PM Surya Ghara Yojana Registration Online – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ માહિતી વાંચો.
Index of PM Surya Ghara Yojana Registration Online
ટૂંકમાં માહિતી – PM Surya Ghara Yojana Registration Online
- પહેલા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ.
- પછી ડાબી બાજુ આપલે Apply For Rooftop Solar બટન ઉપર કલીક કરો.
- પછી તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો અને તમારો ગ્રાહક નંબર દાખલ કરી Next બટન પર ક્લીક કરો.
- પછી તમારો મોબાઈલ નંબર, મોબાઈલ નંબર પર આવેલ OTP અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લીક કરો.
- હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેવો મેસેજ પણ બતાવશે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે ? – What is PM Surya Ghar Yojana ?
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ્ય દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે. આ યોજનામાં સરકાર પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે.
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે ?
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના સબસીડી
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ
- 1 KW સોલર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની ગણતરી
- સોલર રૂફટોપ માન્ય એજન્સીઓની યાદી
- સોલર રૂફટોપ કેપીસીટી કેલ્ક્યુલેટર
- ઉપર મુજબની પૂરી જાણકારી વાચવા નીચે આપેલ લીંક પર કલીક કરો.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના વિશે પૂરી જાણકારી વાંચો
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઑનલાઇન રજીસ્ટ્રેશન – PM Surya Ghara Yojana Registration Online
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે સરકારે નેશનલ પોર્ટલ લોન્ચ કર્યું છે. નેશનલ પોર્ટલ પર જઈ અને ગ્રાહકે તેનું રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલી લીંક પર જાઓ અને નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરો.
- રજીસ્ટ્રેશન કરવા માટે પહેલા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ અને પછી ડાબી બાજુ આપલે Apply For Rooftop Solar બટન ઉપર કલીક કરો અથવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
- ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો (PGVCL, DGVCL, MGVCL, UGVCL, Torrent), અને તમારો ગ્રાહક નંબર દાખલ કરી Next બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકનું નામ બતાવશે અને જો નામ બરાબર હોય તો પછી Proceed બટન પર કલીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં પહેલા બોક્ષમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી અને Click to send Mobile OTP in SMS બટન પર ક્લીક કરો.
- હવે તમારા દાખલ કરેલ મોબાઈલ નંબરમાં OTP આવશે તે નીચે આપલે Mobile OTP ના બોક્ષમાં દાખલ કરો.
- હવે તમારે ઈમેઈલ દાખલ કરવું હોય તો દાખલ કરો અને પછી નીચે આપેલ કેપ્ચા કોડ (Captcha code) દાખલ કરી અને પછી Submit બટન પર કલીક કરો.
- હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને નીચે મુજબ પેજમાં મેસેજ બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે.
- ઉપર મુજબ રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન કરવા માટે નીચે આપલે લીંક પર જઈને કરો.
- ઉપરની લીંક પર ક્લીક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને Next બટન પર કલીક કરો પછી મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો અને લોગીન થઈ જશે.
- લોગીન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે તેમાં તમે સોલાર લગાડવા માટે અરજી કરી છે અને તમને સબસીડી સોલારનું વર્ક પૂર્ણ થયા બાદ જ મળશે એવી માહિતી આપેલ હશે.
- સબસીડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જ જમા થશે અને એ પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી મળશે.
- હવે સોલાર માટેની અરજી કરવા માટે Proceed બટન પર કલીક કરો.
- હવે સોલાર માટે અરજી કઈ રીતે કરવી તેના માટેની માહિતી આવતા આર્ટીકલમાં જણાવશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે?
– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે જેમાં એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.
2. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઑનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?
– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જઈ અને તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો, અને તમારો ગ્રાહક નંબર અને OTP દાખલ કરીને થઈ જશે.
3. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં લોગીન કઈ રીતે કરવું ?
– પહેલા રજીસ્ટ્રેશન કર્યા પછી લોગીન પેજ ઉપર જઈને તમારો મોબાઈલ નંબર અને OTP દાખલ કરીને લોગીન કરો.
અન્ય પોસ્ટ:
પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના વિશે માહિતી
GEB GURU Vij Surya yojna Very Comfortable, Gujarat Publics Facilities Provides Fine Agreement Comfortable Surely Following Now ok! Ravi Apartment GR Floor Dharampur RD Near Next To St Joseph Convent School City Valsad -396001 Gujarat India Thank You
Thank You.