PGVCLના HT બીલ ચેક અને ડાઉનલોડ કરો – PGVCL HT Bill View using Chatbot

શું તમે તમારું PGVCLના HT બીલની રકમ ચેક અને ડાઉનલોડ કરવા માંગો છો એ પણ ચેટબોટની મદદથી ? PGVCL HT Bill View using Chatbot બીલ ચેક અને ડાઉનલોડ કરવા માટેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે તે વાંચો.

લોગીન કે રજીસ્ટ્રેસન કર્યા વગર બીલ ચેક અને ડાઉનલોડ કરી શકશો. હવે તમારું બીલ ચેક કરવા માટે GUVNL દ્વારા એક નવી મેથડ ચેટબોટ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે તમારું બીલ માત્ર ગ્રાહક નંબર દાખલ કરીને જ જાણી અને ડાઉનલોડ પણ કરી શકશો.

ચેટબોટની મદદથી HTના બીલ કઈ રીતે ચેક અને ડાઉનલોડ કરવા તેના માટેની માહિતી નીચે મુજબ છે.

ટૂંકમાં માહિતી – PGVCL HT Bill View

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ ઓપન કરો.
  • પછી જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો.
  • પછી HTના બીલની રકમ ચેક કરવા માટે View Last Bill અને બીલ ડાઉનલોડ કરવા માટે Download Latest Bill પર ક્લીક કરો.
  • હવે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરો.
  • હવે તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
  • હવે તમારા છેલ્લે બનેલા બીલની માહિતી બતાવશે.
  • HTના બીલની ડાઉનલોડ કરવા માટે આપેલ લીંક click here પર ક્લીક કરો એટલે બીલ ખુલી જશે.

PGVCLના HT બીલની રકમ ચેક કરો – PGVCL HT Bill View using Chatbot

  • ચેટબોટની મદદથી HTના બીલ ચેક કરવા માટે સૌથી પહેલા GUVNLની વેબસાઈટ ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva પર જવું પડશે.

વેબસાઈટની લીંક : ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવાનું પેજ ખુલશે તેમાંથી તમારે જમણી બાજુ નીચે આપેલ ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરવાનું રહેશે.
PGVCL HT Bill View using Chatbot
  • ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કર્યા પછી એમાં નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી HTના બીલની રકમ ચેક કરવા માટે તમારે View Last Bill પર ક્લીક કરો.
PGVCL HT Bill View using Chatbot
  • હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરવાની રહેશે.
PGVCL HT Bill View using Chatbot
  • હવે પછી ચેટબોટમાં તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
PGVCL HT Bill View using Chatbot
  • હવે નીચે મુજબ તમારા છેલ્લે બનેલા બીલની માહિતી ખુલી જશે.
  • ગ્રાહકનું નામ (Consumer Name)
  • છેલ્લા બીલની રકમ (Last Bill Amount)
  • ભરવા માટેની છેલ્લી તારીખ (Pay Due Date)
  • બીલનો સમય ગાળો (Bill Duration)
  • તમારી ઓફિસનું નામ (Subdivision Name)
PGVCL HT Bill View using Chatbot

હવે HTનું બીલ ભરવા માટે બીલની માહિતીમાં એક લીંક આપેલ હશે Bill Payment એ લીંક ઉપર ક્લીક કરશો એટલે Quick Payment Portal ખુલશે જેની મદદથી તમે તમારું HTનું બીલ ઓનલાઈન ભરી શકશો.

Quick Payment Portal ની મદદથી બીલ કઈ રીતે ભરવું તેના માટેની માહિતી જાણવા નીચે આપેલ લીંક પર કલીક કરો.

PGVCL Online Bill Payment – PGVCL ઓનલાઈન બીલ પેમેન્ટ

PGVCLના HTના બીલ ડાઉનલોડ કરો – PGVCL HT Bill Download using ChatBot

  • હવે બીલ ડાઉનલોડ કરવા માટે ચેટબોટના ગોળ આઈકોન પર ક્લીક કરો પછી નીચે મુજબ ઘણા બધા ઓપ્સન આવશે તેમાંથી HTનું બીલ ડાઉનલોડ કરવા માટે તમારે Download Latest Bill પર ક્લીક કરો.
PGVCL HT Bill Download using Chatbot
  • હવે પછી નીચે મુજબ ડાયલોગ આવશે તેમાં તમારે તમારી Discom એટલે કે કંપની PGVCL સિલેક્ટ કરવાની રહેશે.
PGVCL HT Bill Download using Chatbot
  • હવે પછી ચેટબોટમાં તમારો ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને પછી બાજુમાં આપેલ એરો આઈકોન પર ક્લીક કરો.
PGVCL HT Bill Download using Chatbot
  • હવે નીચે મુજબ ચેટબોટ તમને HT બીલ ડાઉનલોડ કરવા માટેની એક લીંક આપશે. નીચે મુજબ મેસેજમાં Click here ની લીક પર ક્લીક કરો.
PGVCL HT Bill Download using Chatbot
  • હવે જો તમે મોબાઈલમાંથી ઉપર મુજબની લીંક પર કલીક કરશો એટલે બીલની PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે.
  • હવે જો તમે કમ્પ્યુટરમાંથી ઉપર મુજબની લીંક પર કલીક કરશો એટલે નીચે મુજબ બીલ નવા ટેબમાં ખુલશે. હવે બીલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે બીલની PDF ફાઇલ તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
PGVCL HT Bill Download using Chatbot

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને HTના બીલ ચેક અથવા ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – PGVCLનું HTનું લાઈટ બીલ કેવી રીતે ચેક કરવું ?

ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > View Last Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની માહિતી બતાવશે.

પ્રશ્ન ૨ – PGVCLનું HTનું લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ ચેટબોટ ઉપર ક્લીક કરો > Download Latest Bill > તમારી કંપની સિલેક્ટ કરો > ૫ અંકનો HT ગ્રાહક નંબર દાખલ કરો એટલે બીલની લીંક આપશે તેના પર કલીક કરીને બીલ ડાઉનલોડ કરી શકશો.

અન્ય પોસ્ટ:

PGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કરો

PGVCLના HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો

PGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment