તમારા PGVCLના ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલની ગણતરી અને ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલમાં યુનિટ દીઠ કેટલો ભાવ લાગે છે ? PGVCL Unit Rate in LTMD Industrial તમારા ઔદ્યોગિક બીલમાં યુનિટ દીઠ કેટલો ભાવ લાગે અને બીલની ગણતરી કઈ રીતે થાય તે જાણવા આ માહિતી પૂરી વાંચો.
- તમારા ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલમાં LTMD ટેરીફ (કેટેગરી) હોય છે.
- યુનિટના ભાવની ગણતરી તમારા યુનિટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે.
- યુનિટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.
Index of PGVCL Unit Rate in LTMD Industrial
ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? (PGVCL Bill Charges)
PGVCLના ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલમાં અલગ-અલગ 5 થી 6 ચાર્જ લાગતા હોય છે. મુખ્ય ચાર્જ જે બીલમાં લાગે છે તે નીચે મુજબ આપેલ છે.
- ફિક્સ ચાર્જ
- એનર્જી ચાર્જ
- રીએક્ટીવ ચાર્જ
- ફયુલ ચાર્જ
- વિદ્યુત ચુલ્ક
- વિલંબિત શુલ્ક
ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં યુનિટનો ભાવ – PGVCL Unit Rate in LTMD Industrial
ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં LTMD ટેરીફ (કેટેગરી) હોય છે જેમાં મુખ્ય 5 થી 6 ચાર્જ લાગતા હોય છે અને તેના ઉપરથી બીલની ગણતરી કરવામાં આવે છે. અલગ અલગ ચાર્જેની માહિતી નીચે મુજબ છે.
ફિક્સ ચાર્જ (Fixed Charge)
- LTMDમાં ફિક્સ ચાર્જની ગણતરી લોડ અને એમડી (Maximum Demand) ઉપરથી નક્કી કરવામાં આવે છે.
- ફિક્સ ચાર્જની ગણતરી જો એમડી (MD) લોડના 85% કરતા ઓછી આવે તો ફિક્સ ચાર્જની ગણતરી લોડના 85% ઉપર થાય છે.
- ફિક્સ ચાર્જની ગણતરી જો એમડી (MD) લોડના 85% કરતા વધુ હોય તો ફિક્સ ચાર્જની ગણતરી આવેલ એમડી (MD) ઉપર થાય છે.
- ફિક્સ ચાર્જની ગણતરી જો એમડી (MD) લોડ કરતા વધુ હોય તો ફિક્સ ચાર્જની ગણતરી આવેલ એમડી (MD) ઉપર થાય છે.
- લોડ મુજબ ફિક્સ ચાર્જની ગણતરી માટેના ભાવ નીચે આપેલ છે.
લોડ | ફિક્સ ચાર્જ |
---|---|
40 કિલો વોટ સુધી | રૂ. 90 પ્રતિ KW |
40 કિલો થી 60 કિલો વોટ સુધી | રૂ. 130 પ્રતિ KW |
60 કિલો વોટ ઉપર | રૂ. 195 પ્રતિ KW |
પેનલ્ટી (જો લોડ કરતા વધુ MD આવે તો) | રૂ. 265 પ્રતિ KW |
– ઉદાહરણ તરીકે જાણીએ 70 KW અને 40 એમડી (MD) ના ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- પહેલા 70 KW ના 85% કેટલા થાય છે તે જાણીએ.
- (70 x 85) / 100 = 59.50
- 70 KW ના 85% 59.50 થાય છે અને આવેલ એમડી 40 છે તો ગણતરી 85% ઉપર એટલે કે 59.50 ઉપર થશે.
- ફિક્સ ચાર્જની ગણતરી
- પ્રથમ 40 KW x 90 = 3600
- પછીના 19.5 KW x 130 = 2535
- પછીના 0 KW x 195 = 0
ફિક્સ ચાર્જ : (3600+2535=6135)
– ઉદાહરણ તરીકે જાણીએ 70 KW અને 65 એમડી (MD) ના ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- પહેલા 70 KW ના 85% કેટલા થાય છે તે જાણીએ.
- (70 x 85) / 100 = 59.50
- 70 KW ના 85% 59.50 થાય છે અને આવેલ એમડી 65 છે તો ગણતરી 65 ઉપર થશે.
- ફિક્સ ચાર્જની ગણતરી
- પ્રથમ 40 KW x 90 = 3600
- પછીના 20 KW x 130 = 2600
- પછીના 5 KW x 195 = 975
ફિક્સ ચાર્જ : (3600+2600+975=7175)
– ઉદાહરણ તરીકે જાણીએ 70 KW અને 80 એમડી (MD) ના ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- આમાં એમડી લોડ કરતા વધુ છે એટલે 85% ગણતરી કરવાની જરૂર નથી.
- આમાં ફિક્સ ચાર્જની ગણતરી એમડી (MD) 80 ઉપર થશે.
- ફિક્સ ચાર્જની ગણતરી
- પ્રથમ 40 KW x 90 = 3600
- પછીના 20 KW x 130 = 2600
- પછીના 10 KW x 195 = 1950
- પેનલ્ટી 10 KW x 265 = 2650
ફિક્સ ચાર્જ : (3600+2600+1950+2650=10800)
એનર્જી ચાર્જ (Energy Charge)
એનર્જી ચાર્જની ગણતરી તમારા વપરાયેલા યુનિટ ઉપર થાય છે.
- ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલમાં રૂ. 4.60 પ્રતિ યુનિટ હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 1000 યુનિટના એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- એનર્જી ચાર્જની ગણતરી
- 1000 x 4.60 = 4600
રીએક્ટીવ ચાર્જ (Reactive Charge)
- રીએક્ટીવ ચાર્જ એ તમારા Kvarh યુનિટ ઉપર લાગે છે.
- રીએક્ટીવ ચાર્જનો રેટ રૂ. 0.10 પ્રતિ યુનિટ હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 1000 યુનિટના રીએક્ટીવ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- એનર્જી ચાર્જની ગણતરી
- 1000 x 0.10 = 100
ફયુલ ચાર્જ (Fuel Charge)
ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનિટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તમારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૩.૩૫ રૂ. પ્રતિ યુનિટ છે. જે બીલમાં (Fuel Chg @3.35) આ રીતે લખેલ હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 1000 યુનિટના ફયુલ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે.
- વપરાયેલા યુનિટ x હાલનો ફયુલ રેટ (1000 x 3.35 = 3350) જે નીચે ફોટામાં આપેલ છે.
વિદ્યુત ચુલ્ક (Electricity duty)
વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલમાં અલગ અલગ ટકા પ્રમાણે લાગે છે. તેમાં 10%, 15% અથવા 20% હોય છે.
વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, રીએક્ટીવ ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર લાગે છે.
– ઉદાહરણ તરીકે જાણીએ બે મહિનાના 70 KW ના 1000 યુનિટના 10% વિદ્યુત ચુલ્કની ગણતરી કઈ રીતે થાય છે.
ફિક્સ ચાર્જ : 6135
એનર્જી ચાર્જ : 4600
રીએક્ટીવ ચાર્જ : 100
ફયુલ ચાર્જ : 3350
ઉપર મુજબ ચારેય ચાર્જનો ટોટલ (6135+4600+100+3350 = 14185)
વિદ્યુત ચુલ્ક : (14185 x 10 / 100 = 1418.50) જે નીચે ફોટામાં આપેલ છે.
ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate LTMD Bill ?)
તમારા ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલ બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : PGVCLમાં ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં એક યુનિટનો ભાવ શું લાગે છે ?
– ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલમાં યુનિટનો ભાવ રૂ. 4.60 પ્રતિ યુનિટ લાગે છે.
પ્રશ્ન ૨ : PGVCLમાં ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં રીએક્ટીવ યુનિટનો ભાવ શું લાગે છે ?
– ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલમાં રીએક્ટીવ યુનિટનો ભાવ રૂ. 0.10 પ્રતિ યુનિટ લાગે છે.
પ્રશ્ન ૩ : PGVCLના ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં કેટલા ચાર્જ લાગે છે ?
– PGVCLના ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલમાં 5-6 ચાર્જ લાગે છે તેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, રીએક્ટીવ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.
પ્રશ્ન ૪ : PGVCLના ઔદ્યોગિક/ઈન્ડસ્ટ્રીઅલના બીલની ગણતરી કઈ રીતે કરવી ?
– PGVCLના બીલની ગણતરી માટે Electricity Bill Calculate App એપ છે જેની મદદથી તમે ખાલી તમારો લોડ અને વપરાયેલા યુનિટ દાખલ કરીની બીલની ગણતરી કરી શકશો.
અન્ય પોસ્ટ:
PGVCLના ગામડાના બીલમાં યુનિટનો ભાવ
PGVCLના શહેર(સીટી)ના બીલમાં યુનિટનો ભાવ
PGVCLના A1 (વાર્ષિક,ઉધડીયા) ખેતીવાડી બીલની ગણતરી