UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો 2024 – UGVCL Bill Payment Receipt Download

UGVCL Bill Payment Receipt Download: UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો. બીલની રસીદ (રીસીપ્ટ) તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.

Read this post in English

ટૂંકમાં માહિતી – UGVCL Bill Payment Receipt Download

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
  • પછી પેયમેન્ટ હિસ્ટરીમાં જય ને તમારો ગ્રાહક નંબર અને સમયગાળો સિલેક્ટ કરો.
  • હવે તમારા દ્વારા ભરવામાં આવેલ બધી બીલની રસીદ બતાવશે.
  • હવે બીલની રસીદ ડાઉનલોડ કરવા માટે રસીદ નંબર પર ક્લિક કરો એટલે બીલ રસીદ ડાઉનલોડ થય જશે.

વિડીઓ જુઓ – UGVCL Bill Payment Receipt Download Video

રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal

સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે તમારા UGVCLના ગ્રાહક નંબર એડ કરવા પડશે.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

UGVCLના ભરેલા બીલની રસીદ કઈ રીતે ડાઉનલોડ કરવી ? – How to download bill payment receipt of UGVCL?

ઉપર મુજબ તમારું રજીસ્ટ્રેસન, લોગીન અને ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે આપેલ ફોટા મુજબ બતાવશે. હવે ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

  • હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Payment History પર ક્લીક કરો.
UGVCL Bill Payment Receipt Download
  • હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરની રસીદ ડાઉનલોડ કરવી હોય તેના ગ્રાહક નંબર અને જે તારીખથી રસીદ જોવી હોય તે તારીખ અને હાલની તારીખ સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
How to download bill payment receipt of UGVCL?
  • હવે નીચે મુજબ રસીદ નંબર (Receipt no), ભરેલ બીલની તારીખ (Collection Date), ભરેલ રકમ (Transaction Amount), ભરેલ મોડ (Mode of Payment) વગેરે માહિતી જોવા મળશે.
  • હવે તમારે જે પણ રસીદ ડાઉનલોડ કરવી હોય એના રસીદ નંબર (Receipt no) પર ક્લીક કરો એટલે રસીદ ખુલશે તેમાંથી Print બટન પર ક્લીક કરો એટલે ડાઉનલોડનું ઓપ્સન આવશે.
Bill Payment Receipt Download
  • હવે Print પર ક્લીક આપ્યા પછી સેવ કરવા માટે કમ્પ્યુટરમાં નીચે મુજબ ઓપ્સન આવશે તેમાંથી તમારે Save as PDF સીલેક્ટ કરીને નીચે આપલે Save બટન પર કલીક કરવાનું રહેશે.
Download Bill Payment Receipt of UGVCL

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને ભરેલ બીલની રસીદ ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. શું હું અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકું?

હા, તમે અગાઉ ભરેલા બીલની રસીદ ડાઉનલોડ કરી શકો છો. તે માટે તમારે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો.

2. મારા ભરેલ બીલને મારા ખાતામાં અપડેટ થતાં કેટલો ટાઈમ લાગે ?

જો તમે બીલ ઓનલાઈન ભરો છો તો તેને અપડેટ થવામાં 2 થી 3 દિવસ લાગે એ પછી તે તમારા ખાતામાં બતાવશે.

3. શું ડાઉનલોડ કરેલી રસીદ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકાર્ય છે?

હા, પીજીવીસીએલ ઓનલાઈન પોર્ટલ પરથી તમે જે રસીદ ડાઉનલોડ કરો છો તે એક માન્ય દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમારા રેકોર્ડ અથવા અન્ય કોઈપણ જરૂરી હેતુ માટે થઈ શકે છે.

અન્ય પોસ્ટ:

UGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

UGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો

UGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ગુગલ પે ની મદદથી UGVCLના બીલની રકમ જોવા

UGVCL ઓનલાઈન બીલ પેયમેન્ટ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment