માટેની અરજી કરીને પરત મેળવી શકશે.
  • Security Deposit માં જો જમીન વારસાઈમાં આવેલ છે તો બીજું ઓપ્સન Difference amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જૂની ડીપોજીટ સાથે એડજસ્ટ કરીને ડીફરન્ટની રકમ ભરવી પડશે.
  • Old Security Deposit Amount Already Paid by consumer : આની અંદર જૂની ભરેલી ડીપોજીટની રકમ બતાવશે.
  • ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ નીચે Submit બટન પર ક્લીક કરો.

ડોક્યુમેન્ટ ઉમેરો – Documents Upload

– હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

name change mgvcl online
Photo Graph– ફોટો ગ્રાફમાં તમારે નવા ગ્રાહકનો પાસપોર્ટ સાઈજનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
– ફોટાની સાઈઝ 20kb ની અંદર અને ફોરમેટ .jpg માં હોવો જોઈએ.
Signature– સીગ્નેસરમાં તમારે એક કોળા કાગળમાં નવા ગ્રાહકની સહી કરી અને ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.
– ફોટાની સાઈઝ 20kb ની અંદર અને ફોરમેટ .jpg માં હોવો જોઈએ.
Identity Proof– અહી તમારે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પેન કાર્ડ વગેરે માંથી કોઈપણ એક અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf હોવું જોઈએ.
Ownership Proof– તમારે અહી જગ્યાની માલિકીનો હક દર્શાવતું પ્રુફ અપલોડ કરવું પડશે. જેમકે 7-12,8 અ,6 નંબર ઉતરોતર, વેચાણ દસ્તાવેજ કોપી વગેરે.
Original receipt for payment of Security deposit– અહી જો તમારી જૂની ડીપોજીટની ભરેલ રકમની પોંચ હોય તો તે અપલોડ કરો અથવા નહી કરો તો પણ ચાલશે.
Consent of Partner on Rs. 300 Stamp (Duly notarized) if property is jointly owned– જો જમીન એક કરતા વધારે ખાતેદારના નામે હોય તો જેના નામે કરવાનું હોય તેના સિવાય બીજા જેટલા નામ હોય તે બધાનું રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવેલ સંમતિ પત્ર.
  • ઉપર મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.

MGVCLના ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ જાણવા આ માહિતી વાંચો

એ-વન ફોર્મ ડાઉનલોડ – A1 Form Download

– હવે નીચે મુજબ પેજમાં તમારે કેટલા રૂપિયા ભરવા પડશે તે બતાવશે અને પેમેન્ટ માટેની લીંક આપેલ હશે. તમારો એપ્લિકેશન નંબર અને એ-વન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આપેલ હશે. હવે તમારું ફોર્મ ડાઉનલોડ કરવા માટે View Your Application (A1 Form) પર ક્લીક કરો.

name change online mgvcl

– હવે નવા ટેબમાં તમારું એ-વન ફોર્મ ખુલી જશે તેને ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે તમારું એ-વન ફોર્મ ડાઉનલોડ થઈ જશે.

mgvcl name change

– હવે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ ફરી પેમેન્ટ સ્ક્રીન પર જાવ એટલે નીચે મુજબના પેજમાંથી Pay Now બટન પર ક્લીક કરો.

online mgvcl name change

પેમેન્ટ કરો – Payment

– હવે નીચે મુજબ પેજમાં અમુક સરતો (Condition) આપેલ હશે તે વાંચી અને નીચે આપેલ ચેક બોક્ષમાં ટીક કરીને Submit બટન પર ક્લીક કરો.

mgvcl name change

– હવે નીચે મુજબ પેજમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Submit બટન પર ક્લીક કરો.

mgvcl name change application

– હવે નીચે મુજબ ગ્રાહકનું નામ અને ભરવા પાત્ર રકમ બતાવશે અને નીચે આપેલ Pay Now બટન પર ક્લીક કરો.

mgvcl name change online

– હવે Disclaimer પેજ આવશે તેમાં નીચે આપેલ Continue બટન આપલે હશે તેના ઉપર ક્લીક કરો એટલે નીચે મુજબ પેમેન્ટ માટેનો ડાયલોગ આવશે. તેમાંથી તમે કોઈપણ પેમેન્ટ મેથડ સીલેક્ટ કરીને તમારું પેમેન્ટ કરી શકશો.

mgvcl name change application

– હવે તમારું પેમેન્ટ થયા બાદ નીચે મુજબ તમારી પેમેન્ટની રસીદ આવી જશે અને તેને સેવ કરવા માટે નીચે આપેલ Print બટન પર ક્લીક કરો એટલે PDF સેવ થઈ જશે. નીચે આપેલ રસીદ ખાલી ઉદાહરણ તરીકે આપેલ છે.

mgvcl name change application
  • હવે પેમેન્ટ કર્યા પછી તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટની તપાસ થશે અને જો કોઈ પ્રોબ્લેમ (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) લાગશે તો અરજીને રીજેક્ટ (અસ્વીકાર) અથવા એકશેપ્ત (સ્વીકાર) કરી શકે છે.
  • જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ડોક્યુમેન્ટ યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે અરજીને રીજેક્ટ કરી શકે છે. જરૂર જણાય તો અરજદારને પોર્ટલ પર ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે.
  • આ રીતે તમારી નામ બદલીની અરજી થઈ જશે જેનું સ્ટેટસ Check Application Status ઉપર જઈ ને ચેક કરી શકશો.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને નામ બદલીની અરજી કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. MGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી?

– MGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકશો.

2. જો મારી ખેતીવાડીની નામ બદલીની અરજી રીજેક્ટ થાય તો શું કરવું?

– જો તમારી ખેતીવાડીની અરજી રીજેક્ટ થશે તો તેના માટે MGVCL સામાન્ય રીતે કારણ આપશે અને જો જરૂરી ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરવાના થાય તો તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કરીને કરી શકશો.

3. ખેતીવાડીની નામ બદલીની અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?

ખેતીવાડીની નામ બદલીની અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કરો અને તેમાંથી Check Application Status માં જઈને તમારી નામ બદલીની અરજીનું સ્ટેટસ ચેક કરી શકશો.

4. અરજી કર્યા પછી નામ બદલવામાં કેટલો સમય લાગે છે?

અરજી કર્યા પછી નામ બદલવામાં સામાન્ય રીતે એક થી બે મહિના જેવો સમય લાગી શકે છે.

join WhatsApp group

અન્ય પોસ્ટ:

MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

MGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ

MGVCLના ખેતીવાડી કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ

MGVCLના ખેતીવાડી બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “MGVCLના ખેતીવાડી બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો 2024 – MGVCL Name Change Online Application in Agriculture(AG)”

  1. મે MGVCL મા ઓનલાઈન ખેતીવાડી ના કનેક્શન મા નામ બદલવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરેલી છે અને એક્સેપ પણ બતાવે છે હવે મારે મારા બધા ડોક્યુમેન્ટ જેવા કે 7/12 8અ
    હકપત્રક 6 ના ડોક્યુમેન્ટ MGVCL VASO ઓફીસ પર જમા કરાવવા પડે
    સે

    Reply

Leave a comment