તમારા DGVCLના દુકાન/કોમર્શિઅલ બીલની ગણતરી અને દુકાન/કોમર્શિઅલ બીલમાં યુનિટ દીઠ કેટલો ભાવ લાગે છે ? DGVCL Unit Rate in NRGP Shop તમારા દુકાનના બીલમાં યુનિટ દીઠ કેટલો ભાવ લાગે અને બીલની ગણતરી કઈ રીતે થાય તે જાણવા આ માહિતી પૂરી વાંચો.
તમારા દુકાન/કોમર્શિઅલ બીલમાં NRGP ટેરીફ (કેટેગરી) હોય છે. યુનિટના ભાવની ગણતરી તમારા યુનિટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનિટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.
Index of DGVCL Unit Rate in NRGP Shop
દુકાન/કોમર્શિઅલ બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? (DGVCL Bill Charges)
DGVCLના દુકાન/કોમર્શિઅલ બીલમાં અલગ-અલગ 4 થી 5 ચાર્જ લાગતા હોય છે. મુખ્ય ચાર્જ જે બીલમાં લાગે છે તે નીચે મુજબ આપેલ છે.
- ફિક્સ ચાર્જ
- એનર્જી ચાર્જ
- ફયુલ ચાર્જ
- વિદ્યુત ચુલ્ક
- વિલંબિત શુલ્ક
દુકાન/કોમર્શિઅલના બીલમાં યુનિટનો ભાવ – DGVCL Unit Rate in NRGP Shop
દુકાન/કોમર્શિઅલના બીલમાં NRGP ટેરીફ (કેટેગરી) હોય છે જેમાં મુખ્ય 4 થી 5 ચાર્જ લાગતા હોય છે અને તેના ઉપરથી બીલની ગણતરી કરવામાં આવે છે. અલગ અલગ ચાર્જેની માહિતી નીચે મુજબ છે.
ફિક્સ ચાર્જ (Fixed Charge)
ફિક્સ ચાર્જની ગણતરી લોડ ઉપરથી નક્કી કરવામાં આવે છે. જો આપણા ઘરે 10 KW સુધીનું કનેકશન હોય તો રૂ. 50 પ્રતિ KW ફિક્સ ચાર્જ લાગે છે. જો 10 KW થી ઉપર હોય તો રૂ. 85 પ્રતિ KW ફિક્સ ચાર્જ લાગે છે. જે નીચે મુજબ ટેબલમાં આપેલ છે.
લોડ (Load) | ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ | ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ |
---|---|---|
10 કિલો વોટ સુધી | 50 રૂ. પર KW | 100 રૂ. પર KW |
10 કિ.વો. થી ઉપર | 85 રૂ. પર KW | 170 રૂ. પર KW |
– ઉદાહરણ તરીકે જાણીએ 15 KW ના ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
એક મહિના માટેની ગણતરી
- પ્રથમ 7.5 KW x 50 = 500
- પછીના 5 KW x 85 = 425
15 KW ફિક્સ ચાર્જ : (500+425=925)
બે મહિના માટેની ગણતરી
- પ્રથમ 7.5 KW x 100 = 1000
- પછીના 5 KW x 170 = 850
15 KW ફિક્સ ચાર્જ : (1000+850=1850)
એનર્જી ચાર્જ (Energy Charge)
એનર્જી ચાર્જની ગણતરી તમારા વપરાયેલા યુનિટ ઉપર થાય છે.
- દુકાન/કોમર્શિઅલમાં 10 KW સુધીના કનેક્શનમાં એનર્જી ચાર્જ 4.35 રૂ. પર યુનિટ હોય છે.
- દુકાન/કોમર્શિઅલમાં 10 KW થી ઉપરના કનેક્શનમાં એનર્જી ચાર્જ 4.65 રૂ. પર યુનિટ હોય છે.
