શું તમને ખબર છે UGVCLના શહેર(સીટી)ના અને ગામડાના ઘર બીલમાં યુનીટ દીઠ કેટલો ભાવ લાગે છે ? UGVCL Unit Rate in City તમારા ઘર બીલમાં યુનીટ દીઠ કેટલો ભાવ તે જાણવા આ માહિતી પૂરી વાચો.
તમારા શહેર(સીટી)ના ઘર બીલમાં RGPU ટેરીફ (કેટેગરી) અને ગામડાના ઘર બીલમાં RGPR ટેરીફ (કેટેગરી) હોય છે. યુનીટના ભાવની ગણતરી તમારા યુનિટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનિટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.
UGVCL Unit Rate in City (RGPU)
ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? (UGVCL Bill Charges)
UGVCLના ઘર બીલમાં અલગ-અલગ 4 થી 5 ચાર્જ લાગતા હોય છે. મુખ્ય ચાર્જ જે બીલમાં લાગે છે તે નીચે મુજબ આપેલ છે.
- ફિક્સ ચાર્જ
- એનર્જી ચાર્જ
- ફયુલ ચાર્જ
- વિદ્યુત ચુલ્ક
- વિલંબિત શુલ્ક
- ટોટલ બીલ રકમ
ઉપરના ચાર્જની વિગતવાર માહિતી માટે નીચે આપેલી લીંક પર જઈ ને પૂરી માહિતી વાંચો.
UGVCLના શહેર(સીટી) ના ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે
UGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે
શહેર(સીટી)ના ઘર બીલમાં યુનીટનો ભાવ – UGVCL Unit Rate in City RGPU
શહેર(સીટી)ના ઘર બીલમાં RGPU ટેરીફ (કેટેગરી) હોય છે જેમાં મુખ્ય 4 થી 5 ચાર્જ લાગતા હોય છે અને તેના ઉપરથી બીલની ગણતરી કરવામાં આવે છે. અલગ અલગ ચાર્જેની માહિતી નીચે મુજબ છે.
ફિક્સ ચાર્જ (Fixed Charge)
ફિક્સ ચાર્જની ગણતરી લોડ ઉપરથી નક્કી કરવામાં આવે છે. જો આપણા ઘરે 2 KW સુધીનું કનેકશન હોયતો બે મહીને આવતા બીલમાં રૂ. 30 ફિક્સ ચાર્જ લાગે છે. જો 2 KW થી ઉપર અને 4 KW સુધીનું હોય તો બે મહીને રૂ 50 ફિક્સ ચાર્જ લાગે છે. જે નીચે મુજબ ટેબલમાં આપેલ છે.
લોડ (Load) | ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ | ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ |
---|---|---|
૨ કિલો વોટ સુધી | ૧૫ રૂપિયા | ૩૦ રૂપિયા |
૨ કિ.વો. થી ૪ કિ.વો. | ૨૫ રૂપિયા | ૫૦ રૂપિયા |
૪ કિ.વો. થી ૬ કિ.વો. | ૪૫ રૂપિયા | ૯૦ રૂપિયા |
૬ કિ.વો. થી ઉપર | ૭૦ રૂપિયા | ૧૪૦ રૂપિયા |
બી.પી.એલ. ગ્રાહકો માટે | ૫ રૂપિયા | ૧૦ રૂપિયા |
– આપણા ઘરે મોટે ભાગે કનેકશન 1 થી 2 KW અને બીલ બે મહીને આવતું હોય છે એટલે ફિક્સ ચાર્જ રૂપિયા ૩૦ લાગતો હોય છે. જો બીલ દર મહીને આવે તો ફિક્સ ચાર્જ રૂ ૧૫ લાગે. જે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.
એનર્જી ચાર્જ (Energy Charge)
એનર્જી ચાર્જની ગણતરી તમારા વપરાયેલા યુનીટ ઉપર થાય છે. બીલ આપણા ઘરે બે મહીને આવતું હોય છે એટલે આપણે યુનીટનો ભાવ બે મહિના મુજબ લાગુ પડતો હોય છે.
૧ મહિના માટેનો એનર્જી ચાર્જ | ૨ મહિના માટેનો એનર્જી ચાર્જ | એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ |
---|---|---|
પ્રથમ ૫૦ યુનિટ માટે | પ્રથમ ૧૦૦ યુનિટ માટે | ૩.૦૫ પૈસા |
પછીના ૫૦ યુનિટ માટે | પછીના ૧૦૦ યુનિટ માટે | ૩.૫૦ પૈસા |
પછીના ૧૫૦ યુનિટ માટે | પછીના ૩૦૦ યુનિટ માટે | ૪.૧૫ પૈસા |
૨૫૦ યુનિટથી વધારે | ૫૦૦ યુનિટથી વધારે | ૫.૨૦ પૈસા |
- બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનિટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનિટ માટે ઉપર મુજબ.
