DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરો – DGVCL Smart Meter Recharge Online using Website

DGVCL દ્વારા સ્માર્ટ મીટર માટે DGVCL Smart Meter એપ અને ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરેલ છે જેની મદદથી ગ્રાહક પોતાના મીટરનું રીડીગ, પોતાનો વપરાશ, પોતાનું બેલેન્સ, ઓનલાઈન રીચાર્જ, દિવસ દરમિયાન વપરાયેલ યુનિટ, અઠવાડિયાનો વપરાશ વગેરે બાબતો એપ અથવા પોર્ટલની મદદથી જાણી શકશે.

આ માહિતીમાં આપણે જાણશું કે ઓનલાઈન પોર્ટલની મદદથી રીચાર્જ કઈ રીતે કરવું.

Read this post in English

ટૂંકમાં માહિતી

  • પહેલા DGVCLના સ્માર્ટ મીટરના ઓનલાઈન પોર્ટલ પર જાવ.
  • પછી તેમાંથી Pay Bill બટન પર ક્લીક કરો.
  • હવે તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને Next બટન પર ક્લીક કરો.
  • હવે ગ્રાહકની વિગતો બતાવશે અને મોબાઈલ નંબર, ઈમેલ અને રીચાર્જ રકમ દાખલ કરો અને Recharge બટન પર ક્લીક કરો.
  • પછી તમારી પેમેન્ટ મેથડ સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો.
  • હવે તમારું રીચાર્જ થઈ જશે.

DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન કરો – DGVCL Smart Meter Recharge Online using Website

તમારા DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરવા માટે પહેલા, તમે ઓનલાઈન પોર્ટલ પર જવું પડશે જેની લીંક નીચે આપી છે.

DGVCL ઓનલાઈન પોર્ટલ લીંક: DGVCL સ્માર્ટ મીટર ઓનલાઈન પોર્ટલ

  • ઉપરની લીંક પર ક્લિક કરીને વેબસાઇટ ઓપન થશે અને નીચે મુજબ પેજ ખુલશે. હવે નીચે મુજબ પેજમાંથી ‘Pay Bill’ બટન ઉપર ક્લિક કરો.
DGVCL Smart Meter Recharge Online
  • હવે નીચે મુજબ પેજ ખુલશે. તેમાં તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને ‘Next’ બટન ઉપર ક્લીક કરો.
DGVCL Smart Meter Recharge Online
  • હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકની માહિતી બતાવવામાં આવશે. જેમાં ગ્રાહક નંબર, ગ્રાહકનું નામ, ગ્રાહકનું હાલનું બેલેન્સ, મીટરનું સ્ટેટસ બતાવવામાં આવશે.
  • હવે રીચાર્જ કરવા માટે પહેલા, તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને રીચાર્જની રકમ (Recharge Amount) માં જેટલી રકમનું રીચાર્જ કરવું છે તે અને પછી નીચે આપેલ Recharge બટન ઉપર ક્લિક કરો.
  • રીચાર્જની રકમ ઓછામાં ઓછી રૂ. 100 હોવી જોઈએ. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય અને પ્રીપેડ રિચાર્જની રકમ 100 ના ગુણાંકમાં હોવી જોઈએ. (ઉદા: 100, 200, 300, 500, 1000, 2000 વગેરે)
DGVCL Smart Meter Recharge
  • હવે નીચે મુજબ એક ડાયલોગ આવશે જેમાં બતાવશે કે તમે જે મેથડથી પેમેન્ટ કરશો તેમાં કેટલો ચાર્જ લાગશે. (જેમાં કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે) જે વાંચી અને પછી નીચે આપેલ Recharge બટન ઉપર ક્લિક કરો.
DGVCL Smart Meter Recharge
  • હવે નીચે મુજબ પેમેન્ટ માટેના ઓપ્શન ખુલી જશે જેમાંથી તમારે તમારી પેમેન્ટ મેથડ (જેમ કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે) માંથી સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો.
DGVCL Smart Meter Recharge Online

ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમારું સ્માર્ટ મીટરનું રીચાર્જ થશે. જો ઉપર આપેલી માહિતી મુજબ તમને સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલથી કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકો છો, અમે તમારી પૂરી મદદ કરીશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન કઈ રીતે કરવું ?

– DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ તમે DGVCLના ઓનલાઈન પોર્ટલ અથવા DGVCL Smart Meter એપ દ્વારા કરી શકશો.

2. DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ કઈ મેથડથી કરી શકશું ?

– DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ તમે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે મેથડ દ્વારા કરી શકશો.

3. DGVCLના સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓશું કેટલાનું રીચાર્જ કરી શકશું ?

– DGVCLના સ્માર્ટ મીટરમાં તમે ઓછામાં ઓછુ રૂ. 100 નું રીચાર્જ કરી શકો છો. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય.

અન્ય પોસ્ટ:

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો

DGVCLના બીલ ફોન પે (Phone Pe) ની મદદથી કઈ રીતે ભરવા

DGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો

DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરો – DGVCL Smart Meter Recharge Online using Website”

Leave a comment