MGVCLના શહેર(સીટી)ના ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે – MGVCL Bill Charges in City (RGPU)

MGVCL Bill Charges in City: શહેર(સીટી)ના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે અને યુનીટના ભાવ વિશે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.

તમારા શહેર(સીટી)ના ઘર બીલમાં RGPU ટેરીફ (કેટેગરી) હોય છે. વીજ બીલની ગણતરી તમારા યુનીટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનીટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.

શહેર(સીટી)ના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? – MGVCL Bill Charges in City – RGPU

શહેર(સીટી)ના ઘર બીલમાં સામાન્ય રીતે ચાર થી પાંચ ચાર્જ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.

  1. ફિક્સ ચાર્જ (Fixed Charge) : આ ચાર્જ વીજળીના ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે. ફિક્સ ચાર્જિસ ઇલેક્ટ્રિક સેવાના મૂળભૂત ખર્ચને પુનઃપ્રાપ્ત કરવા માટે રચાયેલ છે.
  2. એનર્જી ચાર્જ (Energy Charge) : એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે.
  3. ફયુલ ચાર્જ (Fuel Charge) : ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.
  4. વિદ્યુત ચુલ્ક (Electricity duty) : વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. તે કુલ વીજળી બીલ ઉપર અમુક ટકાવારી પેટે બીલની રકમમાં ઉમેરવામાં આવે છે.
  5. વિલંબિત શુલ્ક (Delay Payment Charges) : જો બીલની ચૂકવણીમાં 10 દિવસની મુદત પૂરી થયા પછી બીલીગની તારીખથી વિલંબિત ચુકવણી ચાર્જ વસૂલવામાં આવે છે.
  • નીચે આપેલ બીલમાં તમારા બીલમાં લાગતા ચાર્જ લાલ રાઉન્ડમાં આપેલ છે. જેમાં સીરીઅલ નંબર વાઈસ આપેલ છે જે નીચે મુજબ છે.
  • 1. ફિક્સ ચાર્જ
  • 2. એનર્જી ચાર્જ
  • 5. ફયુલ ચાર્જ
  • 6. વિદ્યુત ચુલ્ક
  • 9. વિલંબિત શુલ્ક
  • 10. ટોટલ બીલ રકમ
mgvcl bill charges in city rgpu

ફિક્સ ચાર્જ (Fixed Charge)

લોડ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ
૨ કિલો વોટ સુધી૧૫ રૂપિયા૩૦ રૂપિયા
૨ કિ.વો. થી ૪ કિ.વો.૨૫ રૂપિયા૫૦ રૂપિયા
૪ કિ.વો. થી ૬ કિ.વો.૪૫ રૂપિયા૯૦ રૂપિયા
૬ કિ.વો. થી ઉપર૭૦ રૂપિયા૧૪૦ રૂપિયા
બી.પી.એલ. ગ્રાહકો માટે૫ રૂપિયા૧૦ રૂપિયા

એનર્જી ચાર્જ (Energy Charge)

૧ મહિના માટેનો એનર્જી ચાર્જ૨ મહિના માટેનો એનર્જી ચાર્જએનર્જી ચાર્જ પ્રતિ યુનીટ
પ્રથમ ૫૦ યુનીટ માટેપ્રથમ ૧૦૦ યુનીટ માટે૩.૦૫ પૈસા
પછીના ૫૦ યુનીટ માટેપછીના ૧૦૦ યુનીટ માટે૩.૫૦ પૈસા
પછીના ૧૫૦ યુનીટ માટેપછીના ૩૦૦ યુનીટ માટે૪.૧૫ પૈસા
૨૫૦ યુનીટથી વધારે૫૦૦ યુનીટથી વધારે૫.૨૦ પૈસા
  • બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનીટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનીટ માટે ઉપર મુજબ.

ફયુલ ચાર્જ (Fuel Charge)

ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૨.૮૫ રૂ. પ્રતિ યુનીટ છે. જે બીલમાં (Fuel Chg @2.85) આ રીતે લખેલ હોય છે.

વિદ્યુત ચુલ્ક (Electricity duty)

વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. શહેરમાં હાલ વિધુત શુલ્ક ૧૫ % લાગે છે.

વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૧૫ % લાગે છે.

બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate MGVCL Bill ?)

તમારા શહેર(સીટી)ના ઘર બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનીટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

Electricity Bill Calculate App Link

  • બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
mgvcl bill charges in city rgpu
mgvcl bill charges in city rgpu

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : MGVCLના લાઈટ બીલમાં ફિક્સ ચાર્જ એટલે શું ? (What is Fixed Charge ?)

આ ચાર્જ વીજળીના ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે. બે મહીને આવતા ગામડાના બીલમાં ફિક્સ ચાર્જ 30 રૂપિયા લાગતો હોય છે.

પ્રશ્ન ૨ : MGVCLના લાઈટ બીલમાં એનર્જી ચાર્જ એટલે શું ? (What is Energy Charge ?)

એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે.

પ્રશ્ન ૩ : MGVCLના લાઈટ બીલમાં ફયુલ ચાર્જ એટલે શું ? (What is Fuel Charge ?)

ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.

પ્રશ્ન ૪ : MGVCLના લાઈટ બીલમાં વિદ્યુત ચુલ્ક એટલે શું ? (What is Electricity duty ?)

વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૭.૫ % લાગે છે.

અન્ય પોસ્ટ:

MGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

MGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ગુગલ પે ની મદદથી MGVCLના બીલની રકમ જોવા

MGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા ચાર્જ લાગે છે

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “MGVCLના શહેર(સીટી)ના ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે – MGVCL Bill Charges in City (RGPU)”

  1. સર મને વિલંબિત ચાર્જને વિસ્તૃત ગણતરી કરીને સમજાવશો please.

    Reply
    • વિલંબિત ચાર્જ એ તમે બીલ મોડું ભરો એટલે લાગે. તમારી બીલ ભરવાની છેલ્લી તારીખ પછી ભરો એટલે લાગે. તમારા બીલની છેલ્લી તારીખથી તમે જે દિવસે ભરો એ દિવસ સુધીના દિવસોનું તમારા બીલની રકમ ઉપર લાગે જેને DPC (વિલંબિત ચાર્જ) કહેવાય છે.

      Reply

Leave a comment