PGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કરો – PGVCL HT Bill Download

શું તમારે PGVCLનું HT કનેક્શન છે અને તમે તમારું બીલ ચેક અને ડાઉનલોડ કરવા માંગો છો ? PGVCL HT Bill Download આ માહિતી દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે PGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કઈ રીતે કરવા.

Read this post in English

GUVNLના પોર્ટલ ઈ-વિદ્યુત સેવા દ્વારા તમે HTના બીલ ચેક અને ડાઉનલોડ કરી શકશો. આ પોર્ટલ પરથી તમે તમારા જુના બીલ (બીલની હિસ્ટ્રી) પણ ચેક અને ડાઉનલોડ કરી શકશો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કઈ રીતે તમારા બીલ ચેક અને ડાઉનલોડ કરવા તેના માટેની માહિતી નીચે મુજબ છે.

ટૂંકમાં માહિતી – PGVCL HT Bill Download

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો HT કનેકશનનો ગ્રાહક નબર એડ કરો.
  • પછી બીલ હિસ્ટરીમાં જઈ ને તમારો ગ્રાહક નંબર અને બીલનો સમયગાળો સિલેક્ટ કરો.
  • હવે તમારા HT કનેક્શનનું નવું બીલ અને જુના બીલ પણ બતાવશે.
  • હવે બીલ ડાઉનલોડ કરવા માટે View Bill પર ક્લિક કરો એટલે બીલ ડાઉનલોડ થઈ જશે.
  • વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.

રજીસ્ટ્રેસન કરો – Registration on Portal

PGVCLના HTના બીલ ચેક કરવા માટે સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો.

  • સૌથી પહેલા નીચે આપેલી લીંક પરથી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • હવે નીચે મુજબ ઈ-વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે જેમાંથી તમારે નીચે આપેલ Signup પર ક્લીક કરો.
PGVCL HT Bill Download
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારી કંપની PGVCL સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ બે વખત અને તમારું ઈમેલ દાખલ કરી Sign up બટન પર ક્લીક કરો એટલે તમારું રજીસ્ટ્રેસન થઈ જશે.
PGVCL HT Bill Download

લોગીન કરો – Login into Portal

હવે રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે જે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને કરી શકશો. સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલના હોમ પેજ પર જાઓ જે નીચે આપેલી લીંક પરથી જઈ શકશો.

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

  • હવે નીચે આપેલ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને કંપની PGVCL સીલેક્ટ કરીને Login બટન પર ક્લીક કરો એટલે OTP આવશે તે નાખી ને લોગીન કરો.
PGVCL HT Bill Download

HT કનેકશનનો ગ્રાહક નંબર એડ કરો – Add Your HT Consumer Number

લોગીન થયા બાદ હવે તમારે PGVCLના HT ગ્રાહક નંબર એડ કરવો પડશે. અહી તમે એક કરતા વધારે ગ્રાહક નંબર એડ કરી શકશો. તમારે જેટલા બીલ આવતા હોય એટલા બધા ગ્રાહક નંબર એડ કરી શકશો.

  • લોગીન થયા બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાંથી તમારે Manage Account પર ક્લીક કરો.
PGVCL HT Bill Download
  • હવે નીચે મુજબ પેજમાં તમારે ગ્રાહક નંબર એડ કરવા માટે Add HT Account બટન પર ક્લીક કરો.
PGVCL HT Bill Download
  • હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારો HT ગ્રાહક નંબર (Consumer No), છેલ્લા બનેલા બીલની તારીખ (Bill Date) અને બીલમાં આપેલા છેલ્લા રીડીંગ (Past Reading) દાખલ કરવાના રહેશે.
PGVCL HT Bill Download
  • હવે બીલની તારીખ અને બીલના છેલ્લા રીડીંગ માટે તમારે તમારું બીલ ચેક કરવું પડશે અને નીચે ફોટામાં આપેલ માહિતી મુજબ દાખલ કરો.
PGVCL HT Bill Download

HT કનેકશનના બીલ ડાઉનલોડ કરો – PGVCL HT Bill Download

હવે ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ પેજમાં બતાવશે. જો નીચે મુજબ લીસ્ટ ન બતાવે તો હોમ પેજ પર જઈને પછી Manage Account પર ક્લીક કરશો એટલે બતાવશે.

  • હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે HTના બીલ ડાઉનલોડ કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Bill History પર ક્લીક કરો.
PGVCL HT Bill Download
  • હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર ડ્રોપડાઉન લીસ્ટમાં બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરના બીલ ચેક અને ડાઉનલોડ કરવા હોય તે ગ્રાહક નંબર અને વર્ષ અને મહિના સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
  • વર્ષ અને મહિનામાં ઉપરમાં 2023 અને January અને નીચે 2023 અને હાલનો મહિનો સીલેક્ટ કરો.
PGVCL HT Bill Download
  • હવે નીચે મુજબ પેજમાં તમારા HTના બીલ બતાવશે જેમાં છેલ્લે બનેલું બીલ અને જુના બીલ (Bill History) ખુલશે. જેમાં બીલની તારીખ (Bill Date), વપરાયેલ યુનિટ (Units), બીલની રકમ (Bill Amount), ભરવા પાત્ર રકમ (Net Payable) વગેરે માહિતી જોવા મળશે.
  • હવે તમારે જે પણ મહિનાનું બીલ ડાઉનલોડ કરવું હોય એની સામે આપેલ View Bill લીંક પર ક્લીક કરો એટલે તમારું બીલ ખુલશે.
PGVCL HT Bill Download
  • હવે View Bill પર ક્લીક કર્યા પછી કમ્પ્યુટરમાં નીચે મુજબ ઓપ્સન આવશે તેમાંથી તમારે ઉપર આપેલ ડાઉનલોડ બટન ઉપર કલીક કરો એટલે બીલ તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
  • જો મોબાઈલમાંથી તમે View Bill પર ક્લીક કર્યા પછી બીલ ખુલશે જેનો તમે સ્ક્રીનશોટ લઈ અને સેવ કરી શકશો.
PGVCL HT Bill Download

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને HTના બીલ ચેક અથવા બીલ ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ – HT લાઇનનું પૂરું નામ શું છે?

HT નું પૂરું નામ હાઈ ટેન્શન (High Tension) છે.

પ્રશ્ન ૨ – PGVCLના HT કનેકશનના બીલ ડાઉનલોડ કઈ રીતે કરવા?

– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરો > લોગીન કરો > Manage Account જઈ ને તમારો ગ્રાહક નંબર એડ કરો > પછી Bill History માં જઈ ને તમે તમારા HTના બીલ ડાઉનલોડ કરી શકશો. વધુ માહિતી માટે આ માહિતી પૂરી વાચો.

પ્રશ્ન ૩ – ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં છેલ્લા કેટલા સમય સુધીના HTના બીલ બતાવશે ?

 ઈ-વિદ્યુત સેવા પોર્ટલની મદદથી તમે સામાન્ય રીતે પાછલા એક વર્ષના બીલની માહિતી જોય અને ડાઉનલોડ કરી શકશો.

અન્ય પોસ્ટ:

PGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો

PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ

PGVCLના નવા ખેતીવાડી કનેકશન માટેના ડોક્યુમેન્ટ

PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

1/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment