પ્રધાનમંત્રી સુર્યોદય યોજના ૨૦૨૪ – Pradhan Mantri Suryoday Yojana 2024

Pradhan Mantri Suryoday Yojana 2024 – પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ લોકોના ઘરો પર સોલાર પેનલ લગાવવાનો અને વધતા વીજ બીલમાં લોકોને રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે.

આ યોજના દ્વારા સરકાર દેશના એક કરોડ લોકોના ઘરો પર સોલાર પેનલ લગાવશે અને સૂર્યોદય યોજના હેઠળ આ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપવામાં આવશે.

યોજનાનું નામપ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024
લાગુ પડતા રાજ્યભારતના તમામ રાજ્યોમાં લાગુ
અરજી પ્રક્રિયાઓનલાઈન/ઓફલાઈન
 વેબસાઈટhttps://solarrooftop.gov.in/
હેલ્પલાઈન નંબરથોડા સમયમાં જાહેર થશે

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 શું છે ? – What is Pradhan Mantri Suryoday Yojana 2024 ?

  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે.
  • આ યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના અભિષેકની શુભ સાંજે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા કરી હતી.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.
  • આ યોજનામાં સરકાર પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે.
Pradhan Mantri Suryoday Yojana 2024
  • ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલાર સીસ્ટમ બેસાડી શકશે (ન્યુનતમ 1 KW) અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
  • અરજદારને એજન્સી, સોલાર પેનલ અને ઈન્વર્ટર પસંદ કરવાનો અધિકાર છે. અને એજન્સી સાથે ભાવતાલ કરી જાતેજ સિસ્ટમનો ભાવ નકકી કરી શકે છે.
  • અરજદાર જાતેજ પોર્ટલ પર અરજી કરી શકે છે. તેમજ કામપૂર્ણ કરી પોર્ટલ પર જાણકારી આપવાથી પોતાના જ ખાતામાં સબસિડી મેળવી શકે છે.
  • પોર્ટલમાં ફરિયાદ રજીસ્ટર કરવા માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • નેશનલ પોર્ટલ પર અરજદાર નોંધણીથી માંડીને સબસિડી મેળવવા સુધીની પ્રક્રિયાનું નિરીક્ષણ/ટ્રેક જાતેજ સહેલાઈથી કરી શકે છે.
  • વીજગ્રાહકે સરકારશ્રી દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓ માંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે માન્ય એજન્સીઓની યાદી નેશનલ પોર્ટલ પર, દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપર તેમજ દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે.
  • દેશમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
  • ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ઘરોને યોજનાનો લાભ મળેલ છે.
  • સોલાર રૂફટોપ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષમાં વસુલ પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના રજીસ્ટ્રેશન – Pradhan Mantri Suryoday Yojana Registration

  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારે નેશનલ પોર્ટલ ફોર સોલાર રૂફટોપ પરથી થઈ શકશે.
  • રજીસ્ટ્રેશન કરવા માટે https://solarrooftop.gov.in વેબસાઈટ પરથી થશે.
  • રજીસ્ટ્રેશન માટે માત્ર તમારો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે.
  • તમારું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો.

રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી દસ્તાવેજ – Pradhan Mantri Suryoday Yojana Required Documents

સોલર રૂફટોપ માટે નીચે મુજબના જરૂરી દસ્તાવેજની જરૂર પડશે.

  • નવા લાઈટબીલની કોપી
  • વેરા બીલ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઈજ ફોટો
  • લાઈટ બીલ અને વેરા બીલમાં નામ એકજ હોવું જોઈએ.

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના સબસીડી – Pradhan Mantri Suryoday Yojana Subsidy

  • પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં નીચે મુજબ સબસીડી મળવા પાત્ર છે.
  • ૧ થી ૩ કિલોવોટ માટે રૂ. ૧૮૦૦૦/- પર કિલોવોટ સબસીડી
  • ૩ થી ૧૦ કિલોવોટ માટે રૂ. ૯૦૦૦/- પર કિલોવોટ સબસીડી
  • કોમન મીટર માટે કિલોવોટ રૂ. ૯૦૦૦/- સબસીડી

1 KW સોલર સિસ્ટમ ની અંદાજીત કિંમત

1 KW માટેની સોલાર સિસ્ટમ લગાડવા માટે નીચે મુજબનો ખર્ચ આવશે.

સૂર્ય ગુજરાત ટેન્ડર મુજબ રેટ૪૫૫૨૦
સબસીડી૧૮૦૦૦
સબસિડી પછી ખર્ચ૨૭૫૨૦
મીટર અને કનેક્ટિવિટી ચાર્જ૨૯૫૦
ગ્રાહક દ્વારા ભરપાઈ કરવાની રકમ૩૦૪૭૦
  • નીચે આપેલ ફોટામાં તમે સોલાર સિસ્ટમ લગાડવાનો ખર્ચ અને સબસીડી બાદ કર્યા પછી કેટલા ભરવા પાત્ર રકમ દર્શાવેલ છે.
Pradhan Mantri Suryoday Yojana Price list

1 KW સોલર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની ગણતરી

  • 1 KW સોલાર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની રકમની ગણતરી નીચે આપેલ છે.
અંદાજીત માસિક વપરાશઅંદાજીત બિલની રકમ1 kW સિસ્ટમ દ્વારા ઉત્પાદન થનાર અંદાજીત વિજ યુનિટઅંદાજીત બિલમાં માસિક લાભવાર્ષિક લાભમુડી રોકાણ પરત અંગેનો સમયગાળો (વર્ષમાં)
5038512038546207
10077912077993483
1501210120972116643
20016411201075129002
30025641201310157202

સોલર રૂફટોપ માન્ય એજન્સીઓની યાદી

  • જો તમારે સોલાર રૂફટોપ લગાવવું હોય તો તમારે કોઈપણ સરકાર માન્ય એજન્સીનો સંપર્ક કરવો પડશે.
  • સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપેલ લીંક પરથી જાઓ.

સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

  • ગુજરાતમાં અલગ-અલગ ડિસ્કોમ છે જે વીજળી વિતરણ કરે છે.
  • જેમાં PGVCL, MGVCL, DGVCL, UGVCL, Torrent Power Limited – Surat અને Torrent Power Limited – Ahmedabad આવે છે.
  • ઉપર આપેલ તમામ ડિસ્કોમના સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપલે લીંક પર જાઓ.
  • જે લીસ્ટને તમે એક્શેલમાં Excel માં પણ ડાઉનલોડ કરી શકશો.

PGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

DGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

MGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

UGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

Torrent Power Limited – Suratનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

Torrent Power Limited – Ahmedabadનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

સોલર રૂફટોપ કેપીસીટી કેલ્ક્યુલેટર – Solar Rooftop Calculator

  • સોલાર રૂફટોપ કેલ્ક્યુલેટર દ્વારા તમે તમારા મહિનાના વપરાશ પ્રમાણે તમારે કેટલા કેપીસીટીનું સોલાર લગાવવું જોયે એની જાણકારી મેળવી શકશો.
  • નીચે આપેલ લીંક પર જઈ અને તમારા સોલાર રૂફટોપની કેપીસીટીની ગણતરી કરો.

Solar Rooftop Calculator

  • ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય, તમારી ટેરીફ કેટેગરી અને તમારો મહિનાનો યુનીટનો વપરાશ દાખલ કરો અને Calculate બટન પર ક્લિક કરો.
Pradhan Mantri Suryoday Yojana Calculator
  • નીચે આપેલ ફોટામાં તમારા યુનિટ મુજબ ગણતરી બતાવશે.
Pradhan Mantri Suryoday Yojana Calculator

મુજવતા પ્રશ્નો (FAQs)

1. પ્રધાનમંત્રી સુર્યોદય યોજના શું છે?

– પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે જેમાં એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.

2. પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં કેટલી સબસીડી મળવા પાત્ર છે ?

– પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં ૧ થી ૩ કિલોવોટ માટે રૂ. ૧૮૦૦૦/- અને ૩ થી ૧૦ કિલોવોટ માટે રૂ. ૯૦૦૦/- પર કિલોવોટ સબસીડી મળવા પાત્ર છે.

3. પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ?

– પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં રજીસ્ટ્રેશન નેશનલ પોર્ટલ ફોર સોલાર રૂફટોપની વેબસાઈટ https://solarrooftop.gov.in પરથી થશે.

અન્ય પોસ્ટ:

PGVCLને લગતી માહિતી માટે

DGVCLને લગતી માહિતી માટે

MGVCLને લગતી માહિતી માટે

UGVCLને લગતી માહિતી માટે

4.3/5 - (3 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment