UGVCL Mobile Number Change – આ માહિત દ્વારા અમે તમને જણાવશું કે તમે UGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે રજીસ્ટર કરવા અથવા બદલવા.
અમે આની પેલા પણ UGVCL માં મોબાઈલ નંબર કઈ રીતે રજીસ્ટર કરવો અને જો રજીસ્ટર હોય તો કઈ રીતે બદલવા તેના માટે આર્ટિકલ અને વીડિઓ બનાવેલ હતો પણ તેમાં આપેલ લીંક બદલાઈ ગઈ છે અને મોબાઈલ નંબર રજીસ્ટર કરવા માટે અથવા તો બદલવા માટે નવી લીંક અને મેથડ આવી ગઈ છે. તો નીચે આપલે માહિતી દ્વારા તમે મોબાઈલ નંબર રજીસ્ટર અથવા તો બદલાવી શકશો.
ટૂંકમાં માહિતી
- પહેલા UGVCL ની વેબસાઈટ જાઓ.
- તેમાંથી Consumer -> Online Services -> Consumer Services પેજ પર જાઓ.
- હવે Click here to link Mobile Number પેજ પર જાઓ.
- આપેલ બોક્ષમાં તમારો ગ્રાહક નંબર દાખલ કરી Validate Consumer બટન પર ક્લીક કરો.
- હવે આપેલ બોક્ષમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી Generate OTP બટન પર ક્લીક કરો.
- હવે મોબાઈલ નંબરમાં OTP આવશે તે દાખલ કરી અને Submit બટન પર કલીક કરો એટલે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે.
UGVCLમાં તમારો નંબર રજીસ્ટર કઈ રીતે કરવો ? – UGVCL Mobile Number Register
- પહેલા UGVCLની વેબસાઈટ www.ugvcl.com પરથી Consumer -> Online Services -> Consumer Services પેજ પર જાઓ. અથવા નીચે આપેલ લીંક પર જાઓ.
UGVCL Mobile Number Register or Change Link

- હવે મોબાઈલ નંબર રજીસ્ટર કરવા માટે Click here to link Mobile Number લીંક પર જાઓ.

- નીચે આપેલ પેજમાં આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને પછી Validate Consumer બટન પર ક્લીક કરો.

- હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં બોક્ષમાં તમારે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરવો હોય તે મોબાઈલ નંબર દાખલ કરી અને Generate OTP બટન પર ક્લીક કરો.

- હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે જે OTP દાખલ કરી અને Submit બટન પર ક્લીક કરો. એટલે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે.

- એટલે હવે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે અને નીચે મુજબ મેસેજ આવી જશે.

UGVCLના બીલમાં તમારો કયો મોબાઈલ નંબર રજીસ્ટર છે તે ચેક કરો – UGVCL Mobile Number Check
- પહેલા UGVCLની વેબસાઈટ www.ugvcl.com પરથી Consumer -> Online Services -> Consumer Services પેજ પર જાઓ. અથવા નીચે આપેલ લીંક પર જાઓ એટલે નીચે મુજબ પેજ ખુલશે.
- હવે મોબાઈલ નંબર ચેક કરવા માટે Click here to link Mobile Number લીંક પર જાઓ અથવા નીચે આપેલ લીંક પર કલીક કરો.
UGVCL Mobile Number Check Link

- નીચે આપેલ પેજમાં આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને પછી Validate Consumer બટન પર ક્લીક કરો.

- એટલે હવે જો તમારા ગ્રાહક નંબર સાથે કોઈ પણ મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો નીચે મુજબ મેસેજ બતાવશે અને તમારા મોબાઈલ નંબરના પહેલા અને છેલ્લા બે આકડા બતાવશે. અને જો તે મોબાઈલ નંબર તમારો હોય તો તમારે Sign-In બટન ઉપર ક્લીક કરી OTP વડે લોગીન કરવાનું રહેશે.
- નોંધ: અને જો મેસેજમાં આપેલ મોબાઈલ નંબર તમારો ના હોય તો તમારે તમારી ઓફિસે જઈને તમારો મોબાઈલ નંબર ચેન્જ કરાવવો પડશે.

UGVCLમાં તમારો નંબર બદલવો કઈ રીતે કરવો ? – UGVCL Mobile Number Change
- પહેલા UGVCLની વેબસાઈટ www.ugvcl.com પરથી Consumer -> Online Services -> Consumer Services પેજ પર જાઓ. અથવા નીચે આપેલ લીંક પર જાઓ. એટલે નીચે મુજબ પેજ ખુલશે.
UGVCL Mobile Number Change Link
- નીચે આપેલ પેજમાં આપેલ બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીન ને પછી Send OTP બટન પર ક્લીક કરો.

- હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે જે OTP દાખલ કરી અને Submit બટન પર ક્લીક કરો.

- એટલે હવે લોગીન થઈ જશે અને નીચે મુજબ પેજ આવી જશે. હવે View બટન ઉપર ક્લીક કરો.

- એટલે હવે નીચે મુજબ પેજ આવી જશે હવે જેમાં તમારા બીલ વિશેની માહિતી બતાવશે.
- હવે મોબાઈલ નંબર અને ઈમેઈલ ચેન્જ કરવા માટે નીચે આપેલ રાઉન્ડમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આપેલ હશે. હવે મોબાઈલ નંબર અને ઈમેઈલ ચેન્જ કરવા માટે બાજુમાં આપેલ પેન્સિલના આઇકોન ઉપર કલીક કરો.

- એટલે હવે આ રીતે સ્ક્રીન આવેશે જેમાં તમારે જે મોબાઈલ નંબર દાખલ કરવો હોય તે મોબાઈલ નંબર દાખલ કરી પછી Generate OTP બટન ઉપર કલીક કરો. એટલે હવે તમારા મોબાઈલ નંબરની અંદર OTP આવશે તે દાખલ કરી Submit બટન ઉપર કલીક કરો એટલે તમારો મોબાઈલ નંબર ચેન્જ થઈ જશે.

- હવે ઈમેઈલ દાખલ કરવા અથવા બદલવા માટે પેન્સિલના આઇકોન ઉપર કલીક કર્યા પછી નીચે મુજબ સ્ક્રીન આવશે. હવે તમારે જે ઈમેઈલ દાખલ કરવું હોય તે ઈમેઈલ દાખલ કરી પછી Generate OTP બટન ઉપર કલીક કરો. એટલે હવે તમારા ઈમેઈલની અંદર OTP આવશે તે દાખલ કરી Submit બટન ઉપર કલીક કરો એટલે તમારું ઈમેઈલ ચેન્જ થઈ જશે.

જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ દાખલ કરવામાં અથવા ચેન્જ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
અન્ય પોસ્ટ:
UGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા
ઘર કનેકશનમાં નામ બદલી માટેનું સંમતી પત્ર ડાઉનલોડ કરો





