Registration on GUVNL Portal (e-Vidhyut Seva) આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે તમે GUVNLના ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન અને તમારો ગ્રાહક નંબર એડ કઈ રીતે કરવો.
Index
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ શું છે ? – What is e-Vidhyut Seva Portal ?
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ એ GUVNL દ્વારા લોન્ચ કરેલ પોર્ટલ છે. ઈ-વિદ્યુત સેવા પોર્ટલની મદદથી તમે તમારા બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક, બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક, કનેક્શનમાં નામ બદલી અરજી ઓનલાઈન, કનેક્શનમાં લોડ વધારો, લોડ ઘટાડો, નવા કનેક્શન માટે ઓનલાઈન એપ્લીકેશન, ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો – Registration on GUVNL Portal (e-Vidhyut Seva)
- ઈ-વિદ્યુત સેવા પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવાની વેબ-સાઈટ ઉપર જવું પડશે જે નીચે આપેલી લીંક પરથી પર જઈ શકશો.
- હવે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ Signup પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની (MGVCL, PGVCL, DGVCL અને UGVCL) સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કરો – Login on e-Vidhyut Seva Portal
હવે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.
- હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને તમારી કંપની (MGVCL, PGVCL, DGVCL અને UGVCL) સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરો અને લોગીન કરો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં તમારો ગ્રાહક નંબર એડ કરો – Add Your Consumer Number on e-Vidhyut Seva Portal
ઉપર મુજબ લોગીન થયા બાદ હવે તમારે તમારો ગ્રાહક નંબર એડ (લીંક) કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો. અહી તમે એક કરતા વધારે ગ્રાહક નંબર એડ કરી શકશો. તમારે જેટલા બીલ આવતા હોય એટલા બધા ગ્રાહક નંબર એડ કરી શકશો અને બધા ગ્રાહકની વિગત ચેક કરી શકશો. ગ્રાહક નંબર એડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.
- લોગીન થયા બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે Manage Account પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં તમારે ગ્રાહક નંબર એડ કરવા માટે Add LT Account બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારો ગ્રાહક નંબર (Consumer No), છેલ્લા બનેલા બીલની તારીખ (Bill Date) અને બીલમાં આપેલા છેલ્લા રીડીંગ (Past Reading) દાખલ કરવાના રહેશે.
- હવે બીલની તારીખ અને બીલના છેલ્લા રીડીંગ માટે તમારે તમારું બીલ ચેક કરવું પડશે. જો તમારી પાસે બીલનો હોય તો તમે નીચે આપેલી લીંક પરથી તમારા બીલની માહીતી ચેક કરી શકશો અને નીચે ફોટામાં આપેલ માહિતી મુજબ દાખલ કરો.
- PGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
- DGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
- MGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
- UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમે તમારું રજીસ્ટ્રેશન અને તમારો ગ્રાહક નંબર ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં એડ કરી શકશો. તેના પછી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં લોગીન કરી અને ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકશો જેવી કે તમારું બીલ ચેક, બીલ ડાઉનલોડ, બીલનું ઓનલાઈન પેમેન્ટ, બીલની હિસ્ટ્રી, બીલની પેમેન્ટ હિસ્ટ્રી, નામ બદલી માટેની અરજી, લોડ વધારા/ઘટાડા માટેની અરજી, નવા કનેક્શન માટેની અરજી વગેરે સેવાઓનો લાભ આ પોર્ટલ દ્વારા ઓનલાઈન લઈ શકશો.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને રજીસ્ટ્રેશન કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
રજીસ્ટ્રેશન માટેનો વિડીઓ જુઓ
મુજવતા પ્રશ્નો (FAQs)
1. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે તમારે તમારી કંપની સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી અને રજીસ્ટ્રેશન કરો.
2. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કઈ રીતે કરવું ?
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર લોગીન કરવા માટે તમારે તમારો મોબાઈલ નંબર અને તમારી કંપની સીલેક્ટ કરી ને OTP દાખલ કરી અને લોગીન કરી શકશો.
496.11 light bil mein Bhari
D.612 narmda apartment Dastan shrkl
My Bill
Check on website