શું તમારે MGVCLનું HT કનેક્શન છે અને તમે બીલની અત્યાર સુધીની ભરેલ રકમ જોવા માંગો છો ? MGVCL HT Bill Payment History આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે MGVCLના HT બીલની અત્યાર સુધીની ભરેલ રકમ તારીખ અને રસીદ (રીસીપ્ટ) નંબર સાથે કઈ રીતે ચેક કરવી.
GUVNLના પોર્ટલ ઈ-વિદ્યુત સેવા દ્વારા તમે HTના બીલની પેમેન્ટ હિસ્ટ્રી અને બીલ ડાઉનલોડ કરી શકશો. આ પોર્ટલ પરથી તમે તમારા જુના બીલ (બીલની હિસ્ટ્રી) પણ ચેક અને ડાઉનલોડ કરી શકશો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કઈ રીતે તમારા બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી તેના માટેની માહિતી નીચે મુજબ છે.
Index of MGVCL HT Bill Payment History
ટૂંકમાં માહિતી – MGVCL HT Bill Payment History
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
- રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
- પછી તેમાં તમારો HT કનેકશનનો ગ્રાહક નબર એડ કરો.
- પછી પેમેન્ટ હિસ્ટરીમાં જઈ ને તમારો ગ્રાહક નંબર અને પેમેન્ટનો સમયગાળો સિલેક્ટ કરો.
- હવે દ્વારા ભરવામાં આવેલ HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે.
- વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.
રજીસ્ટ્રેસન કરો – Registration on Portal
MGVCLના HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો.
- સૌથી પહેલા નીચે આપેલી લીંક પરથી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ.
- હવે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે નીચે આપેલ Signup પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની MGVCL સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેસન થઈ જશે.
લોગીન કરો – Login into Portal
હવે રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.
- હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને કંપની MGVCL સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે OTP આવશે તે નાખી ને લોગીન કરો.
HT કનેકશનનો ગ્રાહક નંબર એડ કરો – Add Your HT Consumer Number
લોગીન થયા બાદ હવે તમારે MGVCLના HT ગ્રાહક નંબર એડ કરવો પડશે. અહી તમે એક કરતા વધારે ગ્રાહક નંબર એડ કરી શકશો. તમારે જેટલા બીલ આવતા હોય એટલા બધા ગ્રાહક નંબર એડ કરી શકશો.
- લોગીન થયા બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે Manage Account પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં તમારે ગ્રાહક નંબર એડ કરવા માટે Add HT Account બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારો HT ગ્રાહક નંબર (Consumer No), છેલ્લા બનેલા બીલની તારીખ (Bill Date) અને બીલમાં આપેલા છેલ્લા રીડીંગ (Past Reading) દાખલ કરવાના રહેશે.
- હવે બીલની તારીખ અને બીલના છેલ્લા રીડીંગ માટે તમારે તમારું બીલ ચેક કરવું પડશે અને નીચે ફોટામાં આપેલ માહિતી મુજબ દાખલ કરો.
HT કનેકશનની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો – MGVCL HT Bill Payment History
હવે ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ પેજમાં બતાવશે. જો નીચે મુજબ લીસ્ટ ન બતાવે તો હોમ પેજ પર જઈને પછી Manage Account પર ક્લીક કરશો એટલે બતાવશે.
- હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Payment History પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમે એડ કરેલા બધા ગ્રાહક નંબર ડ્રોપ-ડાઉન મેનુમાં બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહકની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી હોય તે ગ્રાહક નંબર સીલેક્ટ કરો અને જે તારીખથી પેમેન્ટ હિસ્ટ્રી જોવી હોય તે તારીખ અને જ્યાં સુધીની પેમેન્ટ હિસ્ટ્રી જોવી હોય તે તારીખ (જેમાં તમે હાલની તારીખ પણ સીલેક્ટ કરી શકો) સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી તમને બતાવશે. જેમાં તમે જેટલો સમય ગાળો સીલેક્ટ કર્યો હશે એટલા સમયગાળાની પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે.
- જેમાં તમને નીચે મુજબની વિગતો જોવા મળશે જેવી કે રસીદ નંબર (Receipt no), ભરેલ બીલની તારીખ (Collection Date), ભરેલ રકમ (Transaction Amount), ભરેલ મેથડ (Mode of Payment) વગેરે માહિતી જોવા મળશે.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને HT બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ – HT લાઇનનું પૂરું નામ શું છે?
– HT નું પૂરું નામ હાઈ ટેન્શન (High Tension) છે.
પ્રશ્ન ૨ – MGVCLના HT કનેકશનના બીલની પેમેન્ટ હિસ્ટ્રી કઈ રીતે ચેક કરવી?
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરો > લોગીન કરો > Manage Account જઈ ને તમારો ગ્રાહક નંબર એડ કરો > પછી Payment History માં જઈ ને તમે તમારા HTના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી શકશો. વધુ માહિતી માટે આ માહિતી પૂરી વાચો.
પ્રશ્ન ૩ : ઓનલાઈન ભરેલ બીલને મારા ખાતામાં અપડેટ થતાં કેટલો ટાઈમ લાગે ?
– જો તમે બીલ ઓનલાઈન ભરો છો તો તેને અપડેટ થવામાં 2 થી 3 દિવસ લાગે એ પછી તે તમારા ખાતામાં બતાવશે.
અન્ય પોસ્ટ:
MGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કરો
MGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ
MGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો
MGVCLના A1 (વાર્ષિક,ઉધડીયા) ખેતીવાડી બીલની ગણતરી