લોડ (Load) | ૧ મહિના માટેનો એનર્જી ચાર્જ | ૨ મહિના માટેનો એનર્જી ચાર્જ |
---|---|---|
10 કિલો વોટ સુધી | 4.35 રૂ. પર યુનિટ | 4.35 રૂ. પર યુનિટ |
10 કિ.વો. થી ઉપર | 4.65 રૂ. પર યુનિટ | 4.65 રૂ. પર યુનિટ |
– ઉદાહરણ તરીકે જાણીએ 100 યુનિટના 10 KW અને 15 KW ના કનેકશનમાં એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- 10 KW માં એનર્જી ચાર્જની ગણતરી
- વપરાયેલા યુનિટ x 4.35
- 100 x 4.35 = 435
એનર્જી ચાર્જ : (100 X 4.35 = 435)
- 15 KW માં એનર્જી ચાર્જની ગણતરી
- વપરાયેલા યુનિટ x 4.65
- 100 x 4.65 = 465
એનર્જી ચાર્જ : (100 X 4.65 = 465)
ફયુલ ચાર્જ (Fuel Charge)
ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનિટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૩.૩૫ રૂ. પ્રતિ યુનિટ છે. જે બીલમાં (Fuel Chg @3.35) આ રીતે લખેલ હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 100 યુનિટના ફયુલ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
વપરાયેલા યુનિટ x હાલનો ફયુલ રેટ (100 x 3.35 = 335) જે નીચે ફોટામાં આપેલ છે.
વિદ્યુત ચુલ્ક (Electricity duty)
વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. દુકાન/કોમર્શિઅલમાં અલગ અલગ ટકા પ્રમાણે લાગે છે. તેમાં 10%, 15% અથવા 20% હોય છે.
વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર લાગે છે.
– ઉદાહરણ તરીકે જાણીએ બે મહિનાના 15 KW ના 100 યુનિટના 20% વિદ્યુત ચુલ્કની ગણતરી કઈ રીતે થાય છે.
ફિક્સ ચાર્જ : 1850
એનર્જી ચાર્જ : 465
ફયુલ ચાર્જ : 335
ઉપર મુજબ ત્રણ ચાર્જનો ટોટલ (1850+465+335 = 2650)
100 યુનિટનો વિદ્યુત ચુલ્ક : (2650 x 20 / 100 = 530) જે નીચે ફોટામાં આપેલ છે.
દુકાન/કોમર્શિઅલ બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate NRGP Bill ?)
તમારા દુકાન/કોમર્શિઅલ બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : DGVCLમાં દુકાન/કોમર્શિઅલના બીલમાં એક યુનિટનો ભાવ શું લાગે છે ?
– દુકાન/કોમર્શિઅલમાં લોડ મુજબ અલગ અલગ યુનિટનો ભાવ હોય છે. 10 KW સુધી રૂ. 4.35 પ્રતિ યુનિટ અને 10 KW થી ઉપર લોડ હોય તો રૂ. 4.65 પ્રતિ યુનિટ લાગે છે.
પ્રશ્ન ૨ : DGVCLના દુકાન/કોમર્શિઅલના બીલમાં કેટલા ચાર્જ લાગે છે ?
– DGVCLના દુકાન/કોમર્શિઅલના બીલમાં ચાર-પાંચ ચાર્જ લાગે છે તેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.
પ્રશ્ન ૩ : DGVCLના દુકાન/કોમર્શિઅલના બીલની ગણતરી કઈ રીતે કરવી ?
– DGVCLના બીલની ગણતરી માટે Electricity Bill Calculate App એપ છે જેની મદદથી તમે ખાલી તમારો લોડ અને વપરાયેલા યુનિટ દાખલ કરીની બીલની ગણતરી કરી શકશો.
અન્ય પોસ્ટ:
DGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ
DGVCLના શહેર(સીટી)ના બીલમાં યુનિટનો ભાવ
DGVCLના A1 (વાર્ષિક,ઉધડીયા) ખેતીવાડી બીલની ગણતરી