તમારા PGVCL, DGVCL, MGVCL અને UGVCL ના શહેર(સીટી)ના અને ગામડાના ઘરના લાઈટ બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે અને યુનીટના ભાવ વિશે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.
તમારા શહેર(સીટી)ના ઘર બીલમાં RGPU ટેરીફ (કેટેગરી) હોય છે અને ગામડાના ઘર બીલમાં RGPR ટેરીફ (કેટેગરી) હોય છે. વીજ બીલની ગણતરી તમારા યુનીટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનીટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.
ઘરના બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? – Electricity Bill Charges in Home (RGPU/RGPR)
શહેર(સીટી)ના અને ગામડાના ઘર બીલમાં સામાન્ય રીતે ચાર થી પાંચ ચાર્જ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.
- ફિક્સ ચાર્જ (Fixed Charge) : આ ચાર્જ તમારે કેટલા લોડનું કનેક્શન છે તે બુજબ વસુલવામાં આવે છે. જે તમે વીજળી વાપરો કે ન વાપરો, છતાં દર મહિને લાગે છે તમારા લોડ મુજબ જે નીચે આપેલ છે.
- એનર્જી ચાર્જ (Energy Charge) : એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે જેનો ભાવ અલગ અલગ હોય જે નીચે આપેલ છે.
- ફયુલ ચાર્જ (Fuel Charge) : ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.
- વિદ્યુત ચુલ્ક (Electricity duty) : વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. તે કુલ વીજળી બીલ ઉપર અમુક ટકાવારી પેટે બીલની રકમમાં ઉમેરવામાં આવે છે.
- વિલંબિત શુલ્ક (Delay Payment Charges) : જો બીલની ચૂકવણીમાં 10 દિવસની મુદત પૂરી થયા પછી બીલીગની તારીખથી વિલંબિત ચુકવણી ચાર્જ વસૂલવામાં આવે છે.
- નીચે આપેલ બીલમાં તમારા બીલમાં લાગતા ચાર્જ લાલ રાઉન્ડમાં આપેલ છે. જેમાં સીરીઅલ નંબર વાઈસ આપેલ છે જે નીચે મુજબ છે.
- 1. ફિક્સ ચાર્જ
- 2. એનર્જી ચાર્જ
- 5. ફયુલ ચાર્જ
- 6. વિદ્યુત ચુલ્ક
- 9. વિલંબિત શુલ્ક
- 10. ટોટલ બીલ રકમ

ફિક્સ ચાર્જ | Fixed Charge in Bill
શહેર(સીટી)ના અને ગામડાના ઘરના લાઈટ બીલમાં ફિક્સ ચાર્જ સરખો જ હોય છે જે લોડ મુજબ નીચે આપેલ છે.
| લોડ | ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ | ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ |
| ૨ કિલો વોટ સુધી | ૧૫ રૂપિયા | ૩૦ રૂપિયા |
| ૨ કિ.વો. થી ૪ કિ.વો. | ૨૫ રૂપિયા | ૫૦ રૂપિયા |
| ૪ કિ.વો. થી ૬ કિ.વો. | ૪૫ રૂપિયા | ૯૦ રૂપિયા |
| ૬ કિ.વો. થી ઉપર | ૭૦ રૂપિયા | ૧૪૦ રૂપિયા |
| બી.પી.એલ. ગ્રાહકો માટે | ૫ રૂપિયા | ૧૦ રૂપિયા |
એનર્જી ચાર્જ | Energy Charge in Bill
- શહેર(સીટી)ના ઘરના લાઈટ બીલમાં એનર્જી ચાર્જ
| ૧ મહિના માટેનો એનર્જી ચાર્જ | ૨ મહિના માટેનો એનર્જી ચાર્જ | એનર્જી ચાર્જ પ્રતિ યુનીટ |
| પ્રથમ ૫૦ યુનીટ માટે | પ્રથમ ૧૦૦ યુનીટ માટે | ૩.૦૫ પૈસા |
| પછીના ૫૦ યુનીટ માટે | પછીના ૧૦૦ યુનીટ માટે | ૩.૫૦ પૈસા |
| પછીના ૧૫૦ યુનીટ માટે | પછીના ૩૦૦ યુનીટ માટે | ૪.૧૫ પૈસા |
| ૨૫૦ યુનીટથી વધારે | ૫૦૦ યુનીટથી વધારે | ૫.૨૦ પૈસા |
- બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનીટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનીટ માટે ઉપર મુજબ.
- ગામડાના ઘરના લાઈટ બીલમાં એનર્જી ચાર્જ
| ૧ મહિના માટેનો એનર્જી ચાર્જ | ૨ મહિના માટેનો એનર્જી ચાર્જ | એનર્જી ચાર્જ પ્રતિ યુનીટ |
| પ્રથમ ૫૦ યુનીટ માટે | પ્રથમ ૧૦૦ યુનીટ માટે | ૨.૬૫ પૈસા |
| પછીના ૫૦ યુનીટ માટે | પછીના ૧૦૦ યુનીટ માટે | ૩.૧૦ પૈસા |
| પછીના ૧૫૦ યુનીટ માટે | પછીના ૩૦૦ યુનીટ માટે | ૩.૭૫ પૈસા |
| ૨૫૦ યુનીટથી વધારે | ૫૦૦ યુનીટથી વધારે | ૪.૯૦ પૈસા |
- બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનીટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનીટ માટે ઉપર મુજબ.
ફયુલ ચાર્જ | Fuel Charge in Bill
ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૨.30 રૂ. પ્રતિ યુનીટ છે. જે બીલમાં (Fuel Chg @2.30) આ રીતે લખેલ હોય છે.
વિદ્યુત ચુલ્ક | Electricity duty in Bill
વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. શહેરમાં હાલ વિધુત શુલ્ક ૧૫ % લાગે છે અને ગામડામાં ૭.૫% લાગે છે. વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર લાગે છે.
લાઈટ બીલની ગણતરી કઈ રીતે કરવી ? | How to Calculate Electricity Bill ?
તમારા શહેર(સીટી)ના અને ગામડાના ઘર બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં આમારી એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનીટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.


અન્ય પોસ્ટ:
મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા | લાઈટ બીલમાં kWh એટલે શું ?
ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો | PGVCL, DGVCL, MGVCL, UGVCL
નવા ખેતીવાડી કનેકશન માટેનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ | PGVCL, DGVCL, MGVCL, UGVCL






