UGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ – UGVCL New Connection Documents for Resident

શું તમે UGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો અને એના માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં ક્યાં જોશે ? UGVCL New Connection Documents for Resident આ માહિતી દ્વારા અમે તમને જણાવશું કે નવા ઘર કનેક્શન માટે જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ક્યાં જોશે.

Read this post in English

હવે તમારે નવા કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવી પડશે. તમે નવા કનેક્શન માટેની અરજી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.

ગામડામાં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ – UGVCL New Connection Documents for Village

જો તમારે ગામડામાં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.

1. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી ઓળખ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
  • સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ

2. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)

  • રજિસ્ટર્ડ વેચાણ ડીડ
  • અનુક્રમણિકા નકલ (આકારણી પત્ર)
  • નવીનતમ વેરા રસીદ
  • ફાળવણીનો પત્ર
  • ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર

3. જો અરજદાર ભાડૂત હોય, તો નોટરાઇઝ્ડ લીઝ ડીડ રૂ. 300/- સ્ટેમ્પ પેપર અથવા ભાડા કરાર.

4. જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો A-1 ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ/સંબંધિત સંસ્થાના સત્તા પત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ.

5. જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો નોટરાઇઝ્ડ અંડર ટેકીંગ રૂ. 300/- સ્ટેમ્પ પેપર ઉપર.

6. બાજુમાં આવતા લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)

શહેર(સીટી)માં નવા કનેકશન માટેના ડોક્યુમેન્ટ – UGVCL New Connection Documents for City

જો તમારે શહેર(સીટી)માં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે.

1. ફોટો ઓળખનો પુરાવો – Photo Identity (નીચે માંથી કોઈપણ એક)

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી ઓળખ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ
  • સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ

2. જગ્યાની માલિકીનો પુરાવો – Proof of Ownership (નીચે માંથી કોઈપણ એક)

  • રજિસ્ટર્ડ વેચાણ ડીડ
  • નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ/ ટેક્સ રસીદ/પ્રોપર્ટી કાર્ડ
  • ફાળવણીનો પત્ર
  • માલિક પાસેથી એનઓસી (જો માલિક ન હોય પરંતુ કાયદેસર કબજેદાર)

3. જો અરજદાર ભાડૂત હોય, તો નોટરાઇઝ્ડ લીઝ ડીડ રૂ. 300/- સ્ટેમ્પ પેપર અથવા ભાડા કરાર.

4. જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો A-1 ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ/સંબંધિત સંસ્થાના સત્તા પત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ.

5. જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય, તો નોટરાઇઝ્ડ અંડર ટેકીંગ રૂ. 300/- સ્ટેમ્પ પેપર ઉપર.

6. બાજુમાં આવતા લાઈટ બીલની કોપી અથવા ગ્રાહક નંબર (બજુવાળાનું લાઈટ બીલ)

શું તમારે UGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો ? UGVCLના નવા ઘર કનેક્શન માટે હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમે નવા ઘર કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચો.

UGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લીસ્ટ UGVCLની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.

ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો. ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી માટે નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : UGVCL પાસેથી નવું કનેક્શન મેળવવામાં કેટલો સમય લાગે છે?

UGVCL તરફથી નવું કનેક્શન મેળવવામાં અંદાજે ૧૫-૨0 દિવસ લાગી શકે જે દરેક ઓફિસ મુજબ અલગ અલગ સમય લાગે.

પ્રશ્ન ૨ : શું હું નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકું?

– હા, તમારે ફરજીયાત UGVCLના નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી કરવા માટે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.

પ્રશ્ન ૩ : હું મારી નવી કનેક્શન એપ્લિકેશનની સ્થિતિ કેવી રીતે ટ્રૅક કરી શકું?

UGVCLના નવા કનેક્શનની એપ્લિકેશનની સ્થિતિ ટ્રેક કરવા માટે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી Check Application Status પરથી કરી શકશો.

અન્ય પોસ્ટ:

UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો

UGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો

UGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

UGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

4 thoughts on “UGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ – UGVCL New Connection Documents for Resident”

Leave a comment