આ માહિત દ્વારા અમે તમને જણાવશું કે તમે તમારા DGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે એડ કરવા અથવા બદલવા. મોબાઈલ નંબર એડ હશે તો તમારે DGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.
ટૂંકમાં માહિતી
- પહેલા DGVCLની વેબસાઈટ જાઓ.
- તેમાંથી Consumer Mobile Registration પેજ પર જાઓ.
- આપેલ બોક્ષમાં તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને Next બટન પર ક્લીક કરો.
- નીચે આપેલ બોક્ષમાં તમારે બીલમાં જે નામ આપેલ છે તે નામ દાખલ કરો.
- બે બોક્ષ ખુલશે જેમાં પહેલા બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને બીજા બોક્ષમાં ઈમેઈલ દાખલ કરો
- હવે Save બટન પર ક્લીક કરો એટલે મોબાઈલ નંબર અને ઈમેઈલ સેવ થય જશે.
DGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કઈ રીતે કરવો? – How to add Mobile Number in DGVCL?
- પહેલા DGVCLની વેબસાઈટ www.dgvcl.com પરથી Consumer Mobile Registration પર જાઓ જે તમને મોબાઈલ નંબર અપડેટ પેજ પર લઈ જશે. અથવા નીચે આપલે લીંક પરથી જઈ શકશો.
તામારું DGVCLનું બીલ કઈ રીતે ડાઉનલોડ કરવું તે જાણવા અહી ક્લિક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે પહેલા તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને Next બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં નીચે આપેલ બોક્ષમાં તમારે બીલમાં જે નામ આપેલ છે તે નામ દાખલ કરો. નામ જે તમારા બીલમાં જે રીતે છે તે રીતે જ દાખલ કરો તેમાં સ્પેલિંગ મિસ્ટેક થશે તો પણ નહી ચાલે. હવે પછી Next બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ બે બોક્ષ ખુલશે જેમાં પહેલા બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને બીજા બોક્ષમાં ઈમેલ દાખલ કરી Save બટન પર ક્લીક કરો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ સેવ થય જશે.
DGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલવો કઈ રીતે કરવો? – How to change Mobile Number in DGVCL?
જો તમારા ગ્રાહક નંબરમાં પહેલેથીજ મોબાઈલ નંબર અને ઈમેલ રજીસ્ટર છે અને તેને બદલવા માંગો છો તો પણ તમારે ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીની તમારો મોબાઈલ નંબર અને ઈમેલ બદલાવી શકશો.
જેમાં તમારે પહેલેથી આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આપેલ હશે જેની જગ્યાએ તમારે જે નવા મોબાઈલ નંબર અને ઈમેલ જે રાખવા છે તે દાખલ કરો અને સેવ કરો એટલે નવા દાખલ કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ સેવ થય જશે.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. મારો મોબાઈલ નંબર ઓફલાઈન કઈ રીતે અપડેટ કરવો ?
– હા, તમે તમારી નજીકની DGVCL ઓફીસની મુલાકાત લઈ અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.
2. શું DGVCLમાં મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાય છે?
– હા, DGVCLમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનું સંપૂર્ણપણે ફ્રી છે.
3. શું હું એક જ બીલમાં એકથી વધુ મોબાઇલ નંબર અપડેટ કરી શકું?
– ના, DGVCL દરેક બીલ સાથે ફક્ત એક જ મોબાઈલ નંબરને લિંક કરવાની મંજૂરી આપે છે.
જો તમને ઉપર આપેલ માહિતીના આધારે તમારો મોબાઇલ નંબર અને ઈમેલ અપડેટ કરવામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો.
અન્ય પોસ્ટ:
DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
ચેટબોટની મદદથી DGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
DGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
ગુગલ પે ની મદદથી DGVCLના બિલની રકમ જોવા