PGVCL, DGVCL, MGVCL, અને UGVCLમાં સ્માર્ટ મીટર લાગવાની શરૂઆત થઈ ગઈ છે. ગ્રાહકને સ્માર્ટ મીટર સંબધિત ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે જેના વિષે અમે તમને આ માહિતીમાં જણાવશું.
સ્માર્ટ મીટરની મદદથી ગ્રાહક પોતાના મીટરનું રીડીગ, પોતાનો વપરાશ, પોતાનું બેલેન્સ, ઓનલાઈન રીચાર્જ, દિવસ દરમિયાન વપરાયેલ યુનિટ, અઠવાડિયાનો વપરાશ વગેરે બાબતો એપ અથવા પોર્ટલની મદદથી જાણી શકશે. સ્માર્ટ પ્રીપેડ મીટરની અંદર તમારે મોબાઈલની જેમ પહેલા જ રીચાર્જ કરવાવું પડશે. જ્યાં સુધી તમારું બેલેન્સ હશે ત્યાં સુઘી લાઈટ વાપરવા મળશે પછી લાઈટ બંધ થઈ જશે.
સ્માર્ટ મીટરના ફાયદા – Advantages of Smart Meters
- નાના રિચાર્જ માટે સરળ ટોપ-અપની સુવિધાનો વિકલ્પ
- ઓછા/શૂન્ય બેલેન્સની સૂચનાઓ
- ઝડપી રિચાર્જની સુવિધા
- ગ્રાહકના વીજ વપરાશ અને તેને લગતી અન્ય હાથવગી માહિતી
- વીજ વપરાશને બજેટપૂર્ણ બનાવવામાં મદદ
- માસિક અને દૈનિક વીજ વપરાશ અને વીજ માંગની સરખામણી
- વ્યક્તિગત વિક્ષેપ વગર ઓટોમેટિક રીડિંગ
- આ ઉપરાંત ઘણી અન્ય ટેકનિકલ વિશેષતાઓ
સ્માર્ટ મીટર સંબંધિત ગ્રાહકોને થતા પ્રશ્નો – Smart Meter FAQs
ગ્રાહકને સ્માર્ટ મીટર સંબધિત ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે જેમકે
- રીચાર્જ પૂરું થઈ જશે એટલે લાઈટ કપાઈ જશે કે કેમ ?
- કેટલાનું રીચાર્જ કરાવવું પડશે ?
- સ્માર્ટ મીટર લગાડવા માટે ગ્રાહકે કોઈ રકમ ભરવી પડશે કે કેમ ?
- સ્માર્ટ મીટર લગાડવાથી મારા બીલમાં કોઈ ફેર પડશે ?
- મારા સ્માર્ટ મીટરનું બેલેન્સ કઈ રીતે ચેક કરવું ?
આવા ઘણા બધા પ્રશ્નો વિશે તમે નીચે આપેલ PDF ફાઈલ ઉપર જઈને વાંચી ચકશો. PDF ફાઈલ પીજીવીસીએલને લગતી છે પણ બધી જ ડિસ્કોમ માટે માહિતી સરખીજ હશે.
ગુજરાતીમાં FAQs વાંચવા અહી ક્લીક કરો.
અંગ્રેજીમાં FAQs વાંચવા અહી ક્લીક કરો.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને સ્માર્ટ મીટર વિષે કઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકો છો, અમે તમારી પૂરી મદદ કરીશું.
અન્ય પોસ્ટ:
PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરો
DGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરો
MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરો
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
સારું પ્લાનિંગ થયાનું જણાયછે.
પ્રિપેઈડ મીટર માટે ઉત્સુક છું.
યુજીવીસીએલ અંતર્ગત મહેસાણા ક્યારે સંપૂર્ણ રીતે સજ્જ થઈ શકે ? સેવા ક્યારથી કાર્યરત થઈ શકે ? જણાવશો તો આભારી થઈશ
હાલ એના વિશે કોઈ અપડેટ નથી પણ થોડા સમયમાં બધેજ સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ચાલુ થઈ જશે.
કૃપા કરીને હાલમાં આ એટલો ટેકનોલોજી યુગમાં અમારે સ્માર્ટ મીટર ની જરૂર નથી
PGVCL નો ટોલ ફ્રી નંબર ખોટો છે સહી નંબર મોકલો
PGVCL Customer Care Centre : 1800 233 155333 / 19122