- ઉપર મુજબ યુનિટના ભાવ તમારા બીલની પાછળ પણ આપેલ હોય છે જેનો ફોટો નીચે આપેલ છે.
- નીચે આપેલ ગણતરી ઉપરથી તમે જાણી શકશો કે યુનિટનો ભાવ ફિક્સ નથી હોતો જેમ તમારો વપરાશ થોડો હોય તો ભાવ થોડો લાગે અને જેમ વપરાશ વધુ તેમ ભાવ વધુ લાગે છે.
- ગ્રાહકને દર બે મહીને બીલ આપીને UGVCL ગ્રાહકોને લુટે છે તેવી ખોટી માન્યતા અને ખોટા મેસેજ સોસિયલ મીડિયામાં ફરે છે પણ તમે નીચે આપેલ ગણતરી મુજબ જોય શકશો કે એક મહિનાના બીલની ગણતરી પ્રથમ 50 યુનિટ મુજબ જ્યારે બે મહિનાના બીલની ગણતરી યુનિટ ડબલ કરીને એટલે કે પ્રથમ 100 યુનિટ મુજબ થાય છે. આ રીતે ગ્રાહકને એક મહીને બીલ મળે કે બે મહીને મળે ગ્રાહકને કોય નુકશાન જતું નથી.
– ઉદાહરણ તરીકે જાણીએ 350 યુનીટના એક મહિના અને બે મહિનાના એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે તે નીચે આપેલ ફોટામાં આપેલ છે.
- એક મહિના માટેની ગણતરી
- પ્રથમ 50 યુનિટ x 3.05 = 152.50
- પછીના 50 યુનિટ x 3.50 = 175
- પછીના 150 યુનિટ x 4.15 = 622.50
- પછીના 100 યુનિટ x 5.20 = 520
ટોટલ એનર્જી ચાર્જ : (152+175+622.50+520=1470)
- બે મહિના માટેની ગણતરી
- પ્રથમ 100 યુનિટ x 3.05 = 305
- પછીના 100 યુનિટ x 3.50 = 350
- પછીના 150 યુનિટ x 4.15 = 622.50
- પછીના 0 યુનિટ x 5.20 = 0
ટોટલ એનર્જી ચાર્જ : (305+350+622.50=1277.50)
– આ ગણતરી તમે પણ તમારા મોબાઈલમાં કરી શકો એના માટે તમારે Electricity Bill Calculate App ડાઉનલોડ કરવાની રેહેશે જેની લીંક નીચે આપેલ છે.
ફયુલ ચાર્જ (Fuel Charge)
ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનિટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૩.૩૫ રૂ. પ્રતિ યુનિટ છે. જે બીલમાં (Fuel Chg @3.35) આ રીતે લખેલ હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 350 યુનીટના ફયુલ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
વપરાયેલા યુનીટ x હાલનો ફયુલ રેટ (350 x 3.35 = 1172.50) જે ઉપર ફોટામાં આપેલ છે.
વિદ્યુત ચુલ્ક (Electricity duty)
વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. હાલ શહેર(સીટી)માં વિધુત શુલ્ક ૧૫ % છે.
વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૧૫ % લાગે છે.
– ઉદાહરણ તરીકે જાણીએ બે મહિનાના 350 યુનીટના વિદ્યુત ચુલ્કની ગણતરી કઈ રીતે થાય છે.
ફિક્સ ચાર્જ : 30
એનર્જી ચાર્જ : 1277.50
ફયુલ ચાર્જ : 1172.50
ઉપર મુજબ ત્રણ ચાર્જનો ટોટલ (30+1277.50+1172.50 = 2480)
250 યુનીટનો વિદ્યુત ચુલ્ક : (2480 x 15 / 100 = 372) જે ઉપર ફોટામાં આપેલ છે.
બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate UGVCL Bill ?)
તમારા શહેર(સીટી)ના અને શહેર(સીટી)ના ઘર બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : UGVCLમાં શહેર(સીટી)ના બીલમાં એક યુનીટનો ભાવ શું લાગે છે ?
– UGVCLમાં અલગ અલગ ચાર-પાંચ ચાર્જ લાગે છે એટલે તમારે એક યુનીટનો ભાવ જાણવા માટે :
– એક યુનિટનો ભાવ = (બીલની રકમ / વપરાયેલા યુનિટ )
પ્રશ્ન ૨ : UGVCLના શહેર(સીટી)ના બીલમાં કેટલા ચાર્જ લાગે છે ?
– UGVCLના શહેર(સીટી)ના બીલમાં ચાર-પાંચ ચાર્જ લાગે છે તેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.
પ્રશ્ન ૩ : UGVCLના બીલની ગણતરી કઈ રીતે કરવી ?
– UGVCLના બીલની ગણતરી માટે Electricity Bill Calculate App એપ છે જેની મદદથી તમે ખાલી તમારો લોડ અને વપરાયેલા યુનિટ દાખલ કરીની બીલની ગણતરી કરી શકશો.
અન્ય પોસ્ટ:
UGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો
UGